સૈફ અલી ખાને કહ્યુ - હા, કરીના કપૂર ફરીથી મા બનવાની છે
મુંબઈઃ હિંદી સિનેમાની બેગમ સાહિબા એટકે કે કરીના કપૂર ફરીથી મા બનવાની છે, તે અને અભિનેતા સૈફ અલી ખાન બીજુ બેબી એક્સપેક્ટ કરી રહ્યા છે. સૈફ અલી ખાને ખુદ અધિકૃત રીતે આ વાતની ઘોષણા કરી દીધી છે. તેણે પત્ની કરીના સાથે એક જોઈન્ટ સ્ટેટમેન્ટ જારી કર્યુ છે જેમાં તેમણે કહ્યુ છે કે, 'અમને એ જણાવત ખુશી થઈ રહી છે કે અમારા પરિવારમાં એક નવુ મહેમાન જોડાવાનુ છે. અમારા બધા શુભચિંતકોની શુભકામનાઓ, પ્રેમ અને સહયોગ માટે ખૂબ આભાર.' તમને જણાવી દઈએ કે વર્ષ 2012માં સૈફ અલી ખાન સાથે લગ્ન કરનાર કરીના કપૂર પહેલેથી જ એક દીકરા તૈમૂરની મા છે જેના ફોટા સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થતા રહે છે.

સૈફ અલી ખાન છે ત્રણ બાલકોના પિતા
ઉલ્લેખનીય છે કે કરીના કપૂર અભિનેતા સૈફ અલી ખાનની બીજી પત્ની છે, સૈફના પહેલા લગ્ન અભિનેત્રી અમૃતા સિંહ સાથે થયા હતા. પહેલા લગ્નથી સૈફને બે બાળકો સારા અલી ખાન અને ઈબ્રાહિમ ખાન છે. સારા અલી ખાન એક અભિનેત્રી છે. સૈફે 1991માં 12 વર્ષ મોટી અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા પરંતુ વર્ષ 2004માં તેમના ડિવોર્સ થઈ ગયા.

કરીનાએ કર્યો હતો ઈશારો...
તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા એક ટીવી ઈન્ટરવ્યુમાં કરીનાએ કહ્યુ હતુ કે તે અને સૈફ પોતાના બીજા બાળક માટે વિચારી રહ્યા છે અને આજે સૈફ અલી ખાનની વાતથી સ્પષ્ટ થઈ ગયુ કે તેમના વિચારે હવે હકીકતનુ રૂપ લઈ લીધુ છે.

સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે કરીના
તમને જણાવી દઈએ કે કરીના કપૂર સોશિયલ મીડિાય પર પણ ઘણી એક્ટિવ રહે છે. કોરોના સંકટ વચ્ચે તેણે ઘણી વાર લોકોને સતર્ક રહેવાની અપીલ પણ કરી હતી. કરીના અને સૈફ અલી ખાે પીએમ કેર્સ ફંડમાં ડોનેશન આપ્યુ હતુ જેા માટે તે ઘણી ચર્ચામાં રહી હતી.

લગ્ન બાદ પણ કરીનાએ ન છોડ્યુ કામ
તમને જણાવી દઈએ કે કરીનાએ લગ્ન બાદ ફિલ્મોને અલવિદા ન કહ્યુ. તે સતત ફિલ્મોમાં સક્રિય રહી છે. જો કે તેણે ફિલ્મો કરવાની થોડી ઓછી કરી દીધી છે. લગ્ન બાદ કરીનાએ ફિલ્મ દબંગ 2માં આઈટમ સોન્ગ કરીને એ લોકોને જોરદાર જવાબ આપ્યો હતો, જે કહેતા હતા કે લગ્ન બાદ અભિનેત્રીઓનુ કરિયર ખતમ થઈ જાય છે. કરીના તો મા બન્યા બાદ પણ ફિલ્મોમાં એક્ટિવ છે.