• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શિવાય ફિલ્મ રિવ્યૂ: ધમાકેદાર એક્શન દ્રશ્યો, સુંદર ગીતો, મિશ્ર પ્રતિભાવ

By Manisha Zinzuwadia
|

અજય દેવગન સ્ટારર શિવાય રિલીઝ થઇ ચૂકી છે અને ફિલ્મની પૂરી સમીક્ષા અમે કરી છે. જાણો કેવી છે અજય દેવગણ દ્વારા દિગ્દર્શિત એક્શન ફિલ્મ.

ફિલ્મ- શિવાય

કાસ્ટ - અજય દેવગણ, એરિકા કાર, એબીગેલ ઇમ્સ, સાયેશા સાયગલ, વીર દાસ, ગિરીશ કર્નાડ

દિગ્દર્શક - અજય દેવગણ

નિર્માતા - અજય દેવગણ

લેખક - સંદીપ શ્રીવાસ્તવ, રોબિન ભટ્ટ

શું છે હીટ

અજય દેવગણના ધમાકેદાર એક્શન દ્રશ્યો, એબીગેલ ઇમ્સનો પ્રભાવશાળી અભિનય, સુંદર ગીતો, શાનદાર ફિલ્માંકન

શું છે મિસ

અજય દેવગણ અને એરિકા કારની કેમેસ્ટ્રી, ઢીલી સ્ક્રીપ્ટ, ભાવહીન સંવાદ, નબળી પટકથા

સુપરહીટ સીન

જ્યારે અનુ એટલે કે સાયેશા સાયગલ, શિવાયને પોતાના દિલની વાત કહેવામાં તોતડાય છે તેને શબ્દ પણ નથી મળતા.

પ્લોટ

પ્લોટ

ફિલ્મ શરુ થાય છે ગંભીર રીતે ઘાયલ અજય દેવગણથી જે શ્વાસ પણ નથી લઇ શક્તો અને જમીન પર પડી જાય છે અને પછી આવે છે ફ્લેશબેક અને આપણે પહોંચી જઇએ છે શિવાયની દુનિયામાં. જે બધુ બનેલુ છે 9 વર્ષ પહેલા.

શેરદીલ પર્વતારોહક

શેરદીલ પર્વતારોહક

શિવાય એક શેરદીલ પર્વતારોહક છે. જ્યારે તે કોઇ પહાડના શિખર પર પડેલુ ચિલમ ના ફૂંકતો હોય ત્યારે તે પહાડ ચડતો હોય. તેના માટે આ રોજનું કામ છે. તે પહાડ ચડતો જ રહે છે. તે આ કામ અને આ જગ્યાને એટલી સરસ રીતે જાણતો હોય છે કે તેને કોઇ વસ્તુથી ફરક પડતો નથી. તે બરફમાં પણ શર્ટ વગર ફરી શકે છે. તેને બલ્ગેરિયાથી આવેલી એક ટુરિસ્ટ સાથે પ્રેમ થઇ જાય છે. નામ છે ઓલ્ગા એટલે કે ફિલ્મની વિદેશી હિરોઇન એરિકા કાર. શિવાય તેને એક પહાડ પરથી પડતા બચાવે છે અને બંનેને પ્રેમ થઇ જાય છે. પરંતુ જીવન એટલુ આસાન નથી હોતુ. ઓલ્ગાને ખબર પડે છે કે તે મા બનવાની છે. તે મા બનવા નથી ઇચ્છતી પરંતુ શિવાય તેને મનાવી લે છે. શિવાય તેને કહે છે કે બાળક તે રાખી લેશે અને ઓલ્ગા પોતાનું જીવન જીવવા માટે આઝાદ છે. વચન પ્રમાણે ઓલ્ગા બાળકને શિવાય પાસે છોડીને જતી રહે છે.

ખતરાથી અજાણ

ખતરાથી અજાણ

9 વર્ષ વીતી જાય છે. શિવાય પોતાની દીકરીનું નામ રાખે છે ગૌરા કે જે મૂંગી છે. એક દિવસ તેને ખબર પડે છે કે તેની મા જીવતી છે અને તેના પિતાએ ખોટુ કીધુ હતુ કે તેની મા મરી ગઇ છે. થોડા રીસામણા મનામણા બાદ તે શિવાયને મનાવી લે છે કે તેને તેની મા સાથે મળવુ છે. આવનારા ખતરાથી અજાણ બંને બલ્ગેરિયા પહોંચે છે. એક એવો ખતરો જે તેમની જિંદગી હંમેશ માટે બદલી નાખે છે.

દિગ્દર્શન

દિગ્દર્શન

યુ મી ઓર હમ પછી અજય દેવગણે ફરી એક વાર દિગ્દર્શકની જવાબદારી સંભાળી છે. શિવાયમાં તેમણે એક મોટુ કેનવાસ તૈયાર કરી દીધુ અને તેની પર એક સુંદર લોકેશન પેઇંટ કરી દીધુ. તે એ ભૂલી ગયો કે આ પેઇંટીંગમાં સ્ટોરી પણ હોવી જોઇએ અને ભાવનાઓ પણ. જે લોકોના દિલ સુધી પહોંચે. શિવાય જોવામાં બહુ સરસ ફિલ્મ છે પરંતુ તે દર્શકો સાથે જોડાઇ શકતી નથી. અને એટલે જ ફિલ્મ પૂરી થતા થતા લોકો બોર થઇ જાય છે. જો કે એ વાતની પ્રશંસા કરવી જોઇએ કે અજય દેવગણે દિગ્દર્શક તરીકે એક લાંબી છલાંગ મારી છે.

અભિનય

અભિનય

અભિનય પર નજર નાખીએ તો અજય દેવગણ શિવાયની જેમ જ ચમક્યો છે. એટલે કે એકદમ દેશી સુપરહીરોવાળો અંદાજ. જો કે એરિકા કાર સાથે તેની કેમેસ્ટ્રી અને રોમાંસ તમને બહુ ઇમ્પ્રેસ નહિ કરી શકે. આ તરફ બલ્ગેરિયન બ્યૂટીએ જે રીતે હિંદીમાં પર્ફોમ કર્યુ તે ખરેખર પ્રશંસનીય છે. સાયેશા સાયગલનો અભિનય પણ ઘણો સારો છે. જ્યારે વીર દાસના ડાયલોગ્ઝ તમને બોરિંગ લાગશે. ગિરીશ કર્નાડના ડાયલોગ્ઝ તમને 90 ના દાયકાની યાદ અપાવશે.

ટેકનિક

ટેકનિક

ફિલ્મનો ફર્સ્ટ હાફ ધીમો અને બોરિંગ લાગી શકે છે. તમે તમારી સીટ પર બેઠા બેઠા બોર થઇ જાવ તેવુ પણ બને. જો ફિલ્મના ડ્રામા અને પ્લોટ પર થોડુ ધ્યાન આપવામાં આવ્યુ હોત તો ફિલ્મ અંતમાં પણ વધુ સારી બની જાત. કેમેરાની વાત કરીએ તો અસીમ બજાજના બર્ફીલા સીન ખૂબ જ સુંદર રીતે ફિલ્માવાયા છે.

સંગીત

સંગીત

સંગીત પર આવીએ તો ‘બોલો હર હર' ગીત લોકોને ગમ્યુ છે. દરખાસ્ત, રાતેં અને તેરે નાલ ગીતો પણ લોકોએ પસંદ કર્યા છે.

હિટ કે મિસ

હિટ કે મિસ

જો તમે એક્શન સીનના શોખીન હોવ તો આ ફિલ્મ તમે એકવાર જોઇ શકો છો. પરંતુ ફિલ્મ જોતી વખતે દિમાગના ઘોડા બહુ નહિ દોડાવવાના.

English summary
Shivaay movie review is here. Directed by Ajay Devgn, featuring himself, read on to know how the movie is!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X