For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિવ્યૂ : રાજધાની એક્સપ્રેસ નહીં, પૅસેંજર કહો ભાઈ...

|
Google Oneindia Gujarati News

ફિલ્મ : રાજધાની એક્સપ્રેસ
દિગ્દર્શક : અશોક કોહલી
કલાકાર : લિએન્ડર પેસ, પ્રિયાંશુ ચૅટર્જી, સુધાંશુ પાન્ડે, પૂજા બોઝ, જિમી શેરગિલ, ગુલશન ગ્રોવર, મુકેશ

સમીક્ષા : કહે છે ને કે અભિનય દરેકના વશની વાત નથી. આમ જ થયું ટેનિસ ખેલાડી લિએન્ડર પેસ સાથે. જાહેરાતોની વાત અલગ છે. ત્યાં થોડીક સેકેંડની વાત હોય છે, પરંતુ ફિલ્મ તો ત્રણ કલાકની હોય છે અને તેમાં લિએન્ડર પેસ ખરાબ રીતે નિષ્ફળ રહ્યાં છે. દિગ્દર્શક અશોક કોહલી પોતાની ફિલ્મ રાજધાની એક્સપ્રેસમાં બતાવવા શું માંગે છે, તે કદાચ તેમને પણ ખબર નથી. જૂની ટેલીફિલ્મની જેમ રાજધાની એક્સપ્રેસ પણ પૅસેંજર ટ્રેન જ સાબિત થઈ કે જેમાં નથી પેસ, નથી પ્રિયાંશુ ચૅટર્જી અને નથી જિમી શેરગિલે કોઈ કમાલ કર્યો. ફિલ્મ પૂર્ણત્વે બકવાસ છે, કારણ કે વાર્તા જેવું કોઈ શબ્દ ફિલ્મ દેખાતું જ નથી. પેસ તો ચાલો શિખાઉ હતા, પરંતુ પ્રિયાંશુ અને જિમીને શું થઈ ગયું, તે સમજાતું નથી.

Rajdhani Express

અભિનેત્રી પૂજા બોઝને તો નથી સારી રીતે ડાયલૉગ બોલતાં આવડતું અને નથી એક્સપોઝ થતા આવડતું. તેમણે હજુ ઘણી મહેનતની જરૂર છે. ફિલ્મની વાર્તા ખરાબ રીતે ભટકાઈ ગયેલ લાગે છે. સંગીત પણ બેકાર જ છે. સરવાળે કહી શકાય કે રાજધાની એક્સપ્રેસ ફિલ્મ એક્સપ્રેસ નહીં, પણ પૅસેંજર છે કે જેમાં કોઈ મફતમાં પણ મુસાફરી કરવાનું નહીં ઇચ્છે.

વાર્તા : ફિલ્મની વાર્તા શરૂ થાય છે ટ્રેનના ફર્સ્ટ ક્લાસ કોચથી કે જેમાં ત્રણ મુસાફરોની મુલાકાત એક આયટમ ગર્લ સાથે થાય છે. આ ત્રણે મુસાફરોમાં એક ફૅશન ડિઝાઇન, એક લેખક અને એક ક્રિમિનલ છે, જ્યારે આયટમ ગર્લ એક ગઢાયેલી ચબરાક મહિલા છે કે જે મુસાફરી દરમિયાન જ ગુન્ડાઓને પટાવી લે છે. આ જ રસપ્રદ મુસાફરીને ફિલ્મમાં દર્શાવાઈ છે કે જે પૂર્ણત્વે બોરિંગ થઈ ગયું છે.

English summary
Rajdhani Express movie is an Indian socio-political thriller but it is very bad film said Audince.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X