• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

YPD 2 Review : છુપાઈને છવાઈ ગયાં સલમાન ખાન!

|

ફિલ્મ : યમલા પગલા દીવાના 2

કલાકારો : ધર્મેન્દ્ર, સન્ની દેઓલ, બૉબી દેઓલ, ક્રિસ્ટીના અખીવા, નેહા શર્મા

દિગ્દર્શક : સંગીત સિવાન

સંગીત : શરીબ તોષી

ધર્મેન્દ્ર, સન્ની દેઓલ તથા બૉબી દેઓલની ફિલ્મ યમલા પગલા દીવાના 2 આજે સિનેમા ઘરોમાં પહોંચી ગઈ છે. જોકે યમલા પગલા દીવાના 2ના પ્રમોશન્સ માટે ધર્મેન્દ્ર તેમજ તેમનાપરિવારે કંઈ ખાસ નથી કર્યું. શક્ય છે કે તેમને અગાઉથી જ આ વાતનો પૂરતો ભરોસો હશે કે તેમની ફિલ્મ તો બૉક્સ ઑફિસે ચાલવાની જ છે.

કૉમેડીની વાત હોય, તો સરદાર કઈ રીતે પાછળ રહે. સૌથી વધુ જોક્સ પણ સરદારો ઉપર જ બને છે અને સૌથી વધુ પ્રેમ આપનારા પણ સરદાર જ હોય છે. આમ વાયપીડી 2 ફિલ્મમાં પણ કૉમેડી સાથે રોમાંસનો જોરદાર તડકો છે. હસતા-હસતા પ્રેમ કરવું હોય, તો જરૂર જુઓ યમલા પગલા દીવાના 2.

વાર્તા : પાત્રો યમલા પગલા દીવાના ફિલ્મના જ છે. ધરમ સિંહ (ધર્મેન્દ્ર) તથા ગજોધર (બૉબી દેઓલ) અને પલવિંદર સિંહ (સન્ની દેઓલ). ધરમ સિંહ તથા ગજોધર સિંહ હજીય લોકોને મૂરખા બનાવી લુંટે છે અને તેમનું આ જ કામ છે. પલવિંદર સિંહ આ ફિલ્મમાં પણ ખૂબ જ સીધા-સાદા અને પ્રામાણિક રોલમાં છે. ફિલ્મની વાર્તા શરૂ થાય છે ધરમ સિંહ સાથે કે જે પોતાના પુત્ર ગજોધરના લગ્ન એક કૉમન મૅન અને દેવાળું ફુંકાઈ બેઠેલ યોગરાજ (અન્નુ કપૂર)ની પુત્રી સુમન (નેહા શર્મા) સાથે કરાવવા માંગે છે. બીજી બાજુ બૅંકમાંથી લોન લેનારાઓથી પૈસા વસૂલવાનું કામ કરનાર પલવિંદર સિંહ યોગરાજના ક્લબમાં મૅનેજરની જૉબ કરી લે છે. તે જ દરમિયાન પલવિંદરને યોગરાજની બીજી પુત્રી રીત (ક્રિસ્ટીના અખીવા) સાથે પ્રેમ થઈ જાય છે.

યમલા પગલા દીવાના 2 ફિલ્મમાં બીજું શું-શું થાય છે? જાણવાં માટે ફેરવો સ્લાઇડ્સ.

સલમાનના ફૅન ગજોધર-સુમન

સલમાનના ફૅન ગજોધર-સુમન

વાયપીડી 2માં ત્રણે દેઓલ ઉપરાંત પણ એક એક્ટર છે કે જે ફિલ્મમાં ન હોવા છતાં ફિલ્મનો મહત્વનોભાગ છે. તે એક્ટર બીજું કોઈ નહિં, પણ સલમાન ખાન છે. ગજોધર એટલે કે બૉબી દેઓલ તથા સુમન એટલે કે નેહા શર્મા બંનેએ ફિલ્મમાં સલમાનના ફૅન્સનો રોલ ભજવ્યો છે.

સલમાન પ્રત્યેની ગઝબ દીવાનગી

સલમાન પ્રત્યેની ગઝબ દીવાનગી

ગજોધર તથા સુમન સલમાનના બહુ મોટા ફૅન છે. બંને સલમાનની ફિલ્મોનું પ્રમોશન કરતાં પણ નજરે પડે છે. સલમાન માટે એવી દીવાનગી ગઝબનાક છે. સમલાન ફિલ્મમાં ન હોવા છતાં ફિલ્મનો મહત્વનો ભાગ છે.

હાસ્યની છોળો

હાસ્યની છોળો

વાયપીડી 2 જોતી વખતે નક્કી છે કે આપ બે મિનિટ પણ શાંતિથી નહિં બેસી શકો. પૂરી ફિલ્મ દરમિયાન થિયેટરમાં હાસ્યની છોળો ઉછળતી સંભળાશે. એમ પણ દેઓલ પરિવારની કૉમેડી કાયમ સૌની ઉપરભારે પડે છે. આ વખતે પણ આ પિતા-પુત્રો થોડાંક સમય માટે બૉક્સ ઑફિસે છવાયેલાં રહેવાનાં છે.

ધર્મેન્દ્રે ખૂબ હેરાન કર્યો સન્નીને

ધર્મેન્દ્રે ખૂબ હેરાન કર્યો સન્નીને

ધર્મેન્દ્રે એક ઈવેન્ટ દરમિયાન જણાવ્યુ હતું કે વાયપીડી 2 દરમિયાન તેમણે સન્ની દેઓલને ખૂબ હેરાન કર્યાં. પગલાએ કંઈક તો રોમાંસ કરવો જોઇએ. તેથી તેમણે સન્નીના ભાગે ઘણાં બધાં રોમાંટિક સીન્સ રાખ્યાં.

સલમાનના ડાયલૉગ્સની ભરમાર

સલમાનના ડાયલૉગ્સની ભરમાર

વાયપીડી2માં સલમાનના ઘણાં બધાં ડાયલૉગ્સ નાંખવામાં આવ્યાં છે. અનેક વાર એવુ લાગે છે કે ફિલ્મમાં વગર કારણે કૉમેડી ઘુસાડવાની કોશિશ પણકરાઈ છે. સલમાન, તેમના ડાયલૉગ્સ તથા અકારણે યૂઝ કરાયેલ પાત્રો અમુક જગ્યાએ ખૂબ વાંધાજનક લાગે છે.

ધર્મેન્દ્રના ફૅન્સ માટે ટ્રીટ

ધર્મેન્દ્રના ફૅન્સ માટે ટ્રીટ

ધર્મેન્દ્રના ફૅન્સ માટે વાયપીડી 2 કોઈ ટ્રીટથી ઓછી નથી. ધર્મેન્દ્ર આજેય એટલાં જ એનર્જીથી ભરપૂર તેમજ રોમાંટકિ છે કે જેટલાં વર્ષો અગાઉ લાગતા હતાં. તેમની સાથે તેમના બંને પુત્રો સન્ની દેઓલ તથા બૉબી દેઓલે તો ફિલ્મમાં પ્રાણ પૂરી નાંખ્યા છે.

English summary
Yamla Pagla Deewana 2 movie review Yamla Pagla Deewana 2 is a treat for Dharmendra's fans. , Yamla Pagla Deewana 2 features Sunny Deol, Dharmendra and Bobby Deol and Neha Sharma in the leads. YPD sequel is expected to be a bigger, better and funnier ride than its prequel.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more