
દબંગ 3 ફિલ્મ રિવ્યુઃ ભરપૂર એક્શન, ભાઈનો શર્ટલેસ સીન, દમદાર વિલન...
"સુના હોગા આપને, અચ્છાઈ ઓર બુરાઈમે જીત અચ્છાઈ કી હોતી હે...ગલત સુના હે... જીત બુરાઈ કી હોતી હે ક્યોંકિ અચ્છે આદમીમે ઈસ લેવલકા કમીનાપન હોતા હી નહી..." બાલી અને ચુલબુલ પાંડે વચ્ચે આ રીતના સંવાદ ફિલ્મને દબંગ બનાવે છે. બંને અભિનેતા કોઈ જ્વાળામુખીની જેમ દેખાયા છે શક્તિશાળી. આ જોડીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવી શકતો હતો પરંતુ નથી કરવામાં આવ્યો. જેવુ નામ એવી જ ફિલ્મ, આખી દબંગઈથી ભરેલી. પહેલી સીનથી છેલ્લા સીન સુધી. પ્રભુદેવાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ એક મસાલા એન્ટરટેઈનર છે જે સંપૂર્ણપણે સલમાનના ફેન્સ માટે જ બનાવવામાં આવી છે.

ફિલ્મની કહાની
કહાની શરૂ થાય છે એક લગ્નથી જ્યાં લૂટેરાએ ધાડ પાડી દીધી છે અને બધા મહેમાનોને લૂંટીને ભાગી રહ્યા છે. એટલામાં એન્ટ્રી પડે છે ચુલબુલ પાંડે (સલમાન ખાન)ની, જે ગુંડાઓ સાથે એક લાંબી લડાઈ લડીને બધા ઘરેણા છોડાવે છે અને અમુક પૈસા સમાજ કાર્યમાં લગાવે છે. તે પોલિસવાળો ગુંડો છે પરંતુ દિલદાર છે. પત્ની રજ્જો (સોનાક્ષી), એક પુત્ર, ભાઈ મક્ખી (અરબાઝ ખાન) અને પિતા (પ્રમોદ ખન્ના) સાથે ઈન્સ્પેક્ટર ચુલબુલ પાંડે દબંગઈની જિંદગી ગુજારી જ રહ્યો હોય છે જ્યારે એક કેસને ઉકેલતા ઉકેલતા તેનો સામનો છોકરીઓનુ ટ્રાફિકિંગ કરનાર ખૂંખાર માફિયા સરદાર બાલી (કિચ્ચા સુદીપ) સાથે થાય છે. બાલી સાથે જ ચુલબુલ પાંડેની આંખો સામે તેનો ભૂતકાળ બતાવાય છે. એ ભૂતકાળ, જ્યાં ખુશી (સઈ માંજરેકર) છે, ચુલબુલની જિંદગીમાં અનહદ પ્રેમ છે. પરંતુ એ પ્રેમ વધુ વાર સુધી ટકી શકતો નથી કારણકે બાલીની ખરાબ નજર ખુશી પર છે અને તે ચુલબુલની જિંદગીને સંપૂર્ણપણે નષ્ટ કરી દે છે. બાલી એ નામ છે, જેના કારણે ચુલબુલ પાંડે દબંગ ઈન્સ્પેક્ટર ચુલબુલ પાંડે બની જાય છે. હવે એક વાર ફરીથી બંને સામસામે આવે છે. પરંતુ આ વખતે ચુલબુલના ઈરાદા વધુ મજબૂત છે. તે માત્ર પોતાના પરિવારની રક્ષા કરે છે એટલુ જ નહિ પરંતુ દેશ પ્રત્યે પોતાની ફરજ નિભાવવાની પણ કસમ ખાય છે. હવે ચુલબુલ પાંડે બાલીથી બદલો કેવી રીતે લેશે અને શું બાલી એક વાર ફરીથી પોતાના પરિવારને બચાવી શકશે? આ જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

અભિનય
કોઈ શંકા નથી કે રૉબિનહુડ ચુલબુલ પાંડેના રોલમાં સલમાન ખાન દમદાર છે. એક્શન, રોમાંસ હોય કે ઈમોશનલ સીન સલમાન ખાન પ્રભાવી દેખાય છે. તેમનો એક અલગ જ સ્વેગ છે, જે ચુલબુલ પાંડે પર ફિટ બેસે છે. વળી, બોલિવુડ મસાલા ફિલ્મોમાં વિલનનુ દમદાર હોવ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કિચ્ચા સુદીપ ફિલ્મ માટે પરફેક્ટ પસંદગી છે. ફિલ્મમાં તે દરેક દ્રશ્ય ઉભરીને આવ્યુ છે જ્યાં સલમાન અને સુદીપ સામસામે છે. પરંતુ અફસોસકે આવા દ્રશ્યો ખૂબ જ ઓછા છે. સોનાક્ષી સિન્હા અને સઈ માંજરેકર સ્ક્રીન પર સુંદર દેખાઈ રહ્યા છે. પરંતુ દબંગ ફ્રેન્ચાઈઝીની બાકીની ફિલ્મોની જેમ અહીં હીરોઈનને તેમની જગ્યા ઓછી મળી છે. અરબાઝ ખાને પોતાની ભૂમિકા મક્ખનચંદ પાંડે સાથે ન્યાય કર્યો છે જ્યારે સહ કલાકારોમાં કદાચ કોઈ ચહેરો તમને યાદ રહે.
આ પણ વાંચોઃ

નિર્દેશન
દિગ્દર્શક તરીકે પ્રભુદેવાની પોતાની એક સ્ટાઈલ છે અને તે દબંગ 3માં પણ સ્પષ્ટ દેખાય છે. તેમણે ફિલ્મમાં એ મસાલો નાખ્યો છે જે સલમાન ખાનના ફેન્સ પસંદ કરે છે - ભરપૂર એક્શન, થોડો રોમાંસ, થોડી થોડા સીટીમાર ડાયલૉગ્ઝ અને ભાઈનો શર્ટલેસ સીન. આમાં જ ફિલ્મ બની ગઈ 2 કલાક 42 મિનિટની. કહાનીના તાણાવાણા એટલા નબળા ગૂંથવામાં આવ્યા છે કે પહેલા હાફથી જ ફિલ્મ થાકવા લાગે છે. એક્શનથી ભરપૂર અમુક દ્રશ્ય સારા લાગ્યા છે પરંતુ ચુલબુલ પાંડેઅને તેમના સિપાહીઓ વચ્ચે મઝાના ડાયલૉગ્ઝ ઘણા ઓછા છે.

ટેકનિકલ પક્ષ
હીરો -વિલનની પરસ્પર દુશ્મની ઉપરાંત ફિલ્મમાં દહેજ, પાણી સંરક્ષણ, ચાઈલ્ડ ટ્રાફિકિંગ, રેપ જેવા મુદ્દાઓ પર પણ હળવી વાતો કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મની કહાની લખી છે સલમાન ખાને અને પટકથામાં તેમની મદદ કરી છે પ્રભુદેવા અને અલોક ઉપાધ્યાયે. રિતેશ સોની દ્વારા એડિટિંગ કરવામાં આવી છે કે જે ફિલ્મની સૌથી નબળી કડી છે. ફિલ્મને આરામથી 20-25 મિનિટ ઘટાડી શકાતી હતી જેનાથી કહાની થોડી મજબૂત અને બંધાયેલી લાગી શકતી હતી. મહેશ લિમાએની સિનેમેટોગ્રાફી સરેરાશ છે.

સંગીત
ફિલ્મમાં સંગીત આપ્યુ છે સાજિદ-વાજિદે. જેમને ખબર નથી તેમને જણાવી દઈએ કે દબંગ અને દબંગ 2માં પણ સાજિદ-વાજિદે જ સંગીત આપ્યુ હતુ કે જે ઘણુ ફેમસ રહ્યુ હતુ. બંને ફિલ્મોના ગીતો ચાર્ટબસ્ટર હતા. પરંતુ આ શ્રેણીમા દબંગ 3 થોડા નિરાશ કરે છે. ફિલ્મનુ એક ગીત પણ પ્રભાવિત નથી કરતુ અને ફિલ્મની લંબાઈ વધારવાનો દોષ પણ લાગે છે. બધા ગીતો જબરદસ્તી ગમે ત્યાં ઠૂસી દેવામાં આવ્યા છે.

જોવી કે ન જોવી
ફિલ્મ લાંબી હોવાના કારણે ક્યાંક ક્યાંક સહનશીલતાની પરીક્ષા કરે છે. પરંતુ જો દબંગ ફ્રેન્ચાઈઝી અને ચુલબુલ પાંડેના ફેન હોવ તો દબંગ 3 પણ તમને નિરાશ નહિ કરે. વનઈન્ડિયા તરફથી દબંગ 3ને 3 સ્ટાર.