• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રોહિત શેટ્ટીએ રણવીર અને દીપિકા સ્ટારર ફિલ્મ સર્કસનું શૂટિંગ શરૂ કર્યું

By Staff
|

અહેવાલ હતા કે દીપિકા પાદુકોણ, રોહિત શેટ્ટીની સર્કસમાં એક ડાંસ નંબર અને કેટલાક કોમેડી સીન કરતી જોવા મળશે. હવે ફિલ્મફેરની એક્સક્લૂઝિવ રિપોર્ટનું માનીએ તો દીપિકા પાદુકોણ ફિલ્મ માટે પોતાના ભાગનું શૂટિંગ કરી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મમાં દીપિકા પાદુકોણ ઘણા સમય બદ કૉમેડી કરતી જોવા મળશે.

છેલ્લે તે રોહિત શેટ્ટીની ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસમાં કોમેડી કરતી જોવા મળી હતી. જો દીપિકા પાદુકોણ અને રણવીરની વાત કરીએ તો બંને રણવીરની આગામી ફિલ્મ 83નીમ પણ સાથે જોવા મળશે.

ચાર ચાંદ લગાવશે

ચાર ચાંદ લગાવશે

ઉલ્લેખનીય છે કે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની જોડી રામ લીલા, બાજીરાવ મસ્તાની અને પદ્માવતમાં કમાલ દેખાડી ચૂકી છે. 83 બાદ સર્કસ તેમની એકસાથે કરેલી પાંચમી ફિલ્મ હશે. હાલમાં રણવીર અને દીપિકાએ એક સાથે જિયોના એક એડમાં પણ ચાર ચાંદ લગાવ્યા છે.

આ ફિલ્મો કરી

આ ફિલ્મો કરી

રોહિત શેટ્ટી અગાઉ દિલવાલે, સિંઘમ, ગોલમાલ તમામ ફિલ્મોમાં ખાસ આઈટમ નંબર શૂટ કરી ચૂક્યા છે. સિંઘમની આતા માઝી સટકલી અને દિલવાલેનું ટુકર ટુકર આજે પણ બધાની પ્લેલિસ્ટમાં સામેલ કરે છે. એવામાં જોવાનું છે કે ફરીએકવાર કયો મસાલો નંબર લઈને આવશે.

નાટક પર આધારિત ફિલ્મ

નાટક પર આધારિત ફિલ્મ

સર્કસ, શેક્સપિયરના મશહૂર નાટક કોમેડી ઑફ એરર્સ પર આધારિત ફિલ્મ છે. બૉલીવુડમાં આ નાટકને આધાર બનાવી પહેલે જ ગુલજાર અંગૂર બનાવી ચૂક્યા છે. માટે સર્કસને અંગૂરની રીમેક જ કહેવામાં આવશે.

સ્ટારકાસ્ટ છે મજેદાર

સ્ટારકાસ્ટ છે મજેદાર

ફિલ્મ એક બે જુડવા માલિક અને બે જુડવા નોકરની કહાની હતી જે બાળપણમાં જ જૂદા પડી જાય છે અને જ્યારે મોટા થઈને એકબીજા સામે ટકરાય છે તો કેટલી મજેદાર સિચ્યુએશન પેદા થાય છે. ફિલ્મમાં રણવીર સિંહ, સંજીવ કુમાર અને વરુણ શર્મા, દેવન વર્માની ભૂમિકામાં જોવા મળશે.

શાહરુખ- રોહિત શેટ્ટી

શાહરુખ- રોહિત શેટ્ટી

રોહિત શેટ્ટીની કંપની અષ્ટવિનાયક ફિલ્મ્સ પાસે આ ફિલ્મના રીમેક રાઈટ્સ ઘણા સમયથી છે. રોહિત પહેલાં આ ફિલ્મને શાહરુખ સાથે બનાવવા માંગતો હતો. પરંતુ હવે રોહિતે પોતાની પસંદ બદલી કાઢી.

વર્ષનો અંતિમ ધમાકો

વર્ષનો અંતિમ ધમાકો

રણવીર સિંહ, જૈકલીન ફર્નાંડીજ, વરુણ શર્મા, પૂજા હેગડે સ્ટારર આ ફિલ્મ 31 ડિસેમ્બર 2021ના રોજ રિલીઝ થશે. મતલબ આ વર્ષનો છેલ્લો બૉક્સ ઑફિસ ધમાકો રોહિત શેટ્ટીના નામે જ રહેશે.

રોહિત શેટ્ટીના નામે હેટ્રિક

રોહિત શેટ્ટીના નામે હેટ્રિક

રોહિત શેટ્ટી અને રણવીર સિંહ માટે આ ફિલ્મ ત્રણ રીતે હેટ્રિક બનાવનાર છે. રોહિત શેટ્ટી અને રણવીર સિંહની આ સાથે ત્રીજી ફિલ્મ હશે. અગાઉ રોહિત શેટ્ટી સાથે ફિલ્મ સિંબા અને સૂર્યવંશીમાં રણવીર સિંહ કામ કરી ચૂક્યા છે.

બિગ બૉસ કપલ એજાઝ-પવિત્રા લગ્ન વિના રહેશે સાથે, જણાવ્યુ લિવ-ઈનમાં રહેવાનુ આ કારણ

બૉક્સ ઑફિસ પર સુપરહિટ

બૉક્સ ઑફિસ પર સુપરહિટ

સૂર્યવંશી ભલે રિલીઝનો ઈંતેજાર કરી રહી હોય પરંતુ ફિલ્મના બૉક્સ ઑફિસનું રિઝલ્ટ બધાને ખબર જ છે. જ્યારે રોહિત શર્મા માટે પણ સર્કસ, ત્રીજી એવી સફળ ફિલ્મ હશે જે વર્ષના અંતે ધમાકો કરશે. અગાઉ સિંબા અને દિલવાલે પણ 2018 અને 2014માં વર્ષના અંતમાં જ રિલીઝ થઈ હતી.

રણવીર અને દીપિકાનો સાથ

રણવીર અને દીપિકાનો સાથ

રણવીર સિંહ માટે પણ આ વર્ષના અંતમાં રિલીઝ થનાર ત્રીજી સફળ ફિલ્મ હશે. રણવીર સિંહે 2018માં સિંબા અને 2014માં બાજીરાવ મસ્તાની સાથે વર્ષનો અંતિમ બૉક્સ ઑફિસ ધમાકો કર્યો. અહીં જુઓ પાછલા દશકાની વર્ષની આખરી ફિલ્મોનો બૉક્સ ઑફિસ રિપોર્ટ.

રોહિત શેટ્ટીની મીનમ્મા

રોહિત શેટ્ટીની મીનમ્મા

ઉલ્લેખનીય છે કે દીપિકા પાદુકોણ રોહિત શેટ્ટી સાથે અગાઉ પણ શાનદાર ફિલ્મ આપી ચૂક્યા છે. ચેન્નઈ એક્સપ્રેસમાં મીનમ્મામાં તેના રોલને કોઈ ભૂલી ના શકે.

બૉક્સ ઑફિસ કિંગ

બૉક્સ ઑફિસ કિંગ

ઉલ્લેખનીય છે કે રોહિત શેટ્ટી બૉલીવુડના સૌથી સફળ ડાયરેક્ટર છે. પોતાની ડેબ્યૂ ફિલ્મ જમીનને છોડી રોહિતે આજ સુધી બૉક્સ ઑફિસ પર કમી નથી જોઈ. તેની હરેક ફિલ્મ, હરેક કોશિશને દર્શકોએ ખુબ પ્રેમ અને પોતાનાપણું આપ્યું.

English summary
Rohit Shetty started shooting of Ranveer and Deepika starrer film Circus. રોહિત શેટ્ટીએ રણવીર અને દીપિકા સ્ટારર ફિલ્મ સર્કસનું શૂટિંગ શરૂ કર્યું
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X