અમિતાભ-ધનુષની શમિતાભનો ફિલ્મ રિવ્યૂ
Shamitabh Review-E-Fillum: અમિતાભ બચ્ચન અને ધુનષની ફિલ્મ શમિતાભ રિલીઝ થઇ છે. ફિલ્મ જોઇને જ્યારે આપ સિનેમાઘરોમાંથી બહાર નિકળશો તો આપના મોઢે ઘણા ડાયલોગ હશે. જેમાં આ ડાયલોગ પણ ચોક્કસ હશે કે 'પાણીને ચડવા માટે જોઇએ વિસ્કી...વિસ્કીને જરૂરત નથી કોઇની...' અમિતાભ બચ્ચનના આ ડાયલોગમાં જ શમિતાભ ફિલ્મનો સંપૂર્ણ સાર છૂપાયેલો છે. તો આપના માટે પ્રસ્તુત છે ઇશ્ક-એ-ફિલ્લમ...
સમજદારને ઇશારો પૂરતો છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચનની ભૂમિકાએ ખૂબ જ ઓછા સમયમાં પોતાનો જાદુ ચલાવી દીધો અને દર્શકોને પ્રભાવિત કરી દીધું. જ્યારે ધનુષ પોતાની બીજી ફિલ્મમાં પોતાના જાદુ યથાવત રાખવામાં નિષ્ફળ રહ્યા.
ફિલ્મની વાર્તા
ફિલ્મની વાર્તા દાનિષ(ધનુષ) અને અમિતાભ સિન્હાની આસપાસ ફરે છે. દાનિષ એક નાના શહેરનો છોકરો છે, જે બોબળો છે. પોતાની માતાના નિધન બાદ દાનિષ મુંબઇ શહેરમાં એક મોટો સ્ટાર બનવા માગે છે. અક્ષરા એક આસિસ્ટંટ ડાયરેક્ટર છે જે દાનિષના અંદરના એક સુપરસ્ટારની તમામ ક્વોલિટી જોઇ શકે છે. તેના સફળ બનવા સુધી એક એવી ટેકનોલોજીનો સહારો લે છે જેના દ્વારા દાનિષ પોતાની સામે બોલી રહેલા કોઇ વ્યક્તિના અવાજમાં બોલી શકે છે.
બાદમાં અક્ષરાની મુલાકાત અમિતાભ સિન્હ એટલે કે અમિતાભ બચ્ચન સાથે થાય છે જે એક દારૂડીયો છે. અક્ષરા અમિતાભ અને દાનિષને એકબીજા સાથે મેળવે છે અને અમિતાભની અવાજ દાનિષના મોઢાથી બોલાવીને તે દાનિષને સુપરસ્ટાર બનાવી દે છે. પરંતુ અમિતાભને દાનિષથી ઇર્ષ્યા થવા લાગે છે અને દાનિષ અને અમિતાભ પોતપોતાના અંહકારના પગલે અલગ થઇ જાય છે.
જોકે જ્યારે બંનેને એ અહેસાસ થાય છે કે એકબીજા વગર તેઓ કંઇ નથી તો તેઓ ફરી એક થઇ જાય છે. ફિલ્મ અંગે વધુ વિસ્તારથી વાંચો સ્લાઇડરમાં...

ફિલ્મની વાર્તા
ફિલ્મની વાર્તા દાનિષ(ધનુષ) અને અમિતાભ સિન્હાની આસપાસ ફરે છે. દાનિષ એક નાના શહેરનો છોકરો છે, જે બોબળો છે. પોતાની માતાના નિધન બાદ દાનિષ મુંબઇ શહેરમાં એક મોટો સ્ટાર બનવા માગે છે. અક્ષરા એક આસિસ્ટંટ ડાયરેક્ટર છે જે દાનિષના અંદરના એક સુપરસ્ટારની તમામ ક્વોલિટી જોઇ શકે છે. તેના સફળ બનવા સુધી એક એવી ટેકનોલોજીનો સહારો લે છે જેના દ્વારા દાનિષ પોતાની સામે બોલી રહેલા કોઇ વ્યક્તિના અવાજમાં બોલી શકે છે.

વાર્તા
શમિતાભની વાર્તા ખૂબ જ અલગ અને મનોરંજક છે, આટલા અલગ અલગ વિષયને લઇને ફિલ્મ બનાવવાનું સાહસ સિને જગતના કેટલાંક જ નિર્દેશક કરી શકે છે, જેમાં આર વાલ્કી એક છે. આની પહેલા પણ તેમણે પા અને ચીની કમ હે જેવી જુદા જ પ્રકારની ફિલ્મો બનાવી હતી.

નિર્દેશક
આર બાલ્કીનો અમિતાભ બચ્ચન પ્રેમ શમિતાભમાં સંપૂર્ણ રીતે દેખાય છે. અમિતાભ બચ્ચનનું કેરેક્ટર અને તેમની અંદરના શાનદાર અભિનેતાને સિલ્વર સ્ક્રીન પર બતાવવા બાલ્કીએ તનતોડ મહેનત કરી છે.

અભિનય
શમિતાભ ફિલ્મના કલાકારો ખૂબ જ સુંદર અને હૃદયસ્પર્શી છે. અમિતાભ બચ્ચનના અભિનય અંગે તો કહેવું જ શું, હંમેશાની જેમ તેઓ પોતાની ભૂમિકામાં બેસ્ટ રહ્યા છે. ધનુષે પણ દાનિષના કેરેક્ટરને ન્યાય આપવાની સંપૂર્ણ કોશીશ કરી છે. પરંતુ તેઓ અમિતાભની અદાકારી સામે ઢીંગણા સાબિત થયા છે.

સંગીત
શમિતાભનું સંગીત એટલું ખાસ નથી કે લોકો ગાતા ગાતા બહાર આવે. જોકે અમિતાભ અમિતાભના અવાજમાં 'પિડલી સી બાતે' ચોક્કસ દર્શકોના મોઢે આવ્યું છે. આ ઉપરાંત બાકીના ગીતો ફિલ્મની વાર્તા દરમિયાન કંઇ ખાસ લાગતા નથી.

જોવી કે નહીં
અમિતાભ બચ્ચનના ફેન્સ આ ફિલ્મ જરૂર જુવે. ભલે અમિતાભનો ફિલ્મમાં મોટો રોલ નથી પરંતુ તેમની ભૂમિકા વગર ફિલ્મ અધૂરી છે, અને તેમનો અભિનય પણ વખાણવા લાયક છે. ધનુષ અને અક્ષરા પણ પોત-પોતાના ભૂમિકામાં બેસ્ટ દેખાયા છે. કૂલ મળીને ફિલ્મ જોવા લાયક છે.