• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2019માં સૈફ અલી ખાન અને નવાઝુદ્દીનનો ધમાકો, 'સેક્રેડ ગેમ્સ 2'ની તારીખ થશે જાહેર

|

2018માં સૌથી સફળ સાબિત થયેલી વેબસિરીઠ સેક્રેડ ગેમ્સની 2019માં વાપસી થઈ રહી છે. સૈફ અલી ખાન અને નવાઝુદ્દીન સિદ્દિકીની સુપરહિટ વેબસિરીઠ સેક્રેડ ગેમ્સ બીજા પાર્ટ સાથે રિલીઝ થવા તૈયાર છે. આ સિરીઝ ભારતીય લેખક વિક્રમ ચંદ્રાની નોવેલ પર આધારિત છે. આ સિરીઝને મોટી સંખ્યામાં દર્શકોએ પસંદ કરી હતી. બોલ્ડ સીન થઈ લઈ કન્ટેન્ટ સુધી આ સિરીઝના દરેક પાસાના વખાણ થયા હતા. લાંબા સમય સુધી દર્શકો આ વેબસિરીઝના બીજા પાર્ટની રાહ જોઈ રહ્યા હતા.

સેક્રેડ ગેમ્સે વેબ સિરીઝ અંગે દર્શકોનું વલણ બદલી નાખ્યું એમ કહેવું પણ અતિશયોક્તિ નથી. ટીવી અને થિયેટર વચ્ચે વેબસિરીઝ દર્શકોની અપેક્ષામાં યોગ્ય સાબિત થઈ રહી છે. એટલે જ કેટલીક વેબસિરીઝનો બીજો ભાગ આ વર્ષે રિલીઝ થઈ રહ્યો છે. જેમાં પહેલા નંબરે છે સેક્રેડ ગેમ્સ. મીડિયા રિપોર્ટ પ્રમાણે જૂન કે જુલાઈમાં આ સિરીઝ દર્શકોને જોવા મળશે.

આ પણ વાંચો: 2019ની સૌથી અશ્લીલ વેબ સિરીઝ ગંદી બાત 2 ઈન્ટરનેટ પર લીક

સૈફ અલી ખાન ઉપરાંત નવાઝુદ્દીન સિદ્દીકી, પંકજ ત્રિપાઠી અને રાધિકા આપ્ટે સહિત કેટલાક જાણીતા સ્ટાર્સ તેના પહેલા ભાગમાં દેખાઈ ચૂક્યા છે. પંકજ ત્રિપાઠી બીજા ભાગમાં મોટા રોલમાં દેખાશે. દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં બીજી સિઝનના શૂટિંગનું પહેલું શેડ્યુલ સમાપ્ત થઈ ચૂક્યુ છે. ટૂંક સમયમાં આ સિરીઝનું અંતિમ શેડ્યુલ મુંબઈમાં પુરુ થશે.

જુઓ 2019ની મસ્ટ વૉચ વેબસિરીઝ...

મિર્ઝાપુર 2

મિર્ઝાપુર 2

2018ના અંતમાં મિર્ઝાપુર રિલીઝ થઈ. કાલીન ભૈયાની સ્ટોરીએ તમામ લોકોને ગેન્ગ ઓફ વાસેપુરની યાદ તાજી કરાવી દીધી. એમેઝોન પ્રાઈમ પર આવેલી આ સિરીઝ એટલી પસંદ થઈ કે હવે તેના બીજા ભાગની સિરીઝની તૈયારી ચાલી રહી છે. જેને 2019માં રિલીઝ કરવામાં આવશે.

બ્રીધ 2

બ્રીધ 2

એમેઝોન પર જ રિલીઝ થયેલી બ્રીધ સિરીઝ પણ લોકોને ખૂબ ગમી હતી. સ્થિતિ તો એવી છે કે હજી સુધી આ વેબસિરીઝ માટે આર. માધવનને હજી સુધી લોકો અભિનંદન આપી રહ્યા છે. આ સિરીઝનો બીજો ભાગ ટૂંક સમયમાં રિલીઝ થશે. આ વખતે આર માધવનની જગ્યાએ અભિષેક બચ્ચન દેખાશે.

ગંદી બાત 2

ગંદી બાત 2

એલટી બાલાજીની આ બોલ્ડ વેબસીરીઝ 2018માં પોતાના બોલ્ડ સીનને કારણે ચર્ચામાં રહી. ઈન્ડિયન સ્ટોરીઝમાં સેક્સ દર્શાવતી ગંદી બાત 2 આ મહિને જ રિલીઝ થઈ ચૂકી છે.

પંચ બીટ

પંચ બીટ

બિગ બોસ સિઝન 11ના કન્ટેસ્ટન્ટ રહી ચૂકેલા પ્રિયાંક શર્મા હવે વેબ સિરીઝ પંચ બીટ સાથે પોતાનો ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. આ સિરીઝ યંગસ્ટર્સની લાઈફ પર બેઝ્ડ છે. આમ તો આ સિરીઝ 2018માં રિલીઝ થવાની હતી પરંતુ હવે તેને ફેબ્રુઆરી 2019માં રિલીઝ કરાઈ રહી છે.

ફોરગોટન આર્મી

ફોરગોટન આર્મી

સુભાષચંદ્ર બોઝની ઈન્ડિયન નેશનલ આર્મી પર આધારિત આ વેબસિરીઝને કબીર ખાન ડિરેક્ટ કરી રહ્યા છે. જેમાં આઝાદીની લડાઈ દરમિયાન મહિલા અને પુરુષોની સ્ટોરી દર્શાવાશે. આ સિરીઝનું શૂટિંગ શરૂ થઈ ચૂક્યુ છે. છેલ્લા 1 વર્ષથી આ સિરીઝ ચર્ચામાં છે. કહેવાઈ રહ્યું છે કે આ વર્ષે જ આ વેબસિરીઝ રિલીઝ થશે.

બાહુબલી

બાહુબલી

બાહુબલી ફિલ્મ તરીકે કરોડોની કમાણી કર્યા બાદ હવે તેને વેબસિરીઝ તરીકે રિલીઝ કરવાનો નિર્ણય લેવાયો છે. વેબસિરીઝના પહેલા સિઝનમાં 9 એપિસોડ હશે. જેમાં શિવગામીની વિદ્રોહી યુવતીથી એક બુદ્ધિમાન રાણી બનવાની સફર દર્શાવાશે. આ સિરીઝ આનંદ નેલાકાંતનની નોવેલ ધ રાઈઝ ઓફ શિવાગામી પર આધારિત છે.

સેક્રેડ ગેમ્સ 2

સેક્રેડ ગેમ્સ 2

નેટફ્લિક્સ પર વર્ષ 2018માં સેક્રેડ ગેમ્સ રિલીઝ થઈ. ફિલ્મો કરતા પણ આ વેબ સિરીઝે સૈફ અલી ખાનને એવી સફળતા અપાવી કે લોકો ફરી તેમના ફેન થઈ ગયા. એટલું જ નહીં નવાઝુદ્દીન સિદ્દીકીએ આ સિરીઝમાં મુંબઈ અંડરવર્લ્ડ ડોનની ભૂમિકા નિભાવી. ક્રાઈમ અને સેક્સ સીન સાથે આ સિરીઝ એટલી લોકપ્રિય થઈ કે આ વર્ષે તેનો બીજો ભાગ રિલીઝ થવા જઈ રહ્યો છે.

English summary
Saif Ali Khan and Nawazuddin Siddiqui Sacred Games 2 launched in July
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X