#FilmReview: તાપસી પન્નુની 'રનિંગ શાદી' પાસ કે ફેલ?
સ્ટારકાસ્ટ - તાપસી પન્નુ, અમિત સાધ, અર્શ બાજવા
ડિરેક્ટર - અમિત રોય
લેખક - નવજોત ગુલાટી, અમિત રોય
પ્રોડ્યૂસર - સુજીત સરકાર, Crouching Tiger Motion Picures
ખૂબી - પરફોમન્સ
ખામી - આ ફિલ્મ બેન્ડ બાજા બારાત અને જબ વી મેટનું મિશ્રણ જેવી લાગશે
બ્રેક ક્યારે લેશો? - ઇન્ટરવલમાં
કેટલા સ્ટાર? - 2.5
પ્લોટઃ ભરોસો(અમિત સાધ) બિહારનો છે, અમૃતસરમાં બ્રાઇડલ વેર સ્ટોરમાં કામ કરે છે અને માલિકની પુત્રી નિમ્મી(તાપસી પન્નૂ)ને પ્રેમ કરે છે. પરંતુ નિમ્મી શરમાળ હોવાથી ભરોસેને ઇગ્નોર કરે છે. નિમ્મીના આવા વ્વહારથી ખિજાઇને ભરોસે નોકરી છોડી દે છે. બેરોજગાર ભરોસે એક એવી વેબસાઇટ બનાવવાનું વિચારે છે જે લવરને ભાગવામાં મદદ કરે. તે પોતાના મિત્ર સાઇબરજીત(અર્શ બાજવા) સાથે મળીને આ આઇડિયા પર કામ શરૂ કરે છે. બધું બરાબર ચાલી રહ્યું હોય છે, એવામાં એક દિવસ નિમ્મી ભરોસેની મદદ માંગવા આવે છે, તે પોતાના પ્રેમી સેન્ટિ સાથે ભાગવા માંગે છે. શું ભરોસેને પોતાનો પ્રેમ પાછો મળશે?
ફિલ્મની વાર્તા ઇન્ટરવલ પછી વધુ રસપ્રદ બની જાય છે, લગ્નના કોનસેપ્ટને ખૂબ હળવા અંદાજમાં રજૂ કરવામાં આવ્યો છે. ફિલ્મ તમને બેન્ડ બાજા બારાત અને જબ વી મેટની યાદ અપાવશે. તાપસી પન્નૂની એક્ટિંગ શાનદાર છે, અમિત સાધ પણ એક સારુ પરફોમન્સ આપવામાં સફળ રહ્યો છે.
અહીં વાંચો - 'અજય દેવગણથી લઇને હૃતિક રોશન સુધી..મારી પાછળ પડ્યાં છે..'
ફિલ્મનું એડિટિંગ વધુ સારુ થઇ શક્યું હોત, ફિલ્મ જરૂર કરતાં વધારે લાંબી લાગે છે. મ્યૂઝિક પણ ખાસ મજેદાર નથી. ઓવરઓલ ફિલ્મ સારી અને એકવાર જોઇ શકાય એવી છે.