Viewers Reaction : ઇતિહાસનો સૌથી મહાન ચોર એટલે Roy!
અમદાવાદ, 17 ડિસેમ્બર : હમ ઇંસાન અક્સર દૂસરોં કી જિંદગી ચુરા કર જીના ચાહતે હૈં... ઔર મૈં તો હૂં હી ચોર. રૉય ફિલ્મમાં રણબીર કપૂરનો આ ડાયલૉગ ફિલ્મનો આખો સાર છે. રણબીર કપૂર, જૅકલીન ફર્નાન્ડીઝ તેમજ અર્જુન રામપાલ અભિનીત રૉયનું ટ્રેલર તાજેતરમાં જ લૉન્ચ થયું. ફિલ્મના ટ્રેલરને જોઈ દર્શકોના સારા પ્રત્યાઘાત મળ્યાં છે. લોકોને ફલ્મમાં રણબીર-અર્જુન ખૂબ જ આકર્ષક નજરે પડે છે.
અભિષેક કપૂરે ટ્વિટર પર લખ્યું - રૉયમાં અર્જુન રામપાલ પોતાના અસલી કિરદારમાં છે. મને તેનો આતુરતાપૂર્વક ઇંતેજાર છે.
@rampalarjun in his element.. Waiting for this one brother https://t.co/LWRSgx8bZk #ROY
— Abhishek Kapoor (@Abhishekapoor) December 17, 2014
અનુષ્કા અરોરાએ લખ્યું - રૉયનું ટ્રેલર બહેતરીન છે. રણબીર કપૂર ક્યારેય દર્શકોને ઇમ્પ્રેસ કરવામાં પાછા નથી પડતાં.
Trailer for #Roy is outstanding!!!! #RanbirKapoor never fails to impress! Ever!!!! LOVE the fresh casting! @rampalarjun @Asli_Jacqueline
— Anushka Arora (@Anushka_Arora) December 17, 2014
જુનેદ સૈયદે લખ્યું - અર્જુન રામપાલ તથા રણબીર કપૂર, તમ બંને બૅંગ સાથે પરત આવી રહ્યા છે. બહેતરીન નજરે પડી રહ્યા છે. રણબીર તો બહેતર અભિનેતા છે જ અને અર્જુન ક્લાસી દેખાય છે. ફિલ્મનો આતુરતાપૂર્વક ઇંતેજાર છે.
@rampalarjun #ROY u guys are on a bang...looking superb..ranbir is talented...arjun looks classsy...lookin forward to it
— Juned saiyed (@SaiyedJuned) December 17, 2014
વિનીતા કુમારનું કહેવું છે - રૉય ફિલ્મ પરફૉર્મન્સ પર આધારિત લાગે છે. તે એટલી બહેતરીન છે કે તેને ઇગ્નોર ન કરી શકાય.
#ROY looks completely performance oriented...@Asli_Jacqueline - too-gorgeous-to-handle + @rampalarjun - too-suave-to-ignore ALL THE BEST!
— Vineeta Kumar (@vineetakumar_09) December 17, 2014
તમે પણ જુઓ ટ્રેલર :