For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Film Review : 'ટાઇગર ઝિંદ હે' સલમાન ખાનની એક્શન ધમાલ

આ શુક્રવારની ધમાલ કરવા સલમાન ખાન અને કેટરીના કૈફની ધમાકેદાર ફિલ્મ ટાઈગર ઝિંદા હે રિલિઝ થઈ છે. એક્શન, રોમાન્સ અને દેશભક્તિથી ભરેલી આ ફિલ્મ. આ અંગે વધુ વાંચો અહીં

By Kajal
|
Google Oneindia Gujarati News

શુક્રવારે , સલમાન ખાનની મચ વેટેડ ફિલ્મ ટાઇગર ઝિંદા હે ફાઇનલી રિલિઝ થઇ ગઇ. આ ફિલ્મમાં લાંબા સમય પછી સલમાન ખાન અને કેટરીના કૈફ રોમાન્સ કરતા એક સાથે જોવા મળશે. વધુમાં ફિલ્મમાં અંગદ બેદી, કુમુદ મિશ્રા, પરેશ રાવલ પણ છે. નિર્દેશક આલી અબ્બાસ ઝફર અને નિર્માતા આદિત્ય ચોપડાની આ ફિલ્મમાં એક્શન, લોકેશન, એક્ટિંગ જબરદસ્ત છે. જો કે ફિલ્મની સ્ટોરી એક્શન ફિલ્મના હિસાબે ખૂબ જ ધીમી ચાલે છે. વળી તેનો ઠંડો ક્લાઇમેક્સ સ્ટોરીને થોડી બોરિંગ બનાવે છે. પણ ટાઇગર એટલે કે સલમાન ખાનના ચાહકોને ફરી એક તેનો આ દબંગ અવતાર ચોક્કસથી ગમશે. ત્યારે આ ફિલમને અમે 3.5 સ્ટાર આપ્યા છે. વધુમાં આ ફિલ્મ કેમ જોવી કે ના જોવી તે અંગે અહીં જાણો....

પ્લોટ

પ્લોટ

આઈએસઆઈએસ દ્વારા 25 ભારતીય અને 15 પાકિસ્તાની નર્સોને બંધક બનાવી નાખે છે. અમેરિકા તેને બચાવવા માટે 7 દિવસનો સમય આપે છે. સાત દિવસ બાદ અમેરિકા એર સ્ટાઇક કરવાના છે. આ કામ કરી શકે તેવો જોઈ વ્યક્તિ હોય તો તે છે માત્ર ટાઇગર. અવિનાશ રાઠોડ ઉર્ફ સલમાન ખાનની આ સાથે જ ધમાકેદાર એન્ટ્રી થાય છે. જે તેની પત્ની ઝોયા (કેટરીના કૈફ) અને તેના એક બાળક સાથે ઓસ્ટ્રેલિયામાં રહે છે. આ રીતે મિશનની શરૂઆત થાય છે. ટાઇગર ભારત તરફથી અને ઝોયા પાકિસ્તાન તરફથી ઇરાનમાં આવેલા આંતકવાદીઓના ઠેકાણા સુધી પહોંચી જાય છે. ત્યાં સુધી સ્ટોરી એકદમ ફાસ્ટ ચાલે છે. તમે કશુ સમજો એ પહેલા જ સીન બદલાઈ જાય છે. ફસ્ટ હાફ પુરો થતા થતા પરેશ રાવલની એન્ટ્રી થાય છે. પરેશ રાવલ ઇરાનની તેલ રિફાઇનરીમાં કામ કરે છે. તેઓ એક નવો વિચાર ફિલ્મમાં લાવે છે અને ફિલ્મ પછી એ જ વિચાર સાથે આગળ ચાલે છે,

પ્લોટ

પ્લોટ

ફિલ્મના સેકન્ડ હાફમાં સલમાન અને કેટરીનાનો મુકાબલો ફિલ્મના મેન વિલન અબુ ઉસ્માન સાથે થાય છે. આ તમામ ઘટનાની વચ્ચે ફિલ્મમાં માનવતા, ભાઈચારા અને ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધમાં ભાઈચારીની લાગણીની વાતો કરવામાં આવી છે. એ પછી ભારત- પાકિસ્તાન સાથે કામ કરવાની વાત હોય કે પછી માનવ બોમ્બ બનેલા આતંકવાદી બાળકો માટે ટાઈગરના મનમાં થતી દયાની ભાવના.

નિર્દેશન

નિર્દેશન

અલી અબ્બાસ ઝફરના નિર્દેશનની વાત કરવામાં તે રીતે આ ફિલ્મ એકદમ ઉત્તમ રહી છે. 3 કલાક સુધી લોકોના બરાબર જકડી રાખે છે. ફિલ્મમાં એક્શન, ઇમોશન, દેશભક્તિ, દોસ્તી અને રોમાંસથી ભરપૂર છે, ફિલ્મમાં ભાઈચારીની વાતો વધારે જોવા મળે છે પરંતુ અલી અબ્બાસે ફિલ્મની વાર્તા સાથે કોઈ બાંધછોડ કરી નથી. એક પણ મિનિટ ફિલ્મને બીજા ટ્રેક પર જવા નથી દીધી.

અભિનય

અભિનય

સલમાન અને કેટરીનાની જોડીને ઘણા લાંબા સમયે એક સાથે પડદા પર જોવાની તેમના ચાહકોને ચોક્કસ મજા આવશે. સલમાનની મહેનત ફિલ્મના પહેલા સીનથી છેલ્લા સીન સુધી જોવા મળશે. ફિલ્મની સિનેમેટોગ્રાફી ખુબ જ સુંદર છે. ફિલ્મના દરેક સીન માટે નિર્દેશકે એકદમ સરસ લોકોશનની પસંદગી કરી છે. તો બીજી તરફ દિલ દિયા ગલ્લા અને સ્વૈગ સે સ્વાગત વિશાલ શેખરના ગીતો લોકોને બહુ જ પસંદ આવ્યા છે.

જોવા જવુ કે નહી?

જોવા જવુ કે નહી?

તમે સલમાન ખાનના ફેન્સ છો તો તમારે આ ફિલ્મ ચોક્કસ જોવી જોઇએ. એ ઉપરાંત જો તમે સલમાન અને કેટરીનના ચાહક છો તો પણ તેમને આ ફિલ્મ જોવામાં આનંદ આવશે. આ ઉપરાંત તમને એક્શન મુવીના રસિયા છો તો આ ફિલ્મમાં એક્શનનો ધમાલ છે. તે બધી રીતે આ ફિલ્મ એકવાર જોવા લાયક છે.

English summary
Tiger Zinda Hai movie review is here. Directed by Ali Abbas Zafar featuring Salman Khan and Katrina Kaif
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X