For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'મને પણ કહેવાયું હતું, ડૂંટી નથી દેખાતી પેન્ટ નીચે કરો'

'મને પણ કહેવાયું હતું, ડૂંટી નથી દેખાતી પેન્ટ નીચે કરો'

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશભરમાં શરૂ થયેલ મી ટૂ મૂવમેન્ટ દ્વારા બૉલીવુડની કેટલીય દિગ્ગજ અભિનેત્રીઓ સાથે થયેલ યૌન શોષણની ઘટનાઓ સામે આવી રહી છે. આ મૂવમેન્ટમાં કેટલાય મોટા માથાંઓનાં નામ સામે આવ્યા બાદ હવે મહિલાઓના કાર્યસ્થળ પર થતા યૌન શોષણને લઈને પણ એક મોટી બબાલ શરૂ થઈ ગઈ છે. આ વચ્ચે ગેંગ્સ ઑફ વાસેપુર અને મસાન જેવી ફિલ્મો આપનાર અભિનેત્રી રિચા ચઢ્ઢાએ પણ મીટૂ કેમ્પેઈન અને મહિલાઓ સાથે થતા યૌન શોષણ પર વાત કરતા પોતાની સાથે થયેલી ઘટનાનો ઉલ્લેખ કર્યો છે.

હાઈ વેસ્ટ પેન્ટમાં કોઈ નાભિ કેવી રીતે દેખાડી શકે

હાઈ વેસ્ટ પેન્ટમાં કોઈ નાભિ કેવી રીતે દેખાડી શકે

એક મીડિયા હાઉસના કાર્યક્રમમાં પહોંચેલી રિચા ચઢ્ઢાએ જણાવ્યું કે, 'હું એક ફિલ્મના ગીતનું શૂટિંગ કરી રહી હતી. શૂટિંગ દરમિયાન મને કહેવામાં આવ્યું કે તમારી નાભિ નથી દેખાઈ રહી, પેન્ટ થોડું નીચે કરી લો. આ વાત સાંભળીને હું દંગ રહી ગઈ હતી. કોઈ હાઈ વેસ્ટ પેન્ટ પહેરીને પોતાની નાભિ કેવી રીતે દેખાડી શકે છે. મને કહેનારાઓને મેં જવાબ આપ્યો કે આ પેન્ટમાં નાભિ નહિ દેખાય. હું એક કામ કરું છું, માર્કરથી મારા માથા કે ગાલ પર નાભિ બનાવી લઉં છું.'

તનુશ્રી દત્તા સાથે શું થયું

તનુશ્રી દત્તા સાથે શું થયું

દેશમાં શરૂ થયેલ મી ટૂ કેમ્પેઈન અંગે પૂછવામાં આવેલ સવાલના જવાબમાં રિચા ચઢ્ઢાએ કહ્યું કે, મહિલાઓનું યૌન શોષણ દરેક જગ્યાએ થાય છે અને બૉલીવુડ પણ આનાથી બચ્યું નથી. અહીં સૌથી મોટી સમસ્યા એ છે કે જે મહિલાઓ યૌન શોષણ વિરુદ્ધ અવાજ ઉઠાવે છે, એમને જ ટાર્ગેટ કરવામાં આવે છે. જુઓ તનુશ્રી દત્તા સાથે શું થયું. એટલું જ નહિં કેરળ નન રેપ કેસમાં જો એક નન વિરોધ નોંધાવે છે તો તમે તેના ચરિત્ર પર સવાલ ઉઠાવો છો અને તેના બળાત્કારીઓ સાથે ઉભા રહો છો. તમે કહો છો કે યૌન શોષણ કરનાર વિરુદ્ધ મહિલાઓ સામે નથી આવતી, પરંતુ જુઓ તમે ખુદ એવી મહિલાઓ સાથે શું કર્યું, જે સામે આવી હતી.

અમુક લોકોને એવામાં જ રસ હોય

અમુક લોકોને એવામાં જ રસ હોય

રિચા ચઢ્ઢાએ કહ્યું કે વધુ એક સમસ્યા એ છે કે કેટલાક લોકો પૂરા ઈરાદા સાથે આ બધું કરે છે. કેટલાક ફિલ્મ નિર્માતાઓને ફિલ્મ બનાવવામાં દિલચસ્પી હોતી નથી, બલકે એમને માત્ર આવી હરકતો કરવામાં જ રસ હોય છે. કાર્યક્રમમાં રિચા ચઢ્ઢાએ જણાવ્યું કે હાલના દિવસોમાં એવી ફિલ્મોની સંખ્યા વધી રહી છે, જેમાં મહિલાઓને મુખ્ય નાયિકા તરીકે દેખાડવામાં આવી હોય. જો તમે જોશો તો પહેલા ત્રણ ફિલ્મો જ એવી આવતી જેમાં મહિલાઓનો મુખ્ય રોલ પછી આવી ફિલ્મોની સંખ્યા પાંચ થઈ અને હવે ધીમે ધીમે સંખ્યાઓ વધી રહી છે. હવે ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર ભરોસો વધી રહ્યો છે કે મહિલા પણ બૉક્સ ઑફિસ પર કમાણીના રેકોર્ડ બનાવી શકે છે.

કેટલાય હીરો ખોવાઈ જશે

કેટલાય હીરો ખોવાઈ જશે

જણાવી દઈએ કે પાછલા દિવસોમાં અમેરિકામાં મી ટૂ કેમ્પેઈનની સફળતાને લઈ પૂછવામાં આવેલ સવાલનો જવાબ આપતા રિચા ચઢ્ઢાએ કહ્યું હતું કે, આપણા દેશમાં પીડિતાનું નામ જાહેર કરીને જે રીતે શર્મશાર કરવાની જેવી રીતે સંસ્કૃતિ ચાલી આવી રહી છે તેને જોતા મને નથી લાગતું કે આ કેમ્પેઈન જલદી સફળ થશે. પરંતુ હવે આવું થશે, જેમ કે હૉલીવુડમાં અત્યારે થઈ રહ્યું છે, આખું સ્ટ્રક્ચર બદલાઈ જશે. જે લોકોને તમે ફેમિનિસ્ટ ફિલ્મો બનાવવા અને પ્રગતિશીલ હોવાનો દાવો કરતા જુઓ છો, તે બધા નીચે પડવા લાગશે. જે દિવસે આવું થયું તે દિવસે આપણા કેટલાય હીરાઓ ગાયબ થઈ જશે.

43 વર્ષે પણ લાગે છે ભયંકર હૉટ, 11 અફેર્સ છતાં કોઈની સાથે ન કર્યાં લગ્ન43 વર્ષે પણ લાગે છે ભયંકર હૉટ, 11 અફેર્સ છતાં કોઈની સાથે ન કર્યાં લગ્ન

English summary
Richa Chadha Says That During a Shoot Asked Her to Show Her Navel.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X