For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Review : શૌકીનનું આધુનિક વર્ઝન છે ધ શૌકીન્સ...

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 7 નવેમ્બર : છેલ્લા કેટલાક વખતથી આપણા હિન્દી સિનેમાની કેટલીક જૂની ક્લાસિક ફિલ્મોની રીમેક બનાવવાનો દોર શરૂ શરૂ થયો છે. તાજેતરના સમયમાં ચશ્મે બદ્દૂર અને ખૂબસૂરત જેવી જૂની સુપરહિટ ફિલ્મો નવા સ્વરૂપે દર્શકોએ જોઈ, તો હિમ્મતવાલા જેવી હિટ ફિલ્મની રીમેક નકારી કાઢી, પરંતુ આમ છતાં રીમેકનો સિલસિલો ચાલુ જ છે.

રીમેકના આ સિલસિલામાં જોડાઈ છે 1982માં રિલીઝ થયેલી શૌકીન. અશોક કુમાર, એ કે હંગલ અને ઉત્પલ દત્ત તથા રતિ અગ્નિહોત્રી અને મિથુન ચક્રવર્તી અભિનીત શૌકીનની રીમેક ધ શૌકીન્સ તરીકે આજે રિલીઝ થઈ છે.

ધ શૌકીન્સની વાર્તા કંઇક આમ છે કે ત્રણ વૃદ્ધો (અનુપમ ખેર), કે ડી (અન્નુ કપૂર) અને પિંકી (પિયૂષ મિશ્રા) મળી પોતાની બોરિંગ અને દુઃખી જિંદગીમાં કંઇક મજાનું કરવાનો નિર્ણય કરે છે. તેઓ મૉરેશિયસ ફરવા જાય છે. ત્યાં ત્રણેની મુલાકાત અહાના (લીઝા હૅડન) સાથે થાય છે. ત્રણે મળી અહાનાને ઇમ્પ્રેસ કરવાની કોશિશ કરે છે, જ્યારે અહાનાનું સપનું કંઇક બીજુ જ છે. અહાના તો ફિલ્મ અભિનેતા અક્ષય કુમારની મોટી ફૅન છે અને તેને મળવા માંગે છે. અહાનાની આ ઇચ્છા પૂરી કરવા ત્રણે વૃદ્ધો શું કરે છે? આ જ ફિલ્મની વાર્તાનો મજાનો ભાગ છે.

વાર્તા

વાર્તા

ધ શૌકીન્સની વાર્તા ખૂબ જ મજાનું છે. જૂની ફિલ્મ શૌકીન સાથે તે મહદઅંશે મળતી આવે છે. જોકે વાર્તામાં કંઇક નવાપણું લાવવાની પુરતી કોશિશ કરાઈ છે, પરંતુ આમ છતાં જેમણે શૌકીન જોઈ છે, તેમને ધ શૌકીન્સ ક્યાંકને ક્યાંક જૂની ફિલ્મની કૉપી જ લાગશે.

દિગ્દર્શન

દિગ્દર્શન

અભિષેક શર્માએ પૂરતી કોશિશ કરી છે ધ શૌકીન્સને શૌકીન કરતા હટકે અને શ્રેષ્ઠ બનાવવાની. ધ શૌકીન્સના પહેલા ભાગમાં અભિષેકની કોશિશ સફળ પણ થતી દેખાઈ, પરંતુ બીજા ભાગમાં વાર્તા ખૂબ જ મંદ પડી જાય છે અને દર્શકો કંટાળવા લાગે છે. ફિલ્મને વધુ સારી બનાવી શકાઈ હોત. ખાસ તો અક્ષય કુમાર શૂટ કરાયેલ કેટલાક સીન્સ વધુ બહેતર બનાવી શકાયા હોત.

અભિનય

અભિનય

અનુપમ ખેર અને પિયૂષ મિશ્રાએ પોતાના પાત્રો સાથે પુરતો ન્યાય કર્યો છે. બંને ખૂબ જ ક્યૂટ પણ જણાય છે. ઉપરાંત અન્નુ કપૂરે પણ સુંદર રીતે પોતાનું પાત્ર ભજવ્યું છે. ત્રણેય પાત્રો ફિલ્મ દરમિયાન લોકોને સીટ સાથે જકડી રાખે છે. અક્ષય કુમાર ખૂબ જ હૅંડસમ દેખાયા છે, પરંતુ તેમના કેટલાક દૃશ્યો કંઈ ખાસ નથી. લીઝા હૅડન પણ પોતાના પાત્ર દ્વારા લોકોને ઇમ્પ્રેસ કરવામાં નિષ્ફળ રહ્યાં છે.

સંગીત

સંગીત

ધ શૌકીન્સના ગીતો જેમ કે આલ્કોહૉલિક... ઇશ્ક કુત્તા હૈ... અને મનાલી ટ્રાંસ... લોકોને ગમી રહ્યા છે, પરંતુ ફિલ્મની અંદર ગીતો યોગ્ય જગ્યાએ નથી નાખવામાં આવ્યાં. મેહરબાન... ગીત ખૂબ સુંદર રીતે શૂટ કરાયું છે.

જોવી કે નહીં?

જોવી કે નહીં?

જે લોકોએ શૌકીન જોઈ હોય, તેમના માટે ધ શૌકીન્સ મનોરંજક નહીં, પણ કંટાળાજનક સાબિત થશે, પરંતુ નવા દર્શકો માટે ધ શૌકીન્સ ફિલ્મમાં અનેક સીન્સ ખૂબ જ મનોરંજક અને હસવા માટે મજબૂર કરનાર છે. નવી પેઢીને આ ફિલ્મ ચોક્કસ ગમશે.

ધ શૌકીન્સ સ્પેશિયલ સ્ક્રીનિંગ

ધ શૌકીન્સ સ્પેશિયલ સ્ક્રીનિંગ

ધ શૌકીન્સ સ્પેશિયલ સ્ક્રીનિંગ.

અક્ષય-અનુપમ

અક્ષય-અનુપમ

ધ શૌકીન્સ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં અક્ષય કુમાર અને અનુપમ ખેર.

લીઝા હૅડન

લીઝા હૅડન

ધ શૌકીન્સ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં લીઝા હૅડન.

પિયૂષ-અન્નુ

પિયૂષ-અન્નુ

ધ શૌકીન્સ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પિયુષ મિશ્રા અને અન્નુ કપૂર.

સાજિદ ખાન

સાજિદ ખાન

ધ શૌકીન્સ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં સાજિદ ખાન.

English summary
The Shaukeens movie is a story of three elderly friends Anupakm Kher, Annu Kapoor and Piyush Mishra. Its story of their search of excitement and happiness in life.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X