
એક જ કારમાં બેઠેલા દેખાયા ઈબ્રાહિમ અલી ખાન-પલક તિવારી, કેમેરો જોઈને કરી મોઢુ છૂપાવવાની હરકત, જુઓ Video
મુંબઈઃ બૉલિવુડમાં લિંકઅપના સમાચારો સામાન્ય થઈ ગયા છે. જ્યારે પણ કોઈ સ્ટાર કિડ્સનુ નામ સામે આવે ત્યારે તેની ચર્ચા તેજ થઈ જાય છે. આવુ જ કંઈક થઈ રહ્યુ છે સૈફ અલી ખાનના દીકરા ઈબ્રાહિમ અલી ખાન અને શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી સાથે. જ્યારે પલક તિવારી અને ઈબ્રાહિમ અલી ખાન એક સાથે ડેટ પર ગયા તો કેમેરામાં કેદ થઈ ગયા. ઈબ્રાહિમ અલી ખાને તો કેમેરા સામે નજર મિલાવી પરંતુ પલક તિવારીએ તો પોતાનો ચહેરો આ રીતે છૂપાવ્યો જાણે કોઈ ચોરી કરી હોય. શુક્રવારની સાંજે પાપારાઝીએ સૈફ અલી ખાનના દીકરા ઈબ્રાહિમ અલી ખાનને બાંદ્રામાં એક આઉટિંગ સમયે જોયા. જ્યાં ઈબ્રાહિમ અલી ખાન પોતાના જૂના દોસ્તો સાથે નહિ પરંતુ શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી સાથે દેખાયા.

ઈબ્રાહિમ-પલક એકબીજાને ડેટ કરી રહ્યા છે?
પલક તિવારી અને ઈબ્રાહિમ અલી ખાન એક સાથે એક રેસ્ટોરાંની બહાર દેખાયા. બંને એક સાથે એકદમ પરફેક્ટ લાગી રહ્યા હતા. બંનેને એકસાથે જોઈને એ વાતની નવાઈ પણ લાગી રહી છે અને સવાલ પણ થઈ રહ્યા છે કે શું ઈબ્રાહિમ અલી ખાન અને પલક તિવારી એકબીજાને ડેટ કરી રહ્યા છે?

ઈબ્રાહિમ અલી ખાન રેસ્ટોરાંમાંથી બહાર નીકળ્યા
પાપારાઝીના કેમેરમાં કેદ કર્યા બાદ સોશિયલ મીડિયા પર ઈબ્રાહિમ અલી ખાન અને પલક તિવારીનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. પાપારાઝી વિરલ ભાયાણીએ બંનેનો આ આઉટિંગ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં પહેલા ઈબ્રાહિમ અલી ખાન રેસ્ટોરાંમાંથી બહાર નીકળે છે. પછી તે અલગ જગ્યાએ આગળ વધી જાય છે.

પલક તિવારીએ ચહેરો છૂપાવ્યો
ત્યારબાદ પલક તિવારી અને ઈબ્રાહિમ અલી ખાન એક જ કારમાં સાથે જતા દેખાયા. એક તરફ જ્યાં ગાડીની અંદર કેમેરાની નજર જતા જ ઈબ્રાહિમ અલી ખાન આમ-તેમ જોવા લાગે છે. ત્યાં પલક તિવારી પોતાના ચહેરાનો સંપૂર્ણપણે હાથના સહારે છૂપાવી લે છે.

કરીના હવે સમજાવશે કે આને ડેટ ના કરતો
આ વીડિયોની ચર્ચા ઈન્ટરનેટ પર ગઈ રાતથી થઈ રહી છે. ઘણા યુઝર્સે એ સવાલ પૂછ્યા છે કે ચહેરો છૂપાવાની શું જરુર છે, એક યુઝરે સવાલ કર્યો છે કે જ્યારે મીડિયાનો આટલો ડર હતો તો એક જ ગાડીમાં કેમ આવ્યા. વળી, અન્ય એક યુઝરે લખ્યુ છે કે કરીના હવે સમજાવશે કે આને ડેટ ના કરતો.

પલક તિવારી અને ઈબ્રાહિમ અલી ખાન
તમને જણાવી દઈએ કે પલક તિવારી અને ઈબ્રાહિમ અલી ખાને તેજીથી પોતાના કરિયરની શરુઆત નથી કરી. ઈબ્રાહિમ અલી ખાને એડી તરીકે કરણ જોહરને રૉકી ઓર રાનીની પ્રેમ કહાનીમાં આસિસ્ટ કર્યા છે. પલક તિવારી હાલમાં જ હાર્ડી સંધૂના ગીત બિજલીમાં જોવા મળી હતી. આ ગીત લોકોમાં છવાયેલુ રહ્યુ છે.