For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈન્ટરવલમાં સલમાનનું મોત થઈ ગયુ તો ઓડિયન્સ પણ થિયેટરમાંથી બહારઃ સલીમ ખાન

હાલમાં જ સલમાન ખાન, અરબાઝ ખાન પોતાના પિતા સલીમ ખાન સાથે કપિલ શર્માના શોમાં શામેલ થયા. આ એપિસોડ કેટલો મજેદાર હશે એનો અંદાજ તેના પ્રોમો પરથી જ લગાવી શકાય છે.

|
Google Oneindia Gujarati News

હાલમાં જ સલમાન ખાન, અરબાઝ ખાન પોતાના પિતા સલીમ ખાન સાથે કપિલ શર્માના શોમાં શામેલ થયા. આ એપિસોડ કેટલો મજેદાર હશે એનો અંદાજ તેના પ્રોમો પરથી જ લગાવી શકાય છે. શોમાં સલીમ ખાને બંને ભાઈઓ વિશે ઘણા ખુલાસા કર્યા. વળી, સલમાનની ફ્લોપ ફિલ્મ હેલો બ્રધર પર વાત કરતા કહ્યુ કે ફિલ્મમાં સલમાનની ભૂમિકાનું મોત થઈ જાય છે એટલા માટે ફિલ્મ ફ્લોપ થઈ.

સલીમ ખાને કહ્યુ કે ફિલ્મના ફર્સ્ટ હાફમાં જ જ્યારે સલમાન ખાનનું મોત થઈ જાય છે તો લોકો થિયેટરમાંથી ઉઠીને જવા લાગે છે. થવુ એ જોઈતુ હતુ કે ફિલ્મમાં અરબાઝ ખાનવાળો રોલ સલમાનને મળે અને સલમાન ખાનવાળો રોલ અરબાઝ ખાન કરે. તો કદાચ આ ફિલ્મ સફળ થઈ જતી. અરબાઝના મરવાનો કદાચ દર્શકોને એટલો ફરક ન પડતો.

સલીમ ખાને પોતાના ત્રણે પુત્રોની ખૂબ ખેંચી

સલીમ ખાને પોતાના ત્રણે પુત્રોની ખૂબ ખેંચી

દેખીતી રીતે સલીન ખાનની આ વાતોને સાંભળીને સલમાન અને અરબાઝ ચોંકી જાય છે. બંને હસતા રહી જાય છે. પરંતુ બધા જાણે છે કે ક્યાંકને ક્યાંક સલીમ ખાને સાચી વાત કરી છે. આ આખા શોમાં સલીમ ખાને પોતાના ત્રણે પુત્રોની ખૂબ ખેંચી. તેમણે એવા એવા રાઝ ખોલ્યા જે સાંભળીને તેમના ત્રણ પુત્રો પણ ચોંકી ગયા.

ગણેશની જોવાતી હતી આતુરતાથી રાહ

ગણેશની જોવાતી હતી આતુરતાથી રાહ

સલીમ ખાને ત્રણે ભાઈઓના બાળપણનો એક કિસ્સો જણાવ્યો કે તેમના ઘરમાં ગણેશ નામનો એક વ્યક્તિ આવતો હતો જેની રાહ સલમાન, અરબાઝ અને સોહલ કરતા હતા. પહેલા તેના વિશે સલીમ ખાનને પણ કંઈ ખબર નહોતી. બાદમાં તેમને ખબર પડી કે ગણેશ એક્ઝામ પેપર આપવા માટે આવતો હતો.

સલમાન-સોહેલની પિટાઈ

સલમાન-સોહેલની પિટાઈ

સલમાન ખાને એક ઘટના શેર કરતા કહ્યુ, જ્યારે તે નાના હતા તો ઘરની બહાર અમુક ફેન્સ અટેન્શન મેળવવા માટે ગાળાગાળી કરી રહ્યા હતા. તેમણે ફેન્સને રોક્યા તો ફેન્સે સોહેસ સાથે મારામારી શરૂ દીધી. ત્યારબાદ સલમાન ભાઈ બચાવવા પહોંચ્યા તો તેમની પણ ફેન્સે પિટાઈ કરી દીધી હતી.

સંજય દત્તે આપી લગ્નની સલાહ

સંજય દત્તે આપી લગ્નની સલાહ

સલમાન ખાને જણાવ્યુ કે એક વાર સંજય દત્ત તેમને પૂરી ગંભીરતાથી લગ્નની સલાહ આપી રહ્યા હતા કે લગ્ન જીવનમાં સ્થિરતા લાવશે. તુ કામ કરીને ઘરે જઈશ તો તે તારુ માથુ દબાવશે... અને મજેદાર વાત એ છે કે આ દરમિયાન આખો સમય સંજયનો મોબાઈલ વાગી રહ્યો હતો.

સલમાન કેમ નથી કરતા કિસ

સલમાન કેમ નથી કરતા કિસ

જ્યારે કપિલ શર્માએ સલમાન ખાનને પૂછ્યુ કે તે ઓનસ્ક્રીન કિસ કેમ નથી કરતા.. તો અરબાઝે હસતા હસતા કહી દીધુ - ભાઈ ઓફસ્ક્રીન એટલી કરી લે છે કે ઓનસ્ક્રીન કરવાની જરૂર નથી પડતી.

મા રાહ જોતી રહે છે

મા રાહ જોતી રહે છે

સલીમ ખાને જણાવ્યુ કે સલમાન ખાન જ્યાં સુધી ઘરે પાછા નથી આવતા ત્યાં સુધી તેમની મા સલમા ખાન તેમની રાહ જોતી રહે છે.

ખાન પરિવાર

ખાન પરિવાર

એમાં કોઈ શક નથી કે સલમાન, અરબાઝ, સોહેલ...સહિત આખો ખાન પરિવાર એકબીજાની ઘણી નજીક છે અને મુસીબતના સમયમાં પણ એકબીજાનો હાથ પકડી રાખે છે.

આ પણ વાંચોઃ પોતાના અંતિમ સમયમાં કોને યાદ કરતા હતા કાદર ખાન, પુત્ર સરફરાઝે જણાવ્યુઆ પણ વાંચોઃ પોતાના અંતિમ સમયમાં કોને યાદ કરતા હતા કાદર ખાન, પુત્ર સરફરાઝે જણાવ્યુ

English summary
Salim Khan feels Salman Khan's character should not have died in Hello Brother, instead of Salman's character, Arbaaz's should have died in the film.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X