• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રિવ્યૂ : ત્રણ ડેવિડો પણ ન ઉગારી શક્યાં ડેવિડને

|

ફિલ્મ : ડેવિડ

કલાકારો : નીલ નિતિન મુકેશ, વિક્રમ, વિનય વીરમાણી, લારા દત્તા, તબ્બુ, ઈશા શરવાની, રોહિણી હટંગડી અને મિલિંદ સોમન.

દિગ્દર્શક : વિજય નામ્બિયાર

સંગીત : અનિરુદ્ધ રવિચંદર, સૌરભ રૉય, મિકી મૅકક્લિયરી, રેમો ફર્નાન્ડીઝ, માતિબાણી.

શૈતાન ફિલ્મ દ્વારા લોકોને હચમચાવનાર નિર્માતા-દિગ્દર્શક વિજય નામ્બિયારની વધુ એક રજુઆત ડેવિડ થિયેટરોમાં પહોંચી ગઈ છે. ત્રણ વ્યક્તિઓ પર આધારિત આ થ્રિલર એક્શન મૂવીમાં ત્રણેના નામો ડેવિડ છે. ફિલ્મ તામિળમાં પણ આજે રિલીઝ થઈ છે. ફિલ્મનું ખાસ પ્રમોશન ન થવાથી ફર્સ્ટ ડે ફર્સ્ટ શોની ટિકિટો પણ પૂરી વેચાઈ ન શકી. ફિલ્મ જોઈને બહાર આવતા દર્શકોના મિશ્ર પ્રત્યાઘાતો છે.

વાર્તા : ડેવિડ ફિલ્મની વાર્તામાં ત્રણ ડેવિડો છે કે જેઓ દુનિયાના ત્રણ જુદા-જુદા સ્થાનોએ રહે છે. ખાસ બાબત એ છે કે ત્રણેનો સમયકાળ પણ એક નથી. એકની વાર્તા લંડનમાં 1975ની છે, બીજાની મુંબઈમાં 1999ની અને ત્રીજા ડેવિડની વાર્તા 2010માં ગોવાની છે. પ્રથમ ડેવિડની ઉંમર 30 વર્ષ ચે અને તે ઇકબાલ ઘાની માટે કામ કરે છે. ઇકબાલ એક માફિયા ડૉન છે કે જેનું રૅકેટ અનેક એશિયન દેશોમાં ફેલાયેલું છે. તેની સાથે જોડાયા બાદ ડેવિડના જીવનમાં અનેક ફેરફાર આવે છે. બીજો ડેવિડ 1999માં મુંબઈમાં એક ખ્રિસ્તી પરિવારનો છે અને તેની વય 19 વર્ષ છે. તે એક મ્યુઝિશિયન છે, પરંતુ તેનો પરિવાર રાજકારણનો ભોગ બની જાય છે. ત્રીજો ડેવિડ 40 વર્ષનો છે અને ગોવા ખાતે રહે છે. તે એક માછીમાર છે અને બહેરી-મૂંગી રોમાને પ્રેમ કરે છે, પરંતુ રોમાના લગ્ન પીટર સાથે નક્કી થતા તે હેરાન થઈ જાય છે.

સમીક્ષા : ત્રણ જુદા-જુદા ભાગોમાં દર્શાવાયેલી ફિલ્મ ડેવિડમાં 70 અને 80ના દશકાઓ સાથે વર્તમાન પરિપ્રેક્ષ્યમાં લોકોને દર્શાવાયાં છે. ફિલ્મનો કૉન્સેપ્ટ સારો હતો, પરંતુ બરાબર ફિલ્માંકન ન કરી શકાયું. ફિલ્મ ખૂબ થાકેલી લાગે છે. અહીં સુધી કે અનેક જગ્યાએ આપને ઉંઘ પણ આવી શકે છે. આ ફિલ્મમાં વિક્રમ અને ઈશા શરવાનીનો ભાગ તો ખૂબ જ ખરાબ છે. ગોવાની વાર્તાનું તો કોઈ કનેક્શન જ નથી ફિલ્મ સાથે. સરવાળે ફિલ્મ કોઈ પણ ખૂણેથી દર્શકોને પોતાના તરફ ખેંચવામાં સફળ થઈ શકી નથી.

અભિનય : નીલ નિતિન મુકેશનો અભિનય કેટલાંક અંશે ઠીકઠાક છે, તો ઈશાની એક્ટિંગ સારી રહી. મુકેશ અને વિનય થોડાં ઘણાં ઠીક-ઠાક કહી શકાય. બાકીનાની એક્ટિંગ ખાસ અસર નથી છોડતી. હા, રોહિણી હટંગડીની એક્ટિંગ બેજોડ છે. એક થિયેટર આર્ટિસ્ટ અને ઘડાયેલ કલાકાર હોવાના પગલે તેમની સાથે કોઈ મુકાબલો ન કરી શક્યો. સૌંદર્યની બાબતમાં ઈશા અને મોનિકા ડોગરા ખૂબ આકર્ષક લાગ્યાં છે.

સાર : સરવાળે જો આપ અમને પૂછો કે ફિલ્મ જોવા જવાય? તો અમારો જવાબ નકારમાં હશે, કારણ કે અંધકારમય સિનેમા ઘરમાં કંટાળાજનક પળો વિતાવવી માત્ર પૈસાની બરબાદી સિવાય કંઈ જ નથી.

English summary
Bollywood's one of the most innovative filmmakers Bejoy Nambiar is back with his latest offering David with star cast Neil Nitin Mukesh, Vikram, Isha Sharvani, Tabu. Read its review.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X