For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Review: આ ફિલ્મ જોઇ સચિનના પ્રેમમાં ન પડો તો જ નવાઇ!

જાણો સચિન અ બિલિયન ડ્રીમ્સને કેટલા સ્ટાર મળ્યા? આ ફિલ્મનો રિવ્યૂ અને પ્લોટ વાંચો અહીં..

|
Google Oneindia Gujarati News

ફિલ્મ - સચિન અ બિલિયન ડ્રીમ્સ

કાસ્ટ - સચિન તેંડુલકર, અર્જુન તેંડુલકર

ડાયરેક્ટર - જેમ્સ અર્સ્કિન

પ્રોડ્યૂસર - રવિ ભાગચંદકા, કાર્નિવલ મોશનલ પિક્ચર

પ્લસ પોઇન્ટ - ડાયરેક્શન, એડિટિંગ, રેર ફૂટેજ

નેગેટિવ પોઇન્ટ - ટી20 અને આઇપીએલ જોવા આવેલ દર્શકોની ભીડને જોવા ટેવાયેલા લોકો સચિન તેંડુલકરને જોવા આવનાર ખતરનાક ભીડ અને તેમની ભાવનાઓને કદાચ જ સમજી શકે.

સ્ટાર - 4

સચિનઃ અ બિલિયન ડ્રીમ્સ

સચિનઃ અ બિલિયન ડ્રીમ્સ

"મારા પપ્પા મને હંમેશા કહેતા તારે જીવનમાં ક્રિકેટ સાથે જોડાવાનું છે, આ એક વાત છે...પરંતુ જીવનના અંતિમ સમય સુધી જે વાત તારી સાથે રહેશે તે એ કે તમે કેવા વ્યક્તિ છો." સચિન તેંડુલકર પોતાના પિતાએ તેમને આપેલ આ સલાહ પોતાના અવાજમાં કહે છે અને દર્શકોને તરત જ અનુભવાશે કે તેમણે પોતાના પિતાની સલાહ શબ્દશઃ પાળી છે. આથી જ તેઓ આટલા બધા લોકોનો પ્રેરણસ્ત્રોત બનવામાં સફળ થયા છે.

પ્લોટ

પ્લોટ

ફિલ્મની શરૂઆત એક નટખટ અને પોતાના મિત્રોને હેરાન કરતા નાના બાળક(સચિન તેંડુલકર)થી થાય છે. નાનકડા સચિનને પોતાના મિત્રોના ટાયર પંક્ચર કરવાની, તેમને ખાડામાં પાડી દેવાની ખૂબ મજા પડતી. વર્ષ 1983ના વર્લ્ડ કપ બાદ સચિનની એકની એક બહેન તેને બેટ ભેટમાં આપે છે અને નાનકડા સચિનની આંખમાં તેનું ક્રિકેટર બનવાનું સપનું ઝગમગી ઉઠે છે. સચિન એ બિલિયન ડ્રીમ્સ એક મિડલ ક્લાસ યુવકના પોતાનું સપનું પૂરું કરવાના વારંવાર કરવામાં આવેલ પ્રયાસો, આશા અને ઇચ્છાશક્તિની વાર્તા છે. સચિનના પેરેન્ટ્સ, ભાઇ અજિત તેંડુલકર, કોચ રમાકાંત આચરેકર અને પત્ની અંજલિનું તેમના જીવન અને કરિયરમાં કેટલું મહત્વપૂર્ણ યોગદાન છે, ક્રિકેટના ભગવાન બનવામાં આ લોકો તેમને કઇ રીતે મદદરૂપ થયા છે એ તમે અહીં જાણી શકશો.

સચિન-અંજલિની લવસ્ટોરી

સચિન-અંજલિની લવસ્ટોરી

ફિલ્મમાં તમને સચિન-અંજલિની લવ સ્ટોરી પણ જોવા મળશે. સચિનના જીવનની યાદગાર ક્ષણો; જ્યારે તેમણે પોતાની ગર્લફ્રેન્ડ અંજલિને પોતાના પેરેન્ટસને લગ્ન અંગે વાત કરવા જણાવ્યું હતું, જ્યારે નાકમાંથી લોહી વહી રહ્યું હોવા છતાં તેમણે મેદાન પર રમવાનું ચાલુ રાખ્યું હતું, ક્રિકેટમાંથી સંન્યાસ લેતા પહેલાનું તેમનું છેલ્લું ભાષણ વગેરે તમામ પ્રસંગો ફિલ્મમાં ફરી તાજા થાય છે. જ્યારે લોકો તમારી આલોચના કરે ત્યારે તેને આભુષણની જેમ કઇ રીતે સ્વીકારવી, આ વાત સચિને પોતાના જીવનમાં કઇ રીતે શીખી અને અપનાવી એ તમે આ ફિલ્મમાં જોઇ શકશો.

ડાયરેક્શન, એડિટિંગ, ટેક્નિકલ પક્ષ અને મ્યૂઝિક

ડાયરેક્શન, એડિટિંગ, ટેક્નિકલ પક્ષ અને મ્યૂઝિક

આ એક ડોક્યૂમેન્ટ ડ્રામા છે, ડાયરેક્શન શાનદાર હોવાથી તમે એક સેકન્ડ માટે પણ સ્ક્રિન પરથી તમારી નજર નહીં ખસેડી શકો. ડાયરેક્ટરે સચિનના ક્રિકેટ કરિયર અને ભારતમાં ક્રિકેટનો ક્રેઝ આ બંન્ને પાસાઓને ખૂબ સરસ ફિલ્મમાં જોડ્યા છે. અવધેશ મોહલાનું એડિટિંગ ખૂબ શાનદાર છે, તથ્યોને ખૂબ સુંદર રીતે રજૂ કરાયા છે. ફિલ્મમાં ઘણા રિયલ વિઝ્યુઅલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે આ ફિલ્મની સૌથી ખાસ અને શાનદાર વાત છે. એ.આર.રહેમાનનું મ્યૂઝિક ખૂબ સુંદર છે અને તે ફિલ્મના નેરેશનનો જ એક ભાગ છે. વાર્તા અને મ્યૂઝિક ફિલ્મમાં એકબીજા સાથે ભળી ગયાં છે.

ફિલ્મ જોવી કે નહીં?

ફિલ્મ જોવી કે નહીં?

સચિન તેંડુલકરના ફેન હોવ તો આ ફિલ્મ બિલકુલ મિસ ન કરાય. તમે સચિનના ફેન ના હોવ તો પણ આ ફિલ્મ સાથે તુરંત ઇમોશનલી કનેક્ટક કરી શકશો. આ ફિલ્મ જોઇને ક્રિકેટના રસિયાઓ તમામ વર્તમાન ક્રિકેટર્સને ભૂલીને ફરી એકવાર સચિન તેંડુલકરના ફેન બની જશે.

English summary
Sachin a billion dreams movie review story plot and rating, Know how th movie is.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X