For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તમાશા મૂવી રિવ્યૂ : સુંદર લવ સ્ટોરી પણ...

|
Google Oneindia Gujarati News

ઇમ્તિયાઝ અલી દ્વારા નિર્દેશિત કરવામાં આવેલી અને રણબીર અને દિપીકા સ્ટાર્રર ફિલ્મ તમાશા આજે ભારતભરના સિનેમાઘરમાં રિલિઝ થઇ ચૂકી છે. આ ફિલ્મને અમે 3 સ્ટાર આપ્યા છે અને 0.5 ખાસ દિપીકા માટે. એટલે કે કુલ આ ફિલ્મને 3.5 સ્ટાર આપ્યા છે. જો તમને રોમાન્ટિક ડ્રામા જોવા ગમતો હોય અને તમે રણબીર અને દિપીકાના ફેન હોવ અને તેમની સિઝલિંગ કેમેસ્ટ્રી જોવાની ઇચ્છા ધરાવતા હોવ તો આ ફિલ્મ તમારે જોવી જ રહી.

તસવીરો: ફિલ્મ તમાશામાં રણવીર અને દિપીકા માણી કેટલીક વાઉ મૂવમેન્ટ!

ઇમ્તિયાઝ અલીએ ફરી એક વાર તેવી ફિલ્મ બનાવી છે જેનો ઇકો લાંબા સમય સુધી તમારા મનમાં ગૂંજતો રહેશે. આ ફિલ્મ લવ સ્ટોરીથી વિશેષ સેલ્ફ સ્ટોરી છે. જે એક ફિલ્મના એક સ્લોગનની આસપાસ ફરતી રહે છે. જેમાં કહેવામાં આવ્યું છે કે "આ તમારી સ્ટોરી છે અને તમે તેનો એન્ડ બદલી શકો છો"

PHOTOS: રણબીર અને દિપીકાની આ તસવીરો કરશે તમારા પર જાદુ!

ત્યારે આ ફિલ્મની સ્ટોરી શું છે. નિર્દેશન અને મ્યૂઝિક અને એક્ટિંગના સારા-નસારા પાસા શું છે તે વિષે વધુ જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

સ્ટોરી

સ્ટોરી

આ ફિલ્મની સ્ટોરી વેદ કે જેનું પાત્ર રણબીર કપૂર ભજવી રહ્યા છે તેની આસપાસ ફરે છે. રણબીર સમાજના નિયમો અને કાનૂન પ્રમાણે જીવીને કંટાળી ગયો છે અને તે દરમિયાન ફ્રાંસના એક સુંદર આઇલેન્ડ પર તે આનંદી અને કેરલેસ તેવી તારા (દિપીકા પાદુકોણ)ને મળે.

સ્ટોરી

સ્ટોરી

બન્ને વચ્ચે પ્રેમ થાય છે પણ નાનપણની વાર્તાઓ સાંભળીને મોટા થયેલ વેદ તેની સ્ટોરીનો એન્ડ અલગ રીતે કરવા માટે અને માટે જ બન્ને નક્કી કરે છે કે ફ્રાંસની આ ટૂર પર નહીં મળે પણ જ્યારે બન્ને છૂટા પડે છે ત્યારે તે એકબીજા માટે ફાઉન્ડનેશ અનુભવે છે. અને તે અચાનક ફરી મળી જાય છે. પણ પછી શું તેની પર આખી સ્ટોરી આધારીત છે.

રણબીર દિપીકા

રણબીર દિપીકા

આ સ્ટોરીમાં રણબીર અને દિપીકાની કેમેસ્ટ્રી જોવા લાયક છે. બન્નેએ અદ્ધભૂત અદાકારી કરી છે. પછી તે વાત હોય કોમેડી, ફ્લર્ટની કે પછી તેવા વ્યક્તિને પ્રેમ કરવાની જેની જોડે તમે કદી પણ નથી રહી શકવાના તે વાત બન્નેએ પોતાની ભૂમિકા સરસ રીતે ભજવી છે.

દિપીકાનો નાનો પણ અસરદાર રોલ

દિપીકાનો નાનો પણ અસરદાર રોલ

આ ફિલ્મની સ્ટોરી રણબીરના કેરેક્ટરની આસપાસ ફરે છે. દિપીકાનો રોલ નાના છે પણ આ નાનાકડા રોલમાં પણ દિપીકા છવાઇ ગઇ છે. અને એક સારી અભિનેત્રી તરીકે તેણે ફરી એકવાર પોતાને સાબિત કરી છે.

ટેકનિકાલીટી

ટેકનિકાલીટી

આ ફિલ્મનું નિર્દેશન ઇમ્તિયાઝ અલી કર્યું છે ફ્રાંસના સુંદર બીચ અને જગ્યાઓ ખૂબસૂરતી સાથે બતાવવામાં આવ્યો છે.

કન્ફ્યૂઝ

કન્ફ્યૂઝ

આ ફિલ્મ જોઇને તમે થોડા કન્ફ્યૂઝ જરૂરથી થશો કારણ કે ફિલ્મનો અંતે તમે તે મીઠી દુવિધામાં પડી જશો કે મનનું કરવું કે દુનિયા કહે છે તેમ કરવું!

સંગીત

સંગીત

આ ફિલ્મમાં એ.આર.રહેમાનનું સંગીત છે અને કેટલાક ગીતો સારો છે. મટર્ગસ્તી, સફરનામા અને હિર તો બડી સેડ હૈ જેવા ગીતો લોકોને પસંદ આવી રહ્યા છે.

ફિલ્મ જોવી કે નહીં

ફિલ્મ જોવી કે નહીં

ફિલ્મ એક વાર જોવા જેવી છે. ઇમ્તિયાઝ અલીની પહેલાની ફિલ્મોની છાપ આ ફિલ્મમાં પણ છે પણ જો તમે સાવખે મગજ વગરની ફિલ્મો જોવા જઇ શકતા હોવ તો આવા સારા કોન્સેપ્ટ વાળી ફિલ્મ તો તમારે જોવી જ રહી.

English summary
Ranbir Kapoor and Deepika Padukone's much awaited film, Tamasha has released worldwide. Finally, we shall get to know whether the movie is worth all the hype generated by the stars and fans or not!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X