ઋષિ કપૂરનુ 67 વર્ષની વયે નિધન, સોશિયલ મીડિયા પર લોકો આપી રહ્યા છે શ્રદ્ધાંજલિ
બૉલિવુડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરનુ 67 વર્ષની વયે નિધન થઈ ગયુ છે. તે લાંબા સમયથી બિમાર હતા. અમિતાભ બચ્ચને ટ્વિટ કરીને ફેન્સને આ અંગેની માહિતી આપી છે. ગઈ રાતે તેમની તબિયત ખરાબ થઈ જતા તેમને મુંબઈની સર એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. તેમની તબિયત અચાનક બગડી હતી ત્યારબાદ તેમને આઈસીયુમાં ભરતી કરવા પડ્યા હતા. તેમના નિધનના સમાચારથી સૌ કોઈ ચોંકી ગયા છે. બૉલિવુડથી લઈને રાજકીય જગતના લોકોને તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

પંજાબના મુખ્યમંત્રીએ આપી શ્રદ્ધાંજલિ
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે કહ્યુ, અનુભવી અભિનેતા ઋષિ કપૂજરજીના નિધનથી ચોંકી ગયો છુ. એક અભિનેતાની ઉત્કૃષ્ટતા, જેમણે લાખો લોકોને મંત્રમુગ્ધ કરી દીધા તેમને સૌ યાદ કરશે. આખી દુનિયામાં તેમના પ્રશંસકો અને પરિવાર પ્રત્યે મારી સંવેદની. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.

તમારુ સ્મિત ખૂબ યાદ આવશેઃ શિલ્પા શેટ્ટી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ કહ્યુ, સવારે ઉઠતા જ આ અપ્રિય સમાચાર વિશે જાણવા મળ્યુ. એક દિગ્ગજ અભિનેતા જેમને દુનિયાભરમાં લાખો લોકોએ પ્રેમ કર્યો, તેઓ અત્યારે આપણને છોડીને જતા રહ્યા છે. તમારી સ્ટાઈલ, પ્રતિભા, તમારી સ્માઈલ ખૂબ યાદ આવશે... ઋષિજી આવનારી પેઢીએ માટે તમારો વારસો જીતિત રહેશે.

'ભારતીય સિનેમાએ એક પ્રતિષ્ઠિત અભિનેતા ગુમાવી દીધો'
ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે કહ્યુ, 'દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરના નિધન વિશે જાણીને દુઃખ થયુ. ભારતીય સિનેમાએ એક એવા પ્રતિષ્ઠિત અભિનેતાને ગુમાવી દીધા છે જેમણે ઘણી યાદગાર ફિલ્મો સાથે એક છાપ છોડી હતી. તેમના પરિવાર, દોસ્તો અને પ્રશંસકો પ્રત્યે મારી સંવેદના. ભગવાના તેમની આત્માને શાંતિ આપે.' આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ કહ્યુ, 'વધુ એક ફિલ્મી દિગ્જનુ નિધિ...ઋષિ કપૂરના આકસ્મિક નિધનથી દુઃખી છુ. ફિલ્મ જગતે એક રત્ન ગુમાવી દીધુ છે. તેમના પરિવાર પ્રત્યે ગાઢ સંવેદના.'
આ પણ વાંચોઃ ભારતમાં 24 કલાકમાં 67ના મોત, 1718 નવા કેસ, કુલ સંખ્યા 33 હજારને પાર