• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

લંચબૉક્સ રિવ્યૂ : એક અનામી સંબંધ વણકહ્યા અંત સાથે

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 19 સપ્ટેમ્બર : ઇરફાન ખાન તથા નિમ્રત કૌરની ફિલ્મ ધ લંચબૉક્સ જોયા બાદ આપને પણ અનામી સંબંધો અને તેમની સાથે જોડાયેલા વણકહ્યાં વાયદાઓ ઉપર વિશ્વાસ થઈ જશે. સામાન્ય રીતે આપણે પોતાના જીવનમાં કેટલાંક લોકોને વગર મળ્યે પણ તેમનો પોતાના જીવનમાં સમાવેશ કરી લઇએ છીએ અને તેમની સાથે એક અતુટ સંબંધ જોડી લઇએ છીએ. આ સંબંધો મોટાભાગે પૂરા નથી થતાં અને તેમની સાથે સંકળેયાલ લોકોને એક એવા વળાંકે છોડી દે છે કે જ્યાં તેઓ પોતાની જાતને ખૂબ જ લાચાર પામે છે અને આગળ વધી તે સંબંધો જાળવી પણ નથી રાખી શકતાં.

ધ લંચબૉક્સ એક એવી જ ફિલ્મ છે કે જેના પાત્રો સાથે આપને પ્રેમ થઈ જશે અને આપ પણ પોતાને ક્યાંકને ક્યાંક તેમનાથી જોડાયેલા પામશો, કારણ કે આ વાર્તા ક્યાંકને ક્યાંક આપણી આસપાસના લોકો સાથે જ જોડાયેલી છે. ધ લંચબૉક્સ છે બે એવા લોકોની વાર્તા કે જેઓ એક-બીજાને ક્યારેય મળ્યાં નથી, પણ છતાં એક-બીજાને પસંગ કરવા લાગ્યાં. બંને એક-બીજા વિશે કંઈ નથી જાણતા અને એક-બીજાનું નામ સુદ્ધા ખબર નથી તેમને.

કહે છે કે આપ કોઈ પણ માર્ગે ચાલો, પણ આપની મંજિલ આપને શોધી જ કાઢે છે. ભલે આપ કેટલાય પ્રયત્નો કરો ભાગવાના, પણ પગલાં ત્યાં જ થંભશે કે જ્યાં આપના ભાગ્યમાં લખેલું હશે. કંઈક એવું જ થાય છે ધ લંચબૉક્સના હીરો મિસ્ટર સાજન ફર્નાન્ડીઝ એટલે કે ઇરફાન ખાન અને ઇલા એટલે કે નિમ્રત કૌર સાથે. બંનેને કિસ્મત ડબ્બાવાળાની એક ભૂલના કારણે એક-બીજાની નજીક લઈ આવે છે. ફિલ્મમાં એક્ટિંગની વાત કરીએ તો ઇરફાને વધુ એક વાર સિદ્ધ કર્યું છે કે તેઓ દરેક પાત્રમાં જે રીતે પ્રાણ ને આત્મા નાંખે છે, તેવું કોઈ બીજુ નથી કરી શકતું. ઇરફાનની એક્ટિંગ હંમેશા લોકોને તેમના પાત્ર સાથે બાંધી લે છે. નિમ્રત કૌરે પણ પોતાની રીતે બહેતરીન એક્ટિંગ કરી ઇમ્પ્રેસ કર્યાં છે. નવાઝુદ્દીન સિદ્દીકી પોતાના નાનકડા પાત્ર સાથે સમ્પૂર્ણ ન્યાય કરી શક્યાં છે.

સાજન પાસે ઇલાનો ડબ્બો

સાજન પાસે ઇલાનો ડબ્બો

સાજન ફર્નાન્ડીઝ સરકારી ઑફિસે કામ કરે છે. તેની પત્નીનું નિધન થઈ ચુક્યું છે અને તે પોતાની ઑફિસે ટિફિન સર્વિસ પાસેથી ખાવાનું મંગાવે છે. એક દિવસ ભૂલથી ડબ્બાવાળો મિસિસ ઇલાના પતિનો ડબ્બો કે જે ઇલાએ પોતે બનાવ્યુ હતું, તે સાજનને પહોંચાડી દે છે અને સાજનનો ડબ્બો ઇલાના પતિને.

ઇલાની કુકિંગે સાજન ઇમ્પ્રેસ

ઇલાની કુકિંગે સાજન ઇમ્પ્રેસ

સાજન ઇલાની કુકિંગથી બહુ ઇમ્પ્રેસ થાય છે અને બધુ ખાઈ લે છે. ઇલાને ખાલી ડબ્બો જોઈ લાગે છે કે તેના પતિને જમવાનું બહુ ગમ્યું અને તેણે બધુ ખાઈ લીધું છે, પણ જ્યારે સાંજે ઘરે આવેલા પતિ પાસેથી જાણવા મળે છે કે તેની પાસે કોઈ બીજો જ ડબ્બો પહોંચ્યો હતો, ત્યારે ઇલાને બહુ દુઃખ થાય છે.

ઇલા લખે છે પત્ર

ઇલા લખે છે પત્ર

ઇલાના ઘરની ઉપર એક આંટી રહે છે અને ઇલા દરેક બાબતમાં તેમને પૂછે છે. ઇલાને આંટી કહે છે કે તે એક પત્ર લખે અને ડબ્બામાં લખી રાખે કે આ રસોઈ તેણે પોતાના પતિ માટે બનાવી હતી, નહીં કે જેની પાસે ડબ્બો ગયો, તેની માટે.

ઇલાના પત્રનો જવાબ

ઇલાના પત્રનો જવાબ

ટિફિનમાં પત્ર પામી સાજન બહુ આશ્ચર્યમાં મુકાઈ જાય છે. પત્ર વાંચ્યા બાદ તે જવાબમાં લખે છે કે રસોઈ બહુ સ્વાદિષ્ટ છે અને આ સાથે જ પત્રોનો સિલસિલો શરૂ થાય છે અને પછી સાજન તથા ઇલા પોતાના અંગે એક-બીજાને બધુ બતાવી દે છે. બંને વચ્ચે એક વણકહ્યો સંબંધ બંધાય છે.

ઇલા-સાજનનો પ્રેમ

ઇલા-સાજનનો પ્રેમ

ઇલા પતિ સાથે ખુશનથી અને તેની સાથે સંબંધ ખતમ કરી નવી જિંદગી શરૂ કરવા માંગે છે. તે નક્કી કરે છે કે તે સાજનને મળશે અને તેની સાથે ક્યાંક દૂર જતી રહેશે, પણ સાજન કોઈ ઔર જ ખ્યાલમાં અને વિચારોમાં ગુંચવાયેલો રહે છે. આ પ્રણય-કથાનો શો અંત થાય છે અને શું સાજન-ઇલા એક-બીજાને મળે છે? તે જાણવા માટે જુઓ ધ લંચબૉક્સ.

English summary
The Lunchbox movie story revolves around Illa (Nimrat Kaur) and Saajan fernandez (Irrfan Khan) who exchange letters through the Lunchbox.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X