For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શહેર સિવાય કંઈ જ ન બદલાયું સિંઘમ રિટર્ન્સમાં : વાંચો Review

|
Google Oneindia Gujarati News

ફિલ્મ : સિંઘમ રિટર્ન્સ
દિગ્દર્શક : રોહિત શેટ્ટ
કલાકારો : અજય દેવગણ, કરીના કપૂર, અનુપમ ખેર, દયાનંદ શેટ્ટી
રેટિંગ : **

જેવું કે ફિલ્મના પ્રમોશન દરમિયાન પણ રોહિત શેટ્ટી તેમજ અજય દેવગણે સૌને ખાત્રી આપી હતી કે શહેર બદલાયુ છે, પણ બાજીરાવ સિંઘમ નહીં, તો સિંઘમ રિટર્ન્સમાં હકીકતમાં માત્ર શહેર જ બદલાયું છે. રોહિત શેટ્ટીએ પુરતો પ્રયત્ન કર્યો છે કે સિંઘમ રિટર્ન્સ ફિલ્મમાં તે તમામ તમામ ખૂબીઓ જાળવી રાખવાનો કે જેથી આજે પણ સિંઘમ લોકોની મનપસંદ ફિલ્મ છે, પરંતુ ક્યાંકને ક્યાંક સિંઘમ રિટર્ન્સ દર્શકોની અપેક્ષા કરતા વધુ આશાઓ પૂર્ણ કરવામાં નિષ્ફળ રહી છે. ફિલ્મની વાર્તા શરુઆતથી લઈ અંત સુધી કંટાળાજનક છે અને એક્શન સિવાય કૉમેડી કે સસ્પેંસનો તડકો ખાસ અસર છોડવામાં નિષ્ફળ નિવડ્યો છે.

સિંઘમ રિટર્ન્સના કેટલાક ડાયલૉગ્સ ખૂબ જ બહેતરીન હતા. જેમ કે આતા માઝી સટકલી..., જબ 27 હજાર પુલિસ વાલે જાગતે હૈં, તભી 2 કરોડ શહર વાલે ચૈન કી નીંદ સોતે હૈં..., મૈં લેતા નહીં, સિર્ફ દેતા હૂં..., પરંતુ સિંઘમના ડાયલૉગ્સ કે જે લોકોની જીભે ચઢેલા છે, જેમ કે આતા માઝી સટકલી...ને સિંઘમ રિટર્ન્સમાં વારંવાર દોહરાવાયો છે. કોઈ એવો ડાયલૉગ નથી ઉમેરાયો કે જે લોકોની જીભે ચઢી જાય. જોકે સિંઘમ રિટર્ન્સમાં આ જ હિટ ડાયલૉગને થોડુક વધુ હાઇપ આપવા માટે હની સિંહના અવાજમાં એક આખુ ગીત બનાવી દેવાયું છે.

અભિનયની વાત કરીએ, તો અજય દેવગણે બાજીરાવ સિંઘમ તરીકે તે જ કામ કર્યુ છે કે જે તેઓ સિંઘમમાં કરી ચુક્યાં છે. તે જ વ્યવહાર, તે જ ગુસ્સો અને તે જ પોલીસગિરી. સિંઘમ રિટર્ન્સમાં માત્ર બાજીરાવ સિંઘમનું શહેર બદલાયુ છે અને તેમનો પ્રેમ બદલાયો છે. બાકી બધુ જૂનુ જ છે. ફિલ્મની વાર્તામાં પણ કંઈ નવાપણુ નથી. માત્ર આ વખતે બાજીરાવ મુંબઈમાં થતી કાળા નાણાની લેવડ-દેવડની સમસ્યા સામે ઝઝૂમી રહ્યો છે.

ચાલો તસવીરો દ્વારા કરીએ સિંઘમ રિટર્ન્સની સમીક્ષા :

વાર્તા

વાર્તા

સિંઘમ રિટર્ન્સની વાર્તા કંઇક આ પ્રમાણે છે - મુંબઈ પોલીસના પ્રામાણિક અને ખૂબ જ મહેનતુ ઇંસ્પેક્ટર બાજીરાવ સિંઘમને માહિતી મળે છે કે મુંબઈના એક રાજકીય પક્ષના નેતા તથા જાણીતા બાબા મળી મુંબઈ શહેરમાં ચૂંટણી જીતી પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરવા કાળા નાણાનો ઉપયોગ કરી રહ્યા છે. બાજીરાવ તેની વિરુદ્ધ ઊભો થાય છે અને તમામ પોલીસવાળાઓ મળી આ બુરાઈને ખતમ કરે છે.

એક્શન

એક્શન

રોહિત શેટ્ટી, અજય દેવગણ અને સિંઘમ. આ ત્રણ શબ્દો એક સાથે હોય, તો એક્શન કેવી રીતે મિસ થાય? સિંઘમ રિટર્ન્સ સાથે કંઈક આવુ જ થયું. ફિલ્મના દરેક સીનમાં એક્શન હતું કે જેવું રોહિત શેટ્ટીની ફિલ્મો પાસે સૌને અપેક્ષા હોય છે. ખૂબ જ બહેતરીન અને રુઆંટા ઊભી કરી દેનાર એક્શન આપનો ઇંતેજાર કરે છે.

રોમાંસ

રોમાંસ

રોહિત શેટ્ટી હંમેશા કહે છે કે તેઓ રોમાંટિક ફિલ્મો ન બનાવી શકે, કારણ કે જો તેઓ રોમાંટિક ફિલ્મો બનાવશે, તો ચેન્નઈ એક્સપ્રેસ બની જશે. સિંઘમ રિટર્ન્સમાં પણ ભલે તેમણે કરીના કપૂર અને અજય દેવગણને કાસ્ટ કર્યા કે જેમનો રોમાંસ ઓમકારામાં લોકોને ગમ્યો પણ હતો, પરંતુ સિંઘમ રિટર્ન્સ જોઈને કદાચ આપ પણ એમ જ વિચારશો કે ફિલ્મમાં રોમાંસની જરૂર જ નહોતી.

સંગીત

સંગીત

સિંઘમ રિટર્ન્સ ફિલ્મના ગીતો કંઈ ખાસ નથી. હની સિંહ દ્વારા ગવાયેલ આતા માઝી સટકલી... જરૂર લોકોની જીભે ચઢ્યું, કારણ કે ભલે ગીતનો ઑડિયો દમદાર ન હોય, પણ પડદા ઉપર આ ગીત લોકોને જરૂર ગમશે.

જોવી કે કેમ?

જોવી કે કેમ?

શનિવાર-રવિવાર અને બોનસમાં પતેતીની રજાઓ છે. તેવામાં સિંઘમ રિટર્ન્સનો ઇંતેજાર કરતા લોકોએ આ ફિલ્મ જોવી જ રહી, પણ ફિલ્મ જોવા જતા પહેલા સિંઘમ જેવી અપેક્ષા ઘરે મૂકતા જજો. અજય-રોહિત-કરીનાની તિડકીના આપ ફૅન હોવ, તો આ ફિલ્મ જરૂર જોવી જોઇએ. હની સિંહ ફૅક્ટર પણ આપને ફિલ્મ જોવા પ્રેરી શકે છે.

English summary
Singham Returns all ready to hit the screens on this Independence Day. Ajay Devgan and Kareena Kapoor starer Singham Returns has all the masala that was in Singham but still movie lacks the soul and not able to reach fan's expectations.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X