• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

8:9:10:11:12:13એ સાયરાનું દિલીપને ‘હૅપ્પી બર્થ ડે’

|

મુંબઈ, 11 ડિસેમ્બર : આજનો દિવસ ખાસ છે. આજે 11 તારીખ, 12મો મહીનો અને 13મો વર્ષ છે એટલે 11-12-13. આ દિવસને લોકો પોત-પોતાની રીતે ઉજવે છે અને યાદગાર બનાવી રહ્યાં છે, તો બીજી બાજુ બૉલીવુડના અભિનય સમ્રાટ દિલીપ કુમાર માટે પણ આજનો 91મો જન્મ દિવસ 11-12-13ના કારણે ખાસ બની ગયો.

એટલું જ નહીં, દિલીપ કુમારના પત્ની સાયરાબાનુએ પણ આ દિવસને ખાસ યાદગાર બનાવી દીધો કે જ્યારે તેમણે દિલીપ કુમારને સવારે બરાબર 8 વાગીને 9 મિનિટ અને 10 સેકેંડે હૅપ્પી બર્થ ડે કહી વિશ કર્યું. દિલીપ કુમાર આજે 91 વર્ષના થઈ ગયાં છે અને તેમના જન્મ દિવસની ઉજવણી મિત્રો, પરિજનો અને તબીબોની ટીમ વચ્ચે અંગત રીતે કરવામાં આવનાર છે.

સાયરાએ જણાવ્યું - ભગવાને જે અમને આપ્યું છે, તે બદલ અમે તેનો આભાર વ્યક્ત કરીએ છીએ. અમે પરિવારના સભ્યો અને તેમની દેખભાલ કરતાં 30થી 40 તબીબો સાથે તેમનો જન્મ દિવસ ઉજવીશું. આ તબીબો અમારા પારિવારિક સભ્યો જેવા જ છે. દેવદાસ, મધુમતી તથા મુગલ-એ-આઝમ જેવી ફિલ્મો માટે જાણીતા દિલીપ કુમારને જન્મ દિવસે ગઈકાલથી જ શુભેચ્છાઓ મળવી લાગી હતી.

સાયરાએ જણાવ્યું - તેમનો દિવસ સારો રહ્યો છે. ગત રાત્રિથી જ શુભેચ્છાઓનો સિલસિલો શરૂ થઈ ગયો છે. તેઓ સવારથી જ વ્યસ્ત છે અને તેથી થાકી ગયા છે. ગોપી અને સાગિના જેવી ફિલ્મોમાં દિલીપ કુમાર સાથે અભિનય કરનાર સાયરાબાનુએ પાલી હિલ ખાતે આવેલ પોતાના ઘરે સાંજે પાર્ટી રાખી છે. આ વર્ષે દિલીપનો જન્મ દિવસ 11-12-13એ આવ્યો છે. સાયરાબાનુએ જણાવ્યું - આજે વધુ ખાસ દિવસ છે, કારણ કે આજે 11-12-13 છે. મેં પણ તેમને આઠ વાગીને નવ મિનિટ અને 10 સેકેંડે શુભેચ્છા પાઠવી કે જેથી તે 8-9-10-11-12-13નો સંયોગ બની ગયો.

English summary
Today Dilip Kumar's 91st birthday. His wife Saira Banu said that it's all the more a special day as it is 11/12/13 today. I exactly wished Dilip Kumar at 8 hours 9-minutes and 10 seconds ...so it's 8, 9, 10, 11, 12, 13."
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X