દિવાળીની પાર્ટીમાં મીડિયા પર ભડક્યા ઋષિ કપૂર, કહ્યું- ડેકારો ના કરો
મુંબઈઃ હાલ સોશિયલ મીડિયા પર અભિનેતા ઋષિ કપૂરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ એક પાર્ટી દરમિયાન મીડિયા પર ભડકતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો શનિવાર રાત મુંબઈમાં થયેલ એકતા કપૂરની દિવાળી પાર્ટીનો છે. જેમાં ઋષિ કપૂર પત્ની નીતૂ સાથે પહોંચ્યા હતા.

ઋષિ કપૂર ગુસ્સે થયા
જ્યારે તેઓ પાર્ટી પતાવીને ઘર તરફ ફરી રહ્યા હતા તો મીડિયાવાળાઓએ તેમને ઘેરી લીધા. તમામ તેમને ફોટો પડાવવાની વાત કહેવા લાગ્યા. જેનાથી ઋષિ કપૂરને ઘણો ગુસ્સો આવી ગયો અને તેઓ મીડિયાવાળાઓ પર ભડકી ઉઠ્યા. આ દરમિયાન તેમણે આ લોકો સાથે કડક અવાજમાં વાત કરી.

શું બોલ્યા ઋષિ કપૂર
ગુસ્સામાં ઋષિ કપૂર બુમ પાડતાં કહે છે, 'ડેકારો ના કરો, અહીં લોકો ઊંઘી રહ્યાં છે. અમારે પણ અમારી ઈજ્જત રાખવાની હોય છે. લોકોને એવું કહેવા માટે ન હોવું જોઈએ કે ફિલ્માળા કેટલો ધમાલ કરે છે.' તેમણે કહ્યું કે તેઓ હંમેશા મીડિયાના લોકોને શોર મચાવતા જ જોયા છે પરંતુ આ યોગ્ય નથી.

કેટલાય સ્ટાર્સ પાર્ટીમાં પહોંચ્યા
જ્યારે ઋષિ કપૂર આ બધું બોલી રહ્યા હતા ત્યારે જ ત્યાં હાજર એક બેન્ડ વાળાએ કહ્યું કે શું આ બધું તેમના પર પણ લાગી થાય છે. તો તેના જવાબમાં ઋષિ કપૂરે કહ્યું કે નહિ તમે લોકો વગાડો. આ તમારો ધંધો છે. એકતાની આ પાર્ટીમાં શાહિદ કપૂર, મૌની રૉય, રાજકુમાર રાવ, નુસરત ભરુચા, કરિશ્મા તન્ના, હુમા કુરેશી, કરણ જોહર સહિત કેટલાય સ્ટાર્સ પહોંચ્યા હતા.

મીડિયાના લોકોને રસ્તો છોડવા કહ્યું
વાતચીત દરમિયાન ઋષિ કપૂરે મીડિયાના લોકોને કહ્યું કે તે ઈન્ડસ્ટ્રીના વરિષ્ઠ માણસ છે અને આ માટે તેમની વાત સાંભળવી જોઈએ. જે બાદ ઋષિએ ગાડી તરફ આગળ વધતાં લોકોને રસ્તો છોડવા કહ્યું. જણાવી દઈએ કે ગત વર્ષે સપ્ટેમ્બરમાં પોતાનો ઈલાજ કરાવવા માટે ન્યૂયોર્ક ગયા હતા. તેઓ ઈલાજ કરાવ્યા બાદ ગત મહિને મુંબઈ પરત ફર્યા છે.
હૉટ કલરફૂલ બિકિની સાથે ઈલિયાના ડિક્રૂઝે કર્યા મદહોશ, જુઓ બોલ્ડ Pics