• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Review: બીજાનું જીવન ચોરતા-2 પોતે ચોરાઇ ગયા 'રૉય'

|

આપણને બીજાઓનું જીવન ચોરીને જીવવાની આદત છે, અને હું તો છું જ ચોર. રણવીર કપૂરના આ ડાયલોગ ફિલ્મમાં તેમના અભિનયને પણ જાહેર કરે છે. તેઓ આખો સમય અભિનયથી પોતાનું મોઢું ફેરવતા દેખાયા. રૉય ફિલ્મમાં અર્જુન કપૂર, જૈકલીન ફર્નાંડીઝ અને રણબીર કપૂર જેવા દિગ્ગજો હાજર છે પરંતુ આટલા શાનદાર કલાકારો હોવા છતા રૉય ફિલ્મમાં કંઇ ખાસ નથી જેનાથી દર્શક ફિલ્મના વખાણ કરતા બહાર આવે.

જોકે આપને જણાવી દઇએ કે ફિલ્મા રૉયની ભૂમિકા ગણાવવું જ યોગ્ય રહેશે. વાર્તા શરૂ થાય છે કબીર ગ્રેવલ એટલે કે અર્જુન રામપાલથી, જે એક ફિલ્મ મેકર છે અને આયેશા (જેકલીન) જે તેમની પ્રેરણા છે. કબીર આયેશાને પોતાની પ્રેરણા માનીને પોતાની ફિલ્મની વાર્તા લખે છે. આની વચ્ચે બંને એક બીજાની સાથે સમય પસાર કરે છે, જ્યારે આયેશાને કબીર સાથે પ્રેમ થઇ જાય છે. પરંતુ જ્યારે આયેશાને ખબર પડે છે કે કબીર તેને માત્ર તેની ફિલ્મની વાર્તા માટે ઉપયોગ કરે છે તો તે તેને છોડીને જતી રહે છે.

ટિયા અને રોય (રણબીર કપૂર)ની ફિલ્મ ગન પાર્ટ 3ના કલાકારો છે જેમની જિંદગી કબીર અને આયેશાની જિંદગીથી જ પ્રેરિત છે. હવે આયેશા અને કબીરનું શું થાય છે અને ટિયા અને રૉયની શું છે કહાની તે જાણવા માટે જુઓ રૉય.

રૉય એક કોમિક બુકની જેમ લાગે છે, જેમાં એક ચોર ખૂબ સ્ટાઇલિશ, હેંડસમ, અને ચાલાક છે. જેની પાછળ જાણીતા ડિટેક્ટિવ પડ્યા છે. તે એટલો ચાલાક છે કે તે પોતાના અંગેની જાણકારી ડિટેક્ટિવને આપે પણ છે અને પોતાને છોડાવી પણ લે છે. ફિલ્મનો બેસ્ટ પાર્ટ એ છે તેની લોકેશન જે ખૂબ જ સુંદર છે, જેની અસલી મજા આવશે થિયેટરમાં જ.

રૉયનો રિવ્યૂ વાંચો તસવીરોમાં...

અભિનય-રણબીર કપૂર

અભિનય-રણબીર કપૂર

રણબીર કપૂર રૉય ફિલ્મનો એક મહત્વનો ભાગ છે. પરંતુ તે ફિલ્મના અસલી કિરદાર એટલે કે કબીર ગ્રેવાલના વિચારથી જ ઉત્પન્ન થયેલ છે અને તેના વિચાર અનુસાર પોતાનું દરેક પગલું ભરે છે. આ ભૂમિકામાં રણવીર એટલા ખોવાઇ ગયા હતા કે તેઓ ફિલ્મમાં એક અભિનેતા તરીકે પોતાનું ઇનપુટ આપવાનું જ ભૂલી ગયા. એવું લાગ્યું કે અર્જુન જેવું વિચારી રહ્યા છે રણવીર ટોય એટલે કે રમકડાની જેમ એવું કરી રહ્યા છે. ના કોઇ ઇમોશન ના કોઇ હાવ-ભાવ.

અર્જુન રામપાલ

અર્જુન રામપાલ

અર્જુન રામપાલે ફિલ્મમાં મહત્વનું ભૂમિકા ભજવી છે. તેના કેરેક્ટરનું નામ છે કબીર ગ્રેવાલ. અર્જુને સંપૂર્ણ કોશીશ કરી છે કે નિર્દેશકના કિરદારની સાથે તેઓ સંપૂર્ણ ન્યાય કરી શકે પરંતુ કેટલીંક જગ્યાએ તેમના અભિનયમાં કોમીકપણું લાગ્યું.

જેકલીન ફર્નાંડીઝ

જેકલીન ફર્નાંડીઝ

જેકલીનની સુંદરતા રૉય ફિલ્મનો એક મહત્વનો ભાગ છે. અભિનયની વાત કરીએ તો જેકલીને બે ભૂમિકાની સાથે સંપૂર્ણ તાલમેલ બેસાડવાની કોશીશ કરી છે. જોકે તેમના ડાંસ મૂવ્સ અને રણબીર કપૂરની સાથે કેટલાંક સીન્સ પ્રશંસનીય છે.

નિર્દેશન

નિર્દેશન

રૉય ફિલ્મના નિર્દેશનમાં ખૂબ જ ઉણપ હતી. જોકે રૉય જેવી ફિલ્મ બનાવવી પણ એટલી સરળ વાત નથી. તેના માટે વિક્રમાજીત સિંહને ખૂબ જ બધી શુભેચ્છા. અને ફિલ્મમાં ઊણપ તો હંમેશા રહે છે. પરંતુ રૉય ફિલ્મની ગતિ એટલી ધીમી હતી કે લગભગ ઇંટરવલ સુધી દર્શકો કંટાળી જાય.

સંગીત

સંગીત

રૉયનો બેસ્ટ પાર્ટ છે ફિલ્મનું સંગીત. ચિટ્ટિયા કલાઇયા, સૂરજ ડૂબા હે યારો જેવા ડાંસિંગ નંબર, તૂ હે કી નહીં જેવા રોમાંટિંક અને સોફ્ટ નંબર ફિલ્મનો જીવ છે. ખાસ કરીને મોટા પરદા પર આ ગીતોને જોવાની મજા જ કંઇક ઓર છે.

જોવી કે નહીં

જોવી કે નહીં

રણવીર કપૂર, જેકલીન ફર્નાંડિઝ અને અર્જુન રામપાલ, બોલીવુડના આટલા મોટા અને જાણીતા ચહેરા જેના લાખો ફેન્સ છે, તેઓ તેમની ફિલ્મ ચોક્કસ જોશે. પરંતુ આ વેલેન્ટાઇન ડે પર રૉય કંઇ ખાસ મજા નહીં કરાવી શકે. ફિલ્મ ખૂબ જ સ્લો છે અને કંફ્યૂઝનિંગ છે, જો આપ આના વેલેન્ટાઇનની સાથે જશો તો ફિલ્મમાં દિમાગ લગાવીને થાકી જશો કે પછી રોમાંસ પણ ફિક્કું પડી જશે.

અમિતાભ-ધનુષની શમિતાભનો ફિલ્મ રિવ્યૂ

અમિતાભ-ધનુષની શમિતાભનો ફિલ્મ રિવ્યૂ

વાંચવા ક્લિક કરો...વાંચવા ક્લિક કરો...

English summary
Ranbir Kapoor, Arjun Rampal and Jacqueline Fernandez starer Roy movie releasing today on box office. Here read the review of the film.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X