For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સીરિયલ કિસરની ઇમેજ તોડવા માંગે છે ઇમરાન

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 27 ઑક્ટોબર : બૉલીવુડના સીરિયલ કિસર તરીકે પ્રસિદ્ધ ઇમરાન હાશમી હવે પોતાની આ ઇમેજમાંથી બહાર આવવાની ભરપૂર કોશિશ કરી રહ્યાં છે. ચાલુ જ વર્ષે રિલીઝ થયેલી શંઘાઈ ફિલ્મમાં તેમણે પોતાની આ સીરિયલ કિસરની ઇમેજથી હટીને એક બહુ જ મહત્વનું અને જવાબદારીભર્યું પાત્ર ભજવ્યું તથા હવે ગઈકાલે રિલીઝ થયેલી રશ ફિલ્મ પાસે પણ તેઓ આજ આશા સેવી રહ્યાં છે કે આ ફિલ્મ પણ બૉલીવુડમાં તેમના માથેથી સીરિયલ કિસરનો તમગો હટાવી એક સીરિયસ અને જવાબદાર એક્ટર તરીકે તેમને રિપ્રેઝેંટ કરશે.

Emraan-Neha

ઇમરાન હાશમીએ મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે તેઓ પોતાની રશ ફિલ્મ અંગે ઘણાં ઉત્સાહિત છે. રશ ફિલ્મમાં તેમણે નેહા ધુપિયા અને સાગરિકા ઘાટકે સાથે કામ કર્યું છે. ઇમરાને જણાવ્યું - મેં ફિલ્મમાં એક ક્રાઇમ ઇન્વેસ્ટિગેટિવ જર્નલિસ્ટનું પાત્ર ભજવ્યું છે. જર્નલિજ્મ અંગેના તેના કેટલાંક સિદ્ધાંતો છે કે કઈ રીતે કામ થવું જોઇએ અને પોતાના આ સિદ્ધાંતો અંગે તેની મોટાભાગે પોતાની ચૅનલ વાળાઓ સાથે જ દલીલો થાય છે કે તે જ્યાં કામ કરે છે. મારા માટે આ ફિલ્મ મારી સીરિયલ કિસર ઇમેજ તોડવા કરતાં પણ કઈંક વધુ અર્થસભર છે. હું પોતાની જાતને અનેક જુદા-જુદા પાત્રો ભજવી સાબિત કરવા માંગુ છું. સૌથી વધુ હું એમ સાબિત કરવા માંગુ છું કે હું અનેક પ્રકારના પાત્રો ભજવી શકુ છું. તેથી મેં શંઘાઈ જેવી ફિલ્મ પણ કરી હતી.

સાથે જ ઇમરાને એમ પણ જણાવ્યું કે પૈસા તેમના માટે મહત્વ નથી ધરાવતાં. ફિલ્મ કરવાની પાછળ પૈસો કમાવવા તેમનો ઉદ્દેશ ક્યારેય નથી રહ્યો. તેમણે જણાવ્યું - મને લાગે છે કે કોઈ ફિલ્મ માટે હા કરવાની પાછળ પૈસા બીજા અને ત્રીજા નંબરે આવે છે. જો આપ માત્ર પૈસા જોઈ કોઈ ફિલ્મ સાઇન કરો, તો ક્યાંકને ક્યાંક કઈંક ખોટું હોય છે. મને લાગે કોઈ પણ ફિલ્મ પૈસા માટે નહિં, પણ તે સારો બિઝનેસ મેળવે તેવી આશા સાથે કરવી જોઇએ.

English summary
Emraan Hashmi says that he want to prove himself by doing different characters in film. That is why he chose Shanghai and Rush.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X