સલમાન ખાને ઋષિ કપૂરના નિધન પર કર્યુ ટ્વિટ, 'બોલ્યુ ચાલ્યુ માફ કરજો ચિંટૂ સર'
બૉલિવુડના દિગ્ગજ કલાકાર ઋષિ કપૂરનુ આજે સવારે 67 વર્ષની વયે નિધન થઈ ગયુ છે. તે લાંબા સમયથી બિમાર હતા. તેમના નિધનના સમાચાર અમિતાભે બચ્ચને ટ્વિટ કરીને ફેન્સને આપ્યા. તમને જણાવી દઈએ કે ગઈ કાલે રાતે ખરાબ તબિયતના કારણે તેમને મુંબઈની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. તેમની તબિયત અચાનક બગડી હતી ત્યારબાદ તેમને આઈસીયુમાં ભરતી કરવા પડ્યા હતા, તેમના નિધનના સમાચારથી દરેક જણ શોકમાં છે.

સલમાન ખાને ઋષિ કપૂરના નિધન પર માંગી માફી
ઋષિ કપૂરના નિધન પર પર બૉલિવુડના દબંગ એટલે કે સલમાન ખાને પણ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યુ છે. સલમાન ખાને પોતાના ટ્વિટમાં કહ્યુ કે - બોલ્યુ ચાલ્યુ માફ ચિંટૂ સર. ઋષિ કપૂર વિશે સલમાન ખાનનુ આ ટ્વિટ ખૂબ જ વાયરલ થઈ રહ્યુ છે.
|
કંઈક તો મનદુઃખ હતુ ઋષિ કપૂર અને સલમાન વચ્ચે
સલમાન ખાને પોતાના ટ્વિટર અકાઉન્ટથી ટ્વિટ કરીને લખ્યુ કે ભગવાન તમારી આત્માને શાંતિ આપે ચિંટૂ સર, બોલ્યુ ચોલ્યુ માફ, શાંતિ અને પ્રકાશ દોસ્તો માટે.તમને જણાવી દઈએ કે ઘણી વાર મીડિયામાં એવા સમાચાર સામે આવતા કે સલમાન ખાન અને ઋષિ કપૂર વચ્ચે તકરાર છે. સલમાન ખાન અને ઋષિ કપૂરે યે હે જલવા ફિલ્મમાં એકસાથે કામ કર્યુ હતુ. સલમાન ખાને આ ફિલ્મમાં દીકરાની ભૂમિકા નિભાવી હતી.

તકરારનુ કારણ હતા રણબીર કપૂર!
ફિલ્મી ગલીઓમાં એવી ચર્ચા હતી કે રણબીર કપૂર અને કેટરીના કૈફની દોસ્તીથી નારાજ સલમાને રણબીરને ઘણુ ખરુ ખોટુ કહ્યુ હતુ, જેના પર ઋષિ કપૂરને ખૂબ ગુસ્સો આવ્યો હતો. જો કે આ વાતોમાં કેટલી સચ્ચાઈ હતી, એ તો કોઈને ખબર નથી પરંતુ સલમાનના આજના ટ્વિટથી સબિત થઈ ગયુ કે આ બંને સ્ટાર્સ વચ્ચે કંઈ ગરબડ તો હતી જ.
આ પણ વાંચોઃ સંજય દત્તને મુશ્કેલ સમયમાં આ રીતે ઋષિ કપૂરે કરી હતી મદદ