સુશાંત સિંહ રાજપૂત કેસઃ રિયાએ છૂપાવ્યો પોતાનો બીજો મોબાઈલ નંબર, ઈડીએ આ રીતે જાણ્યુ
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. આ કેસમાં મની લોન્ડ્રીંગના એંગલથી ઈડી પણ તપાસ કરી રહ્યુ છે. ગયા શુક્રવારે ઈડીએ પૂછપરછ માટે મુખ્ય આરોપી રિયા ચક્રવર્તીને બોલાવી હતી. રિયાની લગભગ આઠ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી. આ સાથે જ રિયાના ભાઈ શોવિક ચક્રવર્તીની પણ લગભગ 18 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી છે. આ દરમિયાન સમાચાર આવ્યા છે કે રિયાએ ઈડીથી પોતાનો એક ફોન નંબર છૂપાવ્યો છે જ્યારે તે આ નંબરનો ઉપયોગ કરી રહી હતી.

ઈડીએ બતાવ્યા કૉલ રેકોર્ડ
ટાઈમ્સ નાઉ મુજબ, ઈડીએ રિયાને પોતાના બધા ઈલેક્ટ્રોનિક ડિવાઈસ જમા કરાવવા માટે કહ્યુ હતુ. પરંતુ રિયાએ પોતાનો એક અન્ય ફોન નંબર ન બતાવ્યો જેનો તે ઉપયોગ કરી રહી હતી. જ્યારે ઈડીએ રિયાને તે ફોન નંબરના કૉલ રેકોર્ડ બતાવ્યા તો રિયાએ એ વાતનો સ્વીકાર કરી લીધો કે તે આ ફોન નંબરનો ઉપયોગ કરી રહી છે. હવે ઈડીની તૈયારી રિયાના આ હિડન ફોનનો ડેટા શોધવાની છે. એ પણ કહેવામાં આવી રહ્યુ છે કે મોબાઈલ ફોનની ફોરેન્સિક તપાસ કરવામાં આવશે અને ડેટા શોધવામાં આવશે.

પટનામાં નોંધાઈ હતી એફઆઈઆર
ઈડીએ સુશાંત સિંહ રાજપૂતના અકાઉન્ટ ટ્રાન્ઝેક્શન્સની તપાસ કરીને રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિક ચક્રવર્તી સાથે પૂછપરછ કરી હતી. શોવિકની શનિવારે થયેલી પૂછપરછમાં બધા ઈલેક્ટ્રોનિક ડિવાઈસ જમા કરાવવા માટે કહેવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત રિયા અને તેના પિતા ઈન્દ્રજીત ચક્રવર્તીને પૂછપરછ માટે સોમવારે બોલાવવામાં આવ્યા છે. વળી, સુશાંતના દોસ્ત સિદ્ધાર્થ પિઠાનીને પણ ઈડીએ પૂછપરછ માટે સમન મોકલ્યા છે. તમને જણાવી દઈએ કે સુશાંતના પિતા કે કે સિંહે આ કેસમાં પટનામાં એફઆઈઆર નોંધાવી છે જેમાં રિયા ચક્રવર્તી, તેનો પરિવાર અને અમુક અન્ય લોકો પર સુશાંતના પૈસા હડપવા, છેતરપિંડી કરવા અને તેને આત્મહત્યા માટે મજબૂર કરવાનો આરોપ લગાવ્યો છે.

સીબીઆઈ તપાસ ઈચ્છે છે પરિવાર
તમને જણાવી દઈએ કે સુશાંતસિંહ રાજપૂત 14 જૂને પોતાના ઘરમાં મૃત મળી આવ્યા હતા. આ કેસની તપાસ લગભગ બે મહિનાથી મુંબઈ પોલિસ કરી રહી છે પરંતુ પોલિસના હાથ ખાલી છે. ત્યારબાદ સુશાંતના પિતા કે કે સિંહે પટનામાં એફઆઈઆર નોંધાવી હતી ત્યારબાદ બિહાર પોલિસ કેસની તપાસ માટે મુંબઈ પહોંચી. મુંબઈ પોલિસ તરફથી કોઈ સહયોગ ન મળતો જોઈ સુશાંતના પિતાએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને સીબીઆઈ તપાસની માંગ કરી હતી. ત્યારબાદ નીતિશ કુમારે સીબીઆઈ તપાસ માટે ભલામણ કરી અને બાદમાં કેન્દ્ર સરકારે પણ આ અનુરોધને માની લીધો. જો કે મહારાષ્ટ્ર સરકારે આ કેસમાં સીબીઆઈ તપાસનો વિરોધ કર્યો છે.
રિયાએ સુશાંત સાથે ચેટનો સ્ક્રીનશૉટ શેર કર્યો, બહેને વીડિયો શેર કરી આપ્યો જવાબ