• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Super Nani Review : રેખાએ તો ‘નાની’ને પણ ‘મોટી’ બનાવી દીધી!

|

નાનીનું નામ પડતા જ ચશ્મા અને સફેદ વાળ ધરાવતી સ્ત્રી આંખોની સામે ઉપસી આવે છે, પરંતુ સુપર નાની જોયા બાદ એવું નહીં બને. રેખાએ નાનીનો અર્થ જ બદલી નાંખ્યો છે અને તે પણ બહેતરીન રીતે. દર્શકોને સુપર નાનીનો ગ્લૅમરસ અવતાર ખૂબ જ ગમશે. આ સુપર નાની ટ્રેડિશનલ નાનીની જેમ વાર્તાઓ નથી સંભળાવતી, પણ મૉડર્ન નાની બની ફૅશન ટિપ્સ પણ આપે છે.

ઇંદ્ર કુમાર દિગ્દર્શિત સુપર નાની ફિલ્મ આજે થિયેટરોમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મમાં ટાઇટલ રોલ રેખા કરી રહ્યા છે. ફિલ્મના અન્ય કલાકારોમાં શરમન જોશી, શ્વેતા કુમાર, અનુપમ ખેર તથા રણધીર કપૂર પણ મહત્વના પાત્રો ભજવી રહ્યાં છે. સુપર નાની ફિલ્મ 24મી ઑક્ટોબરે રિલીઝ થવાની હતી, પરંતુ શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણે અભિનીત હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મની રિલીઝના પગલે સુપર નાનીનું રિલીઝિંગ એક અઠવાડિયા ટાળવામાં આવ્યુ હતું.

વાર્તા : ભારતી ભાટિયા (રેખા)ની કહાણી છે સુપર નાની. ભારતી હંમેશા પોતાના પરિવારની સારસંભાળમાં વ્યસ્ત રહે છે, જ્યારે તેના પરિવારવાળાઓને તેની કોઈ કિંમત નથી. વાર્તામાં ટ્વિસ્ટ ત્યારે આવે છે કે જ્યારે ભારતીનો એનઆરઆઈ દોહિત્ર મનોરથ (શરમન જોશી) નાનીને મળવા ભારત આવે છે. મનોરથ પ્રોફેશનલ ફોટોગ્રાફર છે. તે નાનીમાં પરિવર્તન લાવવાનું નક્કી કરે છે. તે નાની વિચારસરણી બદલવા માંગે છે. મનોરથ નાનીનું ફોટોશૂટ કરાવી એડ એજંસીઓને વિતરિત કરે છે. પછી તો ભારતીને જૉબ ઑફર્સ મળે છે અને તે ધનવાન બની જાય છે. ધીમે-ધીમે પરિવારજનોની માનસિકતા બદલાય છે અને તેઓ ભારતીને મહત્વ આપવા લાગે છે.

રેખાએ પોતાનું પાત્ર શાનદાર રીતે ભજવ્યું છે. પોતાની ફિટનેસના પગલે તેઓ આ રોલમાં જામે છે. રણધીર કપૂરનું પાત્ર એવરેજ છે. શરમન સારા હીરો છે. શ્વેતા કુમારે પણ ઠીકઠાક કામ કર્યુ છે. ઇંદ્ર કુમારે લાંબા સમય બાદ એક સારી ફિલ્મ આપવાની કોશિશ કરી છે. જોકે તેઓ પૂરી રીતે સફળ નથી થયાં. રેખાના સૌંદર્યને પડદે ઉતારવાની સાથે જ કહાણી પર બાંધનારી છે. કેટલીક જગ્યાએ ફિલ્મ ઢીલી પડે છે. સુપર નાની વડે સારો સંદેશ આપવાનો પ્રયત્ન થયો છે. ફિલ્મની સૌથી મોટી ખાસિયત છે તેનું લાઇટ હોવું. રેખા એજ યુઝુ્અલ અને ક્યૂટ છે. શોર-હંગામો, ચોરી અને એક્શનના ધૂમ-ધડાકા ધરાવતી ફિલ્મો વચ્ચે સુપર નાની દિલ અને દિમાગને રાહત આપી જાય તેવી ફિલ્મ છે.

ચાલો તસવીરો સાથે કરીએ સુપર નાનીનું રિવ્યૂ :

નંબર વન રેખા

નંબર વન રેખા

રેખાએ સુપર નાની ફિલ્મ દ્વારા ફરી એક વાર સાબિત કરી આપ્યું કે તેઓ આ ઉંમરે પણ નંબર વન છે.

શરમન-રેખા

શરમન-રેખા

સુપર નાનીની વાર્તા મુજબ એનઆરઆઈ દોહિત્ર તેની નાનીમાં પરિવર્તન લાવે છે અને તેને તેની યોગ્યતાનો અહેસાસ કરાવે છે.

રણધીર કપૂર

રણધીર કપૂર

ફિલ્મમાં રણધીર કપૂરના કેટલાક સીન્સ છે કે જે તેમણે ખૂબીપૂર્વક ભજવ્યા છે.

સુંદર રેખા

સુંદર રેખા

શું તેઓ સ્ટનિંગ નથી લાગતાં? સુપર નાની તેમની રેખા સ્પેશિયલ છે.

નાનીને શીખવડાતો દોહિત્ર

નાનીને શીખવડાતો દોહિત્ર

દોહિત્ર શરમન નાની રેખાને કૉમ્પ્યુટર શીખવાડી રહ્યો છે.

પોઝ આપતાં રેખા

પોઝ આપતાં રેખા

રેખા ઉપેક્ષિત મહિલા તરીકે પોઝ આપે છે અને શરમન તરત જ રેખાને કૅમેરે કેદ કરી લે છે.

ઇંદ્ર કુમાર

ઇંદ્ર કુમાર

સુપર નાનીના દિગ્દર્શક ઇંદ્ર કુમાર સાથે રેખા.

જરૂર જુઓ કલરફુલ રંગ રસિયા

જરૂર જુઓ કલરફુલ રંગ રસિયા

PICS : એક નજર રંગ રસિયાના Colourful પોસ્ટર્સ પર...

English summary
A preachy and mawkish drama about a woman neglected, scorned and tormented by her own oafish family, Super Nani makes its pro-womens empowerment statement with the finesse of a bulldozer run amok.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X