For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

1st Day 1st Show: વઝીર વિષે ઓડિયન્સ અને ક્રિટકનો રિવ્યૂ

|
Google Oneindia Gujarati News

અમિતાભ બચ્ચન અને ફરહાન અખ્તરની ફિલ્મ વઝીર સિનેમાધરોમાં આવી ચૂકી છે ફિલ્મને લઇને લોકોનો રિસ્પોન્સ પણ સારો છે. બિજોય નામ્બીઆરની ડાયરેક્ટર તરીકે આ ફિલ્મ પહેલી ફિલ્મ છે. અને ફિલ્મનો હિરો અમિતાભ કે ફરહાન નહીં તેની સ્ક્રીપ્ટ છે. જે લખી છે વિનોદ ચોપરા અને અભિજીત જોષીએ. તેમણે એક તેવી ફિલ્મ આપી જેનાથી વર્ષ 2016માં બોલીવૂડ માટે એક સારી શરૂઆત થઇ શકે છે.

આ ફિલ્મ હેપ્પી એન્ડ આપનારી અન્ય ફિલ્મો કરતા હટકે છે. જો તમને ડાર્ક મૂવી જોવા જવી ગમતી હોય કે પછી તમે ફરહાન કે અમિતાભના ફેન હોવ તો તમારે આ ફિલ્મ જોવી જ રહી કારણ કે આ બન્ને કલાકારોની એક્ટિંગ આ ફિલ્મમાં દમદાર છે. આ ફિલ્મને અમે ખાલી 3 સ્ટાર આપ્યા છે. ત્યારે આ ફિલ્મની સ્ટોરી અને અન્ય પાસા શું છે તે વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

સ્ટોરી

સ્ટોરી

આ ફિલ્મની શરૂઆત એક હેપ્પી નોટથી શરૂ થાય છે જેમાં એટીએસ ઓફિસર ડેનિસ અલી (ફરહાન ખાન) તેની કથ્થક ડાન્સર પત્ની રુહાના (અદિતી રોય હૈદરી) અને તેમની 4 વર્ષની દિકરીના સુખી પરિવારને બતાવવામાં આવે છે. પણ એક ટેરરિસ્ટ એટેકમાં ડેનિસ તેની દિકરીને ખોઇ દે છે જે માટે તેને તેની નોકરીમાંથી નીકાળી દેવામાં આવે છે અને તેની પત્ની પણ તેને જ દોષી માને છે જેના કારણે ડેનિસ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે છે.

અમિતાભની એન્ટ્રી

અમિતાભની એન્ટ્રી

આ તમામની વચ્ચે તે મળે છે પંડિત ઓમકારનાથ (અમિતાભ બચ્ચન)ને. જે ચેસ ચેમ્પિયનમ હોય છે. વાત વાતમાં ખબર પડે છે કે એક એક્સિડન્ટમાં પંડિતજી તેમના પગ અને પત્ની બન્ને ખોઇ ચૂક્યા હોય છે. અને અચાનક જ તેમની એક માત્ર પુત્રીની પણ શંકાસ્પદ સંજોગામાં હત્યા થઇ જાય છે.

ફરહાન અને અમિતાભનો બદલો

ફરહાન અને અમિતાભનો બદલો

ત્યારે ફરહાર અને અમિતાભ આ બધા પાછળ કડીઓ જોડીને બદલો લેવાનો પ્રયાસ કરે છે પણ શું તે સફળ થાય છે, ના!

ફરહાન અભિનય

ફરહાન અભિનય

ફરહાન તેની દરેક મૂવી એક એક્ટર તરીકે વધુને વધુ પરફેક્ટ થતો જાય છે. એક સુસાઇડિકલ ટેન્ડેસી વાળા વ્યક્તિથી મિત્ર માટે કોઇને પણ મારવા તૈયાર થઇ જનાર વ્યક્તિ તરીકે તેના કેરેક્ટનું જે ટ્રાન્ઝીશન છે તે કાબિલે તારીફ છે.

અમિતાભ બચ્ચન ધી ગ્રેટ

અમિતાભ બચ્ચન ધી ગ્રેટ

અમિતાભના અભિનય વિષે ખાલી એક જ શબ્દ કહી શકાય માઇન્ડબ્લોઇંગ. કારણ કે વ્હીલચેરમાં બેસીને પણ કોઇ કેરેક્ટર તમને આ રીતે બાંધી શકે કે તમે ભૂલી જાવ કે તે પંડિતજી નહીં અમિતાભ બચ્ચન છે! તો બીજું તો શું કહેવું

માનવ કૌલ

માનવ કૌલ

આ ફિલ્મમાં માનવ કૌલ એક કાશ્મીરી પંડિતનો રોલ ભજવે તેના રોલ પણ નાનો છે પણ તેમ છતાં તેને અભિનયના કારણે અમે આ રિવ્યૂમાં તેને ખાસ મેન્સન કર્યો છે. કારણ કે તેણે કલાકાર તરીકે તે સાબિત કર્યું છે રોલ ભલે કેટલો નાનો કેમ ના હોય તમે તમારા અભિનયથી તેને યાદગાર જરૂરથી બનાવી શકો છો.

જ્હોન અને અદિતી

જ્હોન અને અદિતી

જ્હોનનો એક કેમિયો રોલ છે પણ સ્ટોરી માટે મહત્વપૂર્ણ છે. અદિતી આ આખી ડાર્ક ફિલ્મમાં એક સોનારી કિરણ જેવી છે પણ તેના રોલ એટલો નાનો છે કે તમે તેને જલ્દી જ ભૂલી જશો.

પબ્લિક રિએક્શન

પબ્લિક રિએક્શન

આજ સવારથી ટ્વિટર અને અન્ય સોશ્યલ મીડિયા પર લોકો આ ફિલ્મ વિષે સારો પ્રતિસાદ આપી રહ્યા છે. અનેક લોકોને ફરહાન ખાન અને અમિતાભ બચ્ચનની દમદાર દોસ્તી ગમી છે.

ફિલ્મી વિષે વીકી જલ્દી જ જોડાશે 100 કરોડ ક્લબમાં

ફિલ્મી વિષે વીકી જલ્દી જ જોડાશે 100 કરોડ ક્લબમાં

જાણકારોનું માનીએ તો આ ફિલ્મ 2016ની શરૂઆતમાં બોલીવૂડને સારે કમાણી કરાવશે. આ ફિલ્મ જોઇને જાણકારો પણ કહે છે કે આ ફિલ્મ જલ્દી જ 100 કરોડની કલ્બમાં દાખલ થશે.

ફિલ્મ જોવી કે નહીં

ફિલ્મ જોવી કે નહીં

સ્પષ્ટ કહું તો તમને મગજ વગરની ફિલ્મો જોવી ગમતી હોય તો આ ફિલ્મ જોવા ના જતા. પણ હા તમે બોલીવૂડની એક ઓરિજન સ્ટોરી વાળી ફિલ્મ જે સારા લેખકો દ્વારા લખવામાં આવી હોય અને જેમાં ફરહાન અને અમિતાભ જેવા એક્ટર હોય દોસ્તી જેવો અદ્ઘભૂત ટચિંગ સબજેક્ટ છે જો તમને આ બધુ ગમતું હોય તો ફિલ્મ એક વાર તો જોવા જેવી છે.

English summary
Wazir film review in Gujarati - Amitabh Bachchan and Farhan Akhtar's Bejoy Nambiar film has released. Read the film review.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X