રિવ્યૂ: શાહિદ આલિયાની શાનદાર જોડીને જાણો કેટલા સ્ટાર મળ્યા

Posted By:
Subscribe to Oneindia News

વિકાસ બહેલના નિર્દેશનમાં બનેલી ફિલ્મ શાનદાર આજે રિલિઝ થઇ ચૂકી છે. દર્શકો લાંબા સમયથી શાહિદ કપૂર અને આલિયા ભટ્ટની આ ક્યૂટ જોડીને જોવા માટે આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. ત્યારે મોટા પડદા પર છેવટે આ ફિલ્મ આવી જ ગઇ. ત્યારે શું આ ફિલ્મ વિકાસ બહેલ માટે બીજી ક્વીન સાબિત થશે કે કેમ તે તો બોક્સ ઓફિસ રિપોર્ટ જ બતાવશે.

શાનદારની સ્ટોરી એક ડેસ્ટિનેશન વેડિંગ પર આધારિત છે. જેમાં રોમાન્સ છે અને કોમેડી પણ. આ ફિલ્મમાં આલિયા (આલિયા ભટ્ટ) અને જગજિંદર જોગિંદર (શાહિદ કપૂર)ની પ્રેમકહાની બતાવામાં આવી છે. ત્યારે આ ફિલ્મને અમે કેમ 3.5 સ્ટાર આપ્યા છે. અને આ ફિલ્મમાં શું જોવા જેવું છે શું નહીં તે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

શાનદાર
  

શાનદાર

આ ફિલ્મની સ્ટોરીને નરેટ નસીરુદ્દીન શાહ કર્યું છે. આ સ્ટોરી ઇન્ડિયાના બે બિઝનેસ ઘરોની છે જે પોતાના બિઝનેસને સંબંધોમાં બાંધવા માટે ઇચ્છુક છે. અને તે માટે ડેસ્ટિનેશન વેડિંગ રૂપે તે યુરોપમાં લગ્ન કરે છે.

સ્ટોરી
  

સ્ટોરી

ઘરની દાદી મિસિસ કમલા અરોરા અરબોના બિઝનેસની માલિક છે. તેના ત્રણ પુત્રો છે. જેમાંથી એક છે બિપિન(પંકજ કપૂર). જેની દિકરી છે આલિયા ભટ્ટ. તેની પુત્રી લગ્ન Mr. Fandwaniના પુત્રથી. જે એક સિંધિ બિઝનેસમેન હોય છે અને તેમનો પરિવારને ખાલી સોનું (Gold)માં જ રસ હોય છે.

લવ સ્ટોરી
  

લવ સ્ટોરી

પણ આ બધાની વચ્ચે આલિયા અને જગજિંદર જોગિંદર (શાહિદ કપૂર) વચ્ચે પ્રેમ થઇ જાય છે. બન્ને એકબીજા તરફ આકર્ષિત થાય છે. પણ જ્યારે આલિયાના પિતાને આ વાતની ખબર પડે છે. ત્યારે આ લવ સ્ટોરી આવે છે મુશ્કેલીઓ...

એક્ટિંગ
  
 

એક્ટિંગ

એક્ટિંગ વાત કરીએ તો પંકજ કપૂરે શાનદાન એક્ટિંગ કરી છે. આલિયા અને શાહિદની કેમેસ્ટ્રી પણ સરસ છે. શાહિદ ફરી તેના કેરેક્ટરને સારી રીતે નીભાવ્યું છે. વળી આલિયા ખૂબ જ ક્યૂટ લાગે છે.

સંગીત
  

સંગીત

આ ફિલ્મના ગીતો સારા છે. દર્શકોને પણ તેના ગીતો પસંદ આવી રહ્યા છે.

હાઇલાઇટ
  

હાઇલાઇટ

આ ફિલ્મનું નિર્દેશન, સ્ક્રિપ્ટ અને ડાયલોગ ખૂબ જ મજબૂત છે. એટલે આ ફિલ્મ જોઇને તમે બોર તો નહીં જ થાવ.

કેમ દેખવું
  

કેમ દેખવું

દશેરાના દિવસે આ ફિલ્મ રિલિઝ થાય છે. રોમાન્સ અને કોમેડીથી ભરપૂર આ ફિલ્મ તમારું સારું એવી મનોરંજન કરશે. માટે જ અમે આ ફિલ્મને 3.5 સ્ટાર આપ્યા છે.

English summary
Shaandaar movie review in hindi starring Shahid Kapoor, Alia Bhatt and others. Film directed by Vikas Bahl.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.