For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિવ્યૂ : ‘રજ્જો’ કંગના બહેતરીન, પણ ફિલ્મ કંટાળાજનક!

|
Google Oneindia Gujarati News

ફિલ્મ : રજ્જો
દિગ્દર્શક : વિશ્વાસ પાટિલ
કલાકારો : કંગના રાણાવત, પારસ અરોરા, પ્રકાશ રાજ, મહેશ માંજરેકર
સંગીત : ઉત્તમ સિંહ
સ્ટાર : **

કંગના રાણાવતની ફિલ્મ રજ્જો આજે રામલીલા સાથે જ રિલીઝ થઈ છે. ફિલ્મ જોયા બાદ ક્રિટિક્સ ખૂબ જ નિરાશ થયા છે, કારણ કે ફિલ્મની વાર્તામાં કંઈ પણ ખાસ નથી કે જે ફિલ્મ ખતમ થવા સુધી લોકોને જકડી રાખે. સીન્સ ક્યાંકના ક્યાંક ગોઠવી દેવાયા છે અને ફિલ્મ પૂરી કરી દેવાઈ છે. અનેક વખત એવુ લાગ્યું કે ફિલ્મ ઝેલવી પડી રહી છે, પણ કંગનાએ પોતાના તરફથી પુરતો પ્રયત્ન કર્યો છે ફિલ્મની વાર્તા સાથે દર્શકોને જોડી રાખવાનો અને તેઓ અનેક વાર સફળ પણ થયા છે.

બીજી બાજુ કંગના રાણાવત સાથે ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવતા ચંદૂ એટલે કે પારસ અરોરાએ પોતાના પાત્ર સાથે પુરતો ન્યાય કરવાની કોશિશ કરી છે. ફિલ્મની વાર્તા શરૂ થાય છે એક પ્રસિદ્ધ કોઠા પર રહેતી અનેક વેશ્યાઓથી. તેમાં એક છે રજ્જો. રજ્જો તે કોઠાની શાન છે અને દરેક ગ્રાહક રજ્જોને ચાહે છે. આ કોઠા ઉપર એક દિવસ 21 વર્ષનો છોકરો ચંદૂ આવે છે અને તેને રજ્જો સાથે પ્રેમ થઈ જાય છે. તે રજ્જોને આ કોઠામાંથી બહાર કાઢી તેની સાથે લગ્ન કરી એક શરાફતભરી જિંદગી જીવવા માંગે છે. તે રજ્જો સાથે લગ્ન કરી લે છે અને તેને ઘરે લઈ આવે છે, પણ તેના માતા-પિતા તેને ઘરમાંથી કાઢી મૂકે છે. ચંદૂએ રજ્જો સાથે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડો છે. લગ્ન બાદ પણ રજ્જોની જૂની જિંદગી તેનો પીછો નથી છોડતી અને વારંવાર તેની સામે જૂની જિંદગી સાથે જોડાયેલા લોકો આવતા રહે છે.

હવે શું રજ્જોને પોતાની જૂની જિંદગીમાંથી છુટકારો મળી જશે? શું ચંદૂ રજ્જોને એક શરાફતની જિંદગી આપી શકશે? જાણવા માટે જુઓ ફિલ્મ રજ્જો. જોકે આ ફિલ્મ પરિવાર સાથે જોતી વખતે થોડોક ખચકાટ જરૂર અનુભવાઈ શકે છે, કારણ કે કોઠા પર વપરાતી ભાષા ખૂબ જ ગાળ ધરાવતી અને ડબલ મિનિંગ ધરાવતી હોય છે. મહેશ માંજરેકર તેમજ પ્રકાશ રાજની એક્ટિંગ વખાણવાલાયક છે.

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X