• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Review: આરુષિ હત્યાકાંડ પર આધારિત છે 'રહસ્ય', સારો પ્રયાસ

|

મનીષ ગુપ્તાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'રહસ્ય' અંગે નિર્દેશકે ભલે એમ કહ્યું હોય કે તેની વાર્તા આરુષિ હત્યાકાંડ પર આધારિત નથી, પરંતુ ફિલ્મને જોઇને સ્વાભાવિકપણે લાગે છે કે ફિલ્મ આરુષિ મર્ડર કેસથી પ્રભાવિત છે. ફર્ક માત્ર એટલો જ છે કે વાર્તા દિલ્હીના બદલે મુંબઇમાં ઘટે છે. ફિલ્મમાં હત્યા કરવામાં આવેલી બાળકી આયેશાની ભૂમિકા સાક્ષી સેમે નિભાવી છે. આશીષ વિદ્યાર્થી અને ટિસ્કા ચોપડા ડોક્ટર માતા-પિતાની ભૂમિકામાં છે. જ્યારે કેકે મેનન સીબીઆઇ ઓફિસરની ભૂમિકામાં છે, જે આખા કેસની તપાસ કરે છે.

'રહસ્ય'ના શરૂ થતા જ ડિસ્ક્લેમર લગાવવામાં આવ્યું છે કે, આ એક કાલ્પનિક વાર્તા છે. પરંતુ જો આરુષિ મર્ડર કેસથી તેને જોડવામાં આવે તો આ એક શાનદાર ફિલ્મ સાબિત થાય છે. આ કેસની વણઉકેલાયેલા પાસાઓને ઉજાગર કરે છે. અને 2 કલાક 6 મિનિટની આ ફિલ્મમાં ક્યાંકને ક્યાંક આપને ફરીથી વિચાર કરવા પર મજબૂર કરી દેશે.

આવો જોઇએ ફિલ્મ રિવ્યૂ...

શું છે 'રહસ્ય'

શું છે 'રહસ્ય'

ફિલ્મની વાર્તા મુંબઇના એક ફ્લેટમાં રહેતી આયશા મહાજનનો મૃતદેશ મળવા સાથે શરૂ થાય છે. હત્યા સમયે ઘરમાં માત્ર તેના પિતા હોય છે. સર્વેન્ટ ક્વાર્ટરમાં યુવતીને નાનપણથી ઉછેરનાર આયા અને એક નોકર પોતાપોતાના રૂમમાં સુઇ રહ્યા હતા. બસ અહીંથી જ શરૂ થાય છે ફિલ્મની સ્ટોરી. હવે એન્ટ્રી થાય છે સીબીઆઇ ફોફીસર બનેલા કેકે મેનનની. પોલીસ જ્યારે ફ્લેટમાં પહોંચી તો ડોક્ટર પિતાના શરીર પર બેટીના નખના નિશાન હતા. દીકરીના હાથમાં પિતાના માથાના વાળ પણ મળે છે. પરંતુ પિતા નોકરને તલાશવાની વાત કરે છે. કારણ કે નોકર અચાનક ગાયબ થઇ જાય છે. પરંતુ તમામ પુરાવા પિતાના વિરોધમાં છે અને કોર્ટ તેને હિરાસતમાં મોકલી દે છે.

આગળની વાર્તા

આગળની વાર્તા

જેમ જેમ એક પછી એક પાના ખુલતા જાય છે તેમ તેમ દર્શકોમાં જિજ્ઞાશા વધતી જાય છે. એક સમય એવો પણ આવે છે કે માત્ર પિતા એકલો શંકાસ્પદ નથી રહેતો. કે કે મેનની એન્ટ્રી બાદ વાર્તા ઘણી ઝડપ પકડી લે છે. વાર્તામાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે એક પછી એક ત્રણ હત્યાઓ થાય છે. જોકે ફિલ્મમાં ક્લાઇમેક્સ શું છે એ જોવા માટે આપે થિયેટરમાં જ જવું પડશે.

કેરેક્ટર

કેરેક્ટર

આશીષ વિદ્યાર્થી અને ટિસ્કા ચોપડાએ પણ પોતાની ભૂમિકામાં પ્રાણ પૂર્યા છે. જ્યારે કેકે મેનન પોતાની ભૂમિકામાં મજબૂત છે. જ્યારે ડોક્ટર મહાજનના નજીકના મિત્ર વૃંદાના રોલમાં મીતા વશિષ્ટે પણ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. ઇંસ્પેક્ટરના રોલમાં નિમાઇ બાલી થોડા લાઉડ લાગી રહ્યા છે.

કેમ જોશો રહસ્ય

કેમ જોશો રહસ્ય

ફિલ્મની ખાસિયત છે તેની સ્ક્રીપ્ટ. નિર્દેશક મનીષ ગુપ્તાએ ફિલ્મને એન્ગેજિંગ રાખ્યું છે. સસ્પેંસ સારુ છે અને પ્રથમ હાફ મજબૂત છે. જો આપ મર્ડર મિસ્ટ્રી જોવાનું પસંદ કરો છો તો એકવાર રહસ્ય ચોક્કસ જુઓ. બીજી બાજું કલાકારોનું શાનદાર પરફોર્મન્સ પણ આપને સિનેમાઘરોમાં ખેંચી જશે.

શું છે ખામિયો...

શું છે ખામિયો...

ફિલ્મનો સેકન્ડ હાફ થોડો ખેંચાયેલ લાગે છે, અને ક્લાઇમેક્સ કંઇક વધારે જ સરળતાથી ખુલી જાય છે. જોકે ફિલ્મમાં આપ ક્યાય પણ બોરિયત નહીં અનુભવો. જ્યારે ફિલ્મના ડીટેલ્સમાં પણ નિર્દેશક થોડુ ચૂકી ગયા. જોકે આ વીકેન્ડ જો આપ મર્ડર મિસ્ટ્રી અને ઇનવેસ્ટિગેટિવ ફિલ્મ જોવા ઇચ્છતા હોવ તો આ એક શાનદાર ઓપ્શન બની રહેશે.

ફિલ્મ રિવ્યૂ: હવાઇઝાદા.. વિમાન ટેકઓફ થયું જ નહીં!

ફિલ્મ રિવ્યૂ: હવાઇઝાદા.. વિમાન ટેકઓફ થયું જ નહીં!

ફિલ્મ રિવ્યૂ: હવાઇઝાદા.. વિમાન ટેકઓફ થયું જ નહીં!

English summary
Its quite evident that Manish Guptas Rahasya is somewhere inspired by the high profile Noida double murder case of Aarushi Talwar and Hemraj.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X