For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આખરે આ ‘શાહરુખ’ની જાત શું છે? : યે હૈ બકરાપુર રિવ્યૂ

|
Google Oneindia Gujarati News

ફિલ્મ : યે હૈ બકરાપુર
નિર્માતા : રમેશ એસ અરુણાંચલમ
દિગ્દર્શક : જાનકી વિશ્વનાથન
કલાકારો : અંશુમાન ઝા, યોશિકા વર્મા તથા સુરુચિ ઔલખ
સંગીત : અગ્નિ બૅન્ડ
સ્ટાર : 2

ભારત એક એવો દેશ છે કે જ્યાં ધર્મ-મજહબના નામે હંમેશા ઝગડા થયાં છે. ખાસ તો હિન્દૂ અને મુસલમાનો તો કાયમ એક-બીજાના ખૂનના પ્યાસા હોય છે. અત્યાર સુધી તો બૉલીવુડ ફિલ્મ નિર્માતાઓએ આવા ધર્મોના લોકો અંગે જ ફિલ્મો બનાવી છે અને આ ફિલ્મોએ સામાન્ય રીતે વિવાદોમાં ઘેરાઈ નામ પણ કમાવ્યું છે, પરંતુ જાનકી વિશ્વનાથને પોતાના દિગ્દર્શનમાં પહેલી વાર એવી ફિલ્મ બનાવી છે કે જેમાં એક બકરાની જાતિ અને ધર્મ અંગે હિન્દુઓ તથા મુસલમાનો વચ્ચે સંઘર્ષ છેડાઈ જાય છે. યે હૈ બકરાપુર ફિલ્મમાં દર્શાવાયું છે કે કઈ રીતે માણસોના તો અત્યાર સુધી ધર્મના નામે ભાગલા પડાયા હતા, પણ હવે જનાવરોના પણ ધર્મ અને જાતિના આધારે ભાગલા પડવા લાગ્યાં. લોકોની માનસિકતાને ખૂબ જ સુંદર અને કટુ રીતે યે હૈ બકરાપુરમાં દર્શાવાઈ છે.

વાર્તા : યે હૈ બકરાપુર ફિલ્મની વાર્તા એક બકરાની છે કે જેનું નામ શાહરુખ છે. શાહરુખ જુલ્ફી નામના એક છોકરાના ઘરે રહે છે. જુલ્ફી શાહરુખને બહુ પ્રેમ કરે છે, પણ એક દિવસ જુલ્ફીના પરિવારજનો શાહરુખને વેચી પોતાનો કેટલોક કર્ઝ ચુકવવાનો નિર્ણય કરે છે અને જુલ્ફી આ વાત સાંભળી ખૂબ દુઃખી થઈ આઘાત પામે છે. જુલ્ફી શાહરુખને બચાવવા માટે જફર (આયુષ્માન ઝા)ની મદદ લે છે. જફર શાહરુખ ઉપર અરબી ભાષામાં અલ્લાહ લખી દે છે અને જ્યારે લોકો શાહરુખ ઉપર લખેલ અલ્લાહ જુએ છે, તો તેમને લાગે છે કે શાહરુખ અલ્લાહનો બંદો છે.

શાહરુખ આખા ગામમાં જાણીતો બની જાય છે. એક બાજુ હિન્દુઓ શાહરુખને પોતાની સાથે રાખવા તૈયાર હોય છે, તો બીજી બાજુ મુસલમાનો કહે છે કે શાહરુખ તેમના ધર્મનો છે અને તે તેમની સાથે જ રહેવો જોઇએ. જુલ્ફી વધુ મુસીબતમાં ફસાઈ જાય છે. પોતાના શાહરુખને બચાવવા માટે જુલ્ફી શું-શું કરે છે અને કેવી-કેવી મુશ્કેલીઓનો સામનો કરે છે? આ જાણવા માટે તો આપે ફિલ્મ જોવી પડશે.

હાલ તો આપને બતાવીએ યે હૈ બકરાપુર ફિલ્મ સાથે જોડાયેલી મહત્વની બાબતો :

દિગ્દર્શન

દિગ્દર્શન

યે હૈ બકરાપુરના દિગ્દર્શનની વાત કરીએ, તો જાનકી વિશ્વનાથન એક ખૂબ જ જુદી અને લીક સે હટકે ફિલ્મની વાર્તા લઈને આવ્યાં છે, પરંતુ તેઓ વાર્તા સાથે પુરતો ન્યાય કરવામાં ક્યાંકને ક્યાંક થાપ ખાઈ ગયા છે. ફિલ્મનું દિગ્દર્શન નિરાશાજનક રહ્યું.

વાર્તા

વાર્તા

યે હૈ બકરાપુરની વાર્તા જ ફિલ્મનું એકમાત્ર પૉઝિટિવ પૉઇંટ છે. એક બકરાના ધર્મ અંગે વિવાદની આ એક એવી વાર્તા છે કે જે આપની અંદર આપણા સમાજના કેટલાંક કડવા સત્ય દર્શાવે છે.

અભિનય

અભિનય

અભિનયની વાત કરીએ, તો અંશુમાન ઝા, યોશિકા શર્મા તથા સુરુચિ ઔલખે પોતાના પાત્ર સાથે પુરતો ન્યાય કર્યો છે. આસિફ બસરા, ફૈઝ ખાને પણ બેહતરીન પરફૉર્મન્સ આપવાનો પ્રયત્ન કર્યો છે. સરવાળે કલાકારોની અદાકારીમાં કોઈ ઉણપ નથી દેખાતી.

સંગીત

સંગીત

યે હૈ બકરાપુર જે પ્રકારની ફિલ્મ છે, તેવી ફિલ્મોમાં સંગીતની જરૂર હોતી નથી, પણ અગ્નિ બૅન્ડે ફિલ્મમાં સારૂં સંગીત આપ્યું છે.

જોવી કે નહીં?

જોવી કે નહીં?

યે હૈ બકરાપુર ફિલ્મ જોવી કે નહીં? આ પ્રશ્નનો જવાબ થોડોક મુશ્કેલ છે, કારણ કે ફિલ્મની વાર્તા શાનદાર છે. જોકે ફિલ્મ સાથે પુરતો ન્યાય ન થઈ શક્યો, પણ હળવી કૉમેડી તરીકે એક વાર તો આ ફિલ્મ જોઈ શકાય છે.

English summary
Yeh Hai Bakrapur movie revolves around one goat name Shahrukh. Shahrukh lives with Julfi and Juldi love Shahrukh so much. One day Julfi parents decides to sell Shahrukh to returns their debt. Julfi takes hap from his friend and Shahrukh becomes messenger of Allah.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X