ઋષિ કપૂરે અંતિમ ક્ષણ સુધી મેડિકલ સ્ટાફનું મનોરંજન કર્યુ, 2 વર્ષથી આ બીમારી સામે ચાલી રહી હતી જંગ
નવી દિલ્હીઃ બૉલીવુડના દિગ્ગજ નેતા ઋષિ કપૂરે 67 વર્ષ ઉંમરમાં દુનિયાને અલવિદા કહી દીધું. તેમના નિધનથી આખો દેશ સોકમાં છે. અભિનેતા ઋષિ કપૂરના પરિવારે કહ્યું કે 2 વર્ષ સુધી લ્યૂકેમિયા સામે જંગ લડ્યા બાદ દુનિયાને અલવિદા કહી દીધું. આની સાતે જ પરિવારે જણાવ્યું કે ઋષિ કપૂર જીવનના આખરી પળોમાં પણ ડૉક્ટર્સ અને મેડિકલ સ્ટાફનું મનોરંજન કરતા રહ્યા. જણાવી દઈએ કે ઋષિ કપૂરને ગત દિવસોમાં જ મુંબઈના હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. તેમના મોટા બાઈ રણધીર કપૂરે જણાવ્યું હતું કે તેમને શ્વાસ લેવામાં પરેશાની થઈ રહી હતી.
જ્યારે ઋષિ કપૂરના પરિવારે તેમના નામે સંદેશ આપતા કહ્યું, તેમણે બે વર્ષ સુધી લ્યૂકેમિયાથી જંગ લડ્યા બાદ દુનિયાને અલવિદા કહી દીધી. ડૉક્ટર્સ અને મેડિકલ સ્ટાફ જણાવે છે કે તેમમે જીવનના આખરી પળ સુધી તેમનું મનોરંજન કર્યું છે. પરિવાર, દોસ્ત, ખોરાક અને ફિલ્મો હંમેશાથી તેમના ધ્યાનમાં રહેતી હતી. ઈલાજ દરમિયાન જે કોઈપણ તેમને મળવા જતું હતું તો તેઓ એ વાતથી દંગ રહી જતા હતા કે ઋષિ કપૂરે પોતાની બીમારીને ક્યારેયપણ પોતાના પર હાવી ના થવા દેતા. જેઓ દુનિયાભરથી મળેલા તેમના ફેન્સના પ્રેમ માટે આભારી હતા. ઋષિ કપૂરના નિધન પર ફેન્સ સમજશે કે તેઓ મુશ્કુરાહટ સાથે યાદ કરાય તેવું પસંદ કરશે ના કે આંસુ.
ઋષિ કપૂરના પરિવારે આગળ કહ્યું કે તેમણે પોતાના ફેન્સને સલાહ આપતા કહ્યું, "આ સમયે હું, આપણે એમ પણ સમજીએ છીએ કે દુનિયા એક ઘણા મુશ્કેલ અને પરેશાન સમયથી પસાર થઈ રહી છે. સાર્વજનિક રૂપે એકઠા થવા પર કેટલાય પ્રતિબંધ છે. અમે તેમના બધા પ્રશંસકો, મિત્રો, પરિજનો અને શુભચિંતકોને અનુરોધ કરવા માંગીએ છીએ કે તેઓ કાનૂનનું સન્માન કરે."
ઋષિ કપૂરનુ 67 વર્ષની વયે નિધન, સોશિયલ મીડિયા પર લોકો આપી રહ્યા છે શ્રદ્ધાંજલિ
જણાવી દઈએ કે ઋષિ કપૂરે રાજ કપૂરની ફિલ્મ મેરા નામ જોકરથી બૉલીવુડની દુનિયામાં ડગલું માંડ્યું હતું. જે બાદ તેઓ ફિલ્મ બૉબીમાં જોવા મળ્યા હતા, જેમાં તેમણે ડિંપલ કપાડિયા સાથે મુખ્ય ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મ માટે ઋષિ કપૂરને ફિલ્મફેર બેસ્ટ એક્ટરના અવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે 1973થી 2000 દરમિયાન ઋષિ કપૂરે 92 ફિલ્મોમાં રોમાંટિક એક્ટરનો રોલ નિભાવ્યો, જેમાંથી 36 પિલ્મ તેમની બૉક્સ ઑફિસ પર ખુબ હિટ પણ રહી હતી. વર્ષ 2000 બાદ ઋષિ કપૂર હંમેશા સપોર્ટિંગ રોલ્સમા જોવા મળવા લાગ્યા, જેમમાં હમ તુમ, ફના, નમસ્તે લંડન, લવ આજકલ, પટિયાલા હાઉસ, અગ્નિપથ, હાઉસફુલ ટૂ અને કેટલીય ફિલ્મો સામેલ છે.
મરતા પહેલા એકવાર પાકિસ્તાન જવા કેમ ઈચ્છતા હતા ઋષિ કપૂર? શું છે પાકિસ્તાન સાથે સંબંધ?