For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Review : મૈત્રીથી લઈ દેશદાઝ સુધીના રંગોથી રંગાયેલી યારિયાં!

|
Google Oneindia Gujarati News

ફિલ્મ : યારિયાં
નિર્માતા : ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર
દિગ્દર્શક : દિવ્યા ખોસલા કુમાર
કલાકારો : હિમાંશુ કોહલી, સેરાહ સિંહ, દેવ શર્મા, રકુલ પ્રીત સિંહ, નિકોલ ફેરિયા, એવલીન શર્મા
સંગીત : પ્રીતમ, મિથુન, હની સિંહ
સ્ટાર : 2

આજકાલની વ્યસ્ત જિંદગીમાં મૈત્રી, દેશભક્તિ, પ્રેમ જેવા ઇમોશન્સ માટે ક્યાં રહે છે કોઈની પાસે સમય. જો આપ પણ આ ઇમોશન્સને અનુભવવામાંથી ચુકી ગયા હોવ, તો આપના માટે દિવ્યા ખોસલા કુમારની ફિલ્મ યારિયાં આ સપ્તાહની પરફેક્ટ ફિલ્મ સાબિત થઈ શકે છે.

શક્ય છે કે યારિયાં ફિલ્મના કેટલાંક ઇમોશન્સ આપને થોડાક ઓવરડોઝ જેવા અનુભવાય, પણ આમ છતાં કેટલાંક પ્રેમપૂર્ણ અને રીયલ ઇમોશન્સ થોડીક વાર માટે આપને ઓવરપાવર કરી શકે છે. ફિલ્મમાં નવા કલાકારોને કાસ્ટ કરવામાં આવ્યાં છે કે જેમાંના કેટલાંક વગર એક્સપ્રેશને માત્ર ડાયલૉગ્સ બોલતા જ નજરે પડે છે. સાઉથના અભિનેત્રી રકુલ પ્રીત સિંહ આ ફિલ્મ સાથે બૉલીવુડ પ્રવેશ કરી રહ્યાં છે. જ્યાં સુધી ફિલ્મના સંગીતની વાત છે, તો યારિયાંનું મ્યુઝિક બહેતરીન છે. કેટલાંક ગીતો તો પહેલી જ વારમાં જીભે ચડી જાય તેવા છે.

આવો તસવીરો સાથે જાણીએ યારિયાં ફિલ્મની વાર્તા :

મૈત્રી આધારિત ફિલ્મ

મૈત્રી આધારિત ફિલ્મ

ફિલ્મના નામ યારિયાં ઉપરથી જ સ્પષ્ટ થાય છે કે ફિલ્મની વાર્તા કેટલાંક મિત્રોની જિંદગી અને તેમની વચ્ચેની મૈત્રી પર આધારિત છે.

કૉલેજ બચાવવા માટે

કૉલેજ બચાવવા માટે

સિક્કિમની એક યુનિવર્સિટીમાં ભણતા પાંચ વિદ્યાર્થીઓ પોતાની કૉલેજને તૂટતા બચાવવા માટે ઑસ્ટ્રેલિયાના વિદ્યાર્થીઓ સાથે સ્પર્ધામાં ઉતરે છે. આ સ્પર્ધા દરમિયાન આ વિદ્યાર્થીઓ પોતાનો એક મિત્ર ગુમાવી દે છે. યારિયાંમાં ઑસ્ટ્રેલિયામાં ભારતીયો સાથે થતો ખરાબ વ્યવહાર પણ દાખવવાના ભરપૂર પ્રયત્નો કરાયાં છે.

ઇમોશન્સ-રોમાંસ

ઇમોશન્સ-રોમાંસ

ફિલ્મમાં વચ્ચે-વચ્ચે માતા-પુત્રના પ્રેમ અને ઇમોશન્સ સીન્સ નાંખીને તથા મૈત્રીના કેટલાંક ઇમોશન્સ નાંખીને દર્શકોને એંગેજ કરવાના પણ પ્રયત્નો કરાયાં છે. ફિલ્મમાં કેટલાંક કિસિંગ અને રોમાંટિક સીન્સ પણ ઉમેરવામાં આવ્યાં છે, પરંતુ કેટલાંક સીન્સ ઓવરડોઝ જેવા અનુભવાય છે.

સિક્કિમ-સૌંદર્ય

સિક્કિમ-સૌંદર્ય

યારિયાં ફિલ્મમાં એવલીન શર્મા પણ છે, પરંતુ તેમના પાત્રના ભાગે કંઈ ખાસ કામ આવ્યું નથી. યારિયાં ફિલ્મમાં સિક્કિમના સૌંદર્યને સુંદર રીતે કૅમેરે કંડારવામાં આવ્યું છે. આમ સિક્કિમનું સૌંદર્ય દર્શકો માટે આકર્ષણ બની શકે છે. આમ છતાં યારિયાં ફિલ્મના ગીતો જરૂર સારા છે કે જે દર્શકોને એંટરટેન કરશે.

હજમ કરવી મુશ્કેલ

હજમ કરવી મુશ્કેલ

યારિયાં ફિલ્મના કેટલાંક સીન્સ બીજી ફિલ્મોની યાદ અપાવે છે. યારિયાં ફિલ્મ યંગસ્ટર્સને ધ્યાને રાખી બનાવાઈ છે, પરંતુ યંગસ્ટર્સ માટે આટલા બધા ઇમોશન્સ હજમ કરવાં થોડુક મુશ્કેલ થઈ શકે છે.

English summary
Yaariyan movie is totally based on few college students who compete with Australian students to safe their college. Yaariyan movie songs are very melodious. Movie story is little slow and it sometimes seems illogical.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X