
Pics : કંઈક તો રંધાય છે અનુરાગ-હુમા વચ્ચે!
મુંબઈ, 13 જાન્યુઆરી : કલ્કી કોચલીન તેમજ તેમના પતિ અનુરાગ કશ્યપ વચ્ચેના ખટરાગના કેન્દ્રમાં હુમા કુરૈશીનું નામ ઉપસી આવ્યુ હતું. જોકે અનુરાગ અને હુમા બંનેએ પોત-પોતાની રીતે સ્પષ્ટીકરણ આપી દીધુ હતું. આમ છતાં તાજેતરમાં જ તસવીરો સામે આવી છે, તેનાથી સ્પષ્ટ તરી આવે છે કે અનુરાગ અને હુમા ભલે કેટલોય ઇનકાર કરે, પરંતુ બંને વચ્ચે કંઇક તો રંધાય છે.
અનુરાગ અને તેમના પત્ની કલ્કી કોચલીને તાજેતરમાં જ એક-બીજાથી જુદા-જુદા રહેવાનો નિર્ણય કર્યો હતો, પણ બંનેએ છુટાછેડા લેવાનો ઇનકાર કર્યો હતો. અનુરાગ તરફથી નિવેદન આવ્યું હતું કે તેઓ થોડોક સમય પોતાના પત્ની કલ્કીથી દૂર રહેવા માંગે છે. જોકે તેઓ છુટાછેડા અંગે નથી વિચારતાં, પણ તેમને પોતાના સંબંધ માટે થોડોક વધુ સમય જોઇએ.
કલ્કીનું પણ કંઇક આવું જ કહેવું હતું કે તેઓ અનુરાગ કશ્યપ સાથે પોતાના પરિણીતી સંબંધોમાંથી થોડાક સમય માટે બ્રેક લઈ રહ્યાં છે. કલ્કી અને અનુરાગ વચ્ચે કેટલાક સમયથી બધુ બરાબર નથી ચાલી રહ્યું. જ્યારથી હુમા કુરૈશી અને અનુરાગ વચ્ચે અફૅરની ચર્ચાઓ શરૂ થઈ, ત્યારથી કલ્કી-અનુરાગ વચ્ચે ખટરાગ પેદા થયો છે.
એક સમાચાર પત્રના જણાવ્યા મુજબ અનુરાગ-હુમા વચ્ચે ગૅંગ્સ ઑફ વાસેપુર ફિલ્મના શૂટિંગ દરમિયાન નિકટતાઓ વધી, પણ પછી અનુરાગ-હુા બંનેએ આ સમાચારોને ખોટા ગણાવ્યાં અને સાથે જ આ અંગે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો. હુમા-અનુરાગે જણાવ્યું હતું કે તેઓ એક-બીજા સાથે માત્ર કામ કરતા હતા. તેમની વચ્ચે કંઈ નથી.
પછી એવા સમાચાર આવ્યાં હતાં કે કલ્કી કોચલીને અનુરાગ કશ્યપનું ઘર છોડી દીધું છે અને તેઓ હવે પોતાના ઘરે રહેવા જતા રહ્યાં છે. જાણવા એમ પણ મળ્યુ હતું કે કલ્કીએ અનુરાગ કશ્યપ વિરુદ્ધ છુટાછેડાનો કેસ પણ નોંધાવ્યો છે, પણ કલ્કીએ મીડિયાને જણાવ્યું કે અમે છુટાછેડા માટેની અરજી નથી કરી રહ્યાં. બસ એક-બીજાથી જુદા રહેવા માંગીએ છીએ. કલ્કીએ જણાવ્યું કે તેમના અને અનુરાગ વચ્ચે થોડોક તણાવ છે. બસ એટલે જ થોડોક સમય એક-બીજાથી અલગ રહેવા માંગીએ છીએ.
દરમિયાનમાં અનુરાગ કશ્યપ અને હુમા કુરૈશી વિવિધ ઈવેંટ્સમાં જે રીતે સાથે-સાથે અને નિકટતા સાથે પહોંચે છે, તેનાથી નવી-નવી અટકળો જન્મ લઈ રહી છે. તાજેતરમાં જ હૉલીવુડ ફિલ્મ અમેરિકન હસલના સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન પણ અનુરાગ અને હુમા એક-બીજાની બાહોમાં બાહો નાંખી પહોંચ્યા હતાં. આ તસવીરો ઉપરથી સ્પષ્ટ થાય છે કે ભલે બંને જાહેરમાં ઇનકાર કરતાં હોય, પરંતુ બંને વચ્ચે કંઇક તો રંધાય છે.
આવો આપને બતાવીએ અમેરિકન હસલ ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગની તસવીરો :

હુમા-અનુરાગ સાથ-સાથ
કલ્કી કોચલીનથી અળગા રહેવાના નિર્ણય બાદ અનુરાગ કશ્યપની હુમા કુરૈશી સાથેની નિકટતાઓ વધી ગઈ લાગે છે.

અટકળો વધી
હુમા કુરૈશી અને અનુરાગ કશ્યપ અમેરિકન હસન હૉલીવુડ ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં એક-બીજાની બાહોમાં બાહો નાંખી પહોંચતાં બંને વચ્ચે અફૅરની અટકળો વધુ ઝડપી બની છે.

ભાઈ પણ હાજર
અમેરિકન હસલના સ્પેશિયલ સ્ક્રીનિંગ પ્રસંગે હુમા કુરૈશીના ભાઈ શાકિબ સલીમ પણ હાજર રહ્યા હતાં.

અભિનવ
અમેરિકન હસલના સ્પેશિયલ સ્ક્રીનિંગ પ્રસંગે અભિનવ કશ્યપ.

અરુણોદય
અમેરિકન હસલના સ્પેશિયલ સ્ક્રીનિંગ પ્રસંગે અરુણોદય સિંહ.

નિમ્રત-રોનિત
અમેરિકન હસલના સ્પેશિયલ સ્ક્રીનિંગ પ્રસંગે નિમ્રત કૌર અને રોનિત રોય.

નિવેદિત-કે કે
અમેરિકન હસલના સ્પેશિયલ સ્ક્રીનિંગ પ્રસંગે નિવેદિતા ભટ્ટાચાર્ય અને કે કે મેનન.

સંધ્યા-સારા
અમેરિકન હસલના સ્પેશિયલ સ્ક્રીનિંગ પ્રસંગે સંધ્યા મૃદુલ અને સારા જેન ડિયાસ.