For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિવ્યૂ : કમલ, કલમ અને કમાલનો સંગમ છે વિશ્વરૂપ

|
Google Oneindia Gujarati News

ફિલ્મ - વિશ્વરૂપ
કલાકાર - કમલ હસન, રાહુલ બોસ, પૂજા કુમાર, ઉપેન્દ્ર શેખર, મનીષ તિવારી, શેખર કપૂર
દિગ્દર્શક - કમલ હસન
નિર્માતા - રાજકમલ ફિલ્મ ઇન્ટરનેશનલ, ચંદ્રા હસન, કમલ હસન
સંગીત - શંકર-અહેસાન-લૉય
ગીત - કમલ હસન (તામિળ), જાવેદ અખ્તર (હિન્દી)

સમીક્ષા - ભલે વિશ્વરૂપ ફિલ્મ અંગે સમગ્ર ભારતમાં હોબાળો મચ્યો હો, પરંતુ ફિલ્મની વાર્તા બહેતરીન છે. તેમાં ઉમ્દા અભિનય કર્યો છે કમલ હને. ફિલ્મ જોઈને ફરી એક વાર આ જ શબ્દ નિકળશે કે કમલ હસન જેવો કોઈ નથી. ફિલ્મની અંદર તેમની જે એનર્જી છે કે જે જોઈને આપને ક્યાંય નહીં લાગે કે આપ 58 વર્ષીય હીરોની ફિલ્મ જોઈ રહ્યાં છો. ફિલ્મ ખૂબ જ સુંદર રીતે લખાઈ છે કે જેનો સમગ્ર શ્રેય કમલ હસનને જાય છે.

Kamal Hassan

ફિલ્મનું એક-એક દૃશ્ય કમલની કલમ અને અભિનયથી સજેલું છે. ફિલ્મમાં કલમ હસન ડબલ રોલમાં છે કે જેને ખૂબ જ સુંદર અંદાજમાં દિગ્દર્શિત કરાયું છે. ફિલ્મના ટેક્નિકલ તથા એનિમેશન ભાગો પણ કમાલનાં છે. ફિલ્મનું સંગીત, સંવાદ અને કલાકારોનો અભિનય બધુ એકદમ કમાલ છે.

વિશ્વરૂપ ફિલ્મમાં પૂજા કુમારે પણ સારો રોલ કર્યો છે. ફિલ્મ પૂર્ણત્વે કમલ હસનની છે, પરંતુ છતાં પૂજા પોતાની છાપ છોડે છે. રાહુલ બોસનું પણ કામ સારૂં છે. તેમણે પોતાના પાત્ર સાથે ન્યાય કર્યો છે. આતંકવાદ ઉપર છેલ્લા ઘણા વર્ષોમાં આ પ્રકારની સારી ફિલ્મ નથી બની કે જે દિલોદિમાગ ઉપર દસ્તક આપે. એમ કહેવું ખોટુ નથી કે ફિલ્મ વિશ્વરૂપ પૂર્ણત્વે કમલ હસનની ફિલ્મ છે કે જેમાં કલમ અને કમલે કમાલ કરી છે.

વાર્તા - ફિલ્મની વાર્તા ભરતનાટ્યમ શિક્ષક વિશ્વનાથ (કમલ હસન) અને તેની પત્ની ડૉ. નિરૂપમા (પૂજા કુમાર)ની આજુબાજુ ફરે છે. નિરૂપમા પોતાના પતિથી સંતુષ્ટ નથી, કારણ કે તેના પતિને શારીરિક સંબંધોમાં રસ નથી અને તે બાપ પણ નથી બની શકતો. તેના જીવનમાં માત્ર સંગીત જ છે. વિશ્વનાથની સંગીત પ્રત્યેની ઘેલછામાં ઉપેક્ષિત નિરૂપમા પોતાના બૉસ પ્રત્યે આકર્ષાય છે. અચાનક નિરૂપમા અને તેનો બૉસ આતંકવાદી ઉમર (રાહુલ બોસ)ના ચુંગલમાં ફસાઈ જાય છે. ઉમર નિરૂપમાના શહેરના બૉમ્બથી ઉડાડવા માંગે છે. ત્યારે જ અચાનક નિરૂપમાને પોતાના પતિ વિશ્વનાથનો ચહેરો દેખાઈ આવે છે. નરસાઈ ઉપર સારાઈનો વિજય થાય છે અને વિશ્વનાથ ઘનઘોર આતંકમાંથી પોતાના શહેર અને પોતાની પત્નીને બચાવી લે છે.

English summary
According to Some Popular Website, Kamal Haasan's Vishwaroopam is Great Film on Terrorism.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X