શાહરુખ અને કાજોલ પાસે રોમાંસ કરાવવા સૌથી મોટી ભૂલ, કારણ?
રોહિત શેટ્ટીની ફિલ્મ દિલવાલેનો પહેલો સીન યાદ છે. જ્યાં એક સ્કર્ટમાં કાજોલ છે અને તેની સાથે શાહરુખ ખાનની સ્માઈલ. બસ, તેમના આ પહેલા લૂકને જોઈને જ લોકો પાગલ થઇ ગયા હતા.
ત્યારપછી બધા જ ફિલ્મની રાહ જોવા લાગ્યા. બધાને જ લાગ્યું કે દિલવાલે ફિલ્મ કેવી હશે. તેમાં શુ હશે? ઘણા સમય પછી શાહરુખ અને કાજોલ આવ્યા છે તો લોકોની આશા ખુબ જ વધી ગયી હતી.
આવો જ ઉત્સાહ હતો ફિલ્મના ડાયરેક્ટર રોહિત શેટ્ટીનો પણ. તેઓ આ જોડીના ખુબ જ મોટા ફેન પણ હતા. બસ, તે જ ચક્કરમાં ફિલ્મ દિલવાલેમાં તેઓ ભૂલ કરી બેઠા.
હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં કબૂલ કર્યું છે કે દિલવાલે આખી તેમની જ ભૂલ હતી. જેના કારણે ફિલ્મના આવા હાલ થયા હતા. રોહિત શેટ્ટીએ જણાવ્યું કે ફિલ્મ ખરેખરમાં ત્રણ ભાઈઓની કહાની હતી. પરંતુ આ વાત ખુબ જ પહેલા જ લીક થઇ ગયી હતી.
પરંતુ જયારે લોકોએ શાહરુખ અને કાજોલના સાથે આવવાની વાત જાણી. ત્યારે લોકોએ તેમનું રિએક્શન આપવાનું ચાલુ કરી દીધું. જેમાં તેમનું ફોકસ ચાલ્યું ગયું. તેમને લાગ્યું કે બંનેના રોમાંસને કેશ કરી શકાય છે. એટલા માટે ફિલ્મમાં કાજોલના 5 સીન વધીને 40 રોમાન્ટિક સીન થઇ ગયા.
બસ આજ રોહિત શેટ્ટીની સૌથી મોટી ભૂલ હતી. તેમને જણાવ્યું કે ફિલ્મમાં કાજોલ ખાલી ફ્લેશબેકમાં 4-5 સીન માટે જ હતી. પરંતુ શાહરુખ અને કાજોલની કેમેસ્ટ્રી જોઈને તેઓ સીન વધારવા લાગ્યા અને આખરે ફિલ્મની આખી કહાની જ બદલાઈ ગયી. જે તેમને કરવું જોઈતું ના હતું.
શાહરુખ કાજોલનો રોમાન્સ
ફિલ્મમાં શાહરુખ કાજોલનો રોમાન્સની ઈફેક્ટ જોવા મળતી જ ના હતી. જે ફિલ્મની સૌથી મોટી ભૂલ હતી. બંને ફિલ્મમાં રોમાન્સ કરવાની કોશિશ કરતા દેખાઈ રહ્યા હોય તેવું જણાવી રહ્યું હતું.
શાહરુખ વરુણનો બ્રોમાન્સ
શાહરુખ વરુણ ભાઈ બનીને બિલકુલ શુટ કરતા જ ના હતા. બંનેની કેમેસ્ટ્રીએ લોકોને બોર કરી દીધા હતા.
એક્શનમાં ઈમોશન
રોહિત શેટ્ટીની ફિલ્મમાં ખાસ વાત હોય છે એક્શન. પરંતુ અહીં તો એક્શન માં ઈમોશન ભરી દેવામાં આવ્યું હતું.
નો કોમેડી નો પંચ
કોમેડી અને પંચ બિલકુલ હતા જ નહીં. કોમેડી કલાકારો લીધા હતા પરંતુ તેમને પંચ આપ્યા જ ના હતા.