હવે ગપશપ ગલીમાં કેટલીક વાતો એમ જ ઉડાવી દેવામાં આવતી હોય છે. અને કેટલીક સાચે જ સત્ય હોય છે. પરંતુ ધડ માથા વગર કોઇ વાત નથી ઉડતી. અને એટલે જ આ વાતના પાત્રો અને ઘટનાઓ...વાતો અને ચર્ચા કાલ્પનિક નથી.
જો એક અંગ્રેજી અખબારમાં છપાયેલી વાતને માનીએ તો આમિરની પાર્ટીમાં બધાં જ હાજર હતા, જ્યાં તેમણે બજરંગી ભાઇજાનના વખાણ શરૂ કર્યા હતા. પરંતુ પછી આમિરે સલમાનને કહ્યું કે સલમાન જો કરિયરની શરૂઆતમાં આવી ફિલ્મો કરત તો તેઓ કરિયરમાં ઘણાં આગળ હોત.
પરંતુ વાત ત્યાં જ ન પૂરી થઇ. આમિર ખાન બોલતા જ રહ્યાં અને પછી સલમાને જે જવાબ આપ્યો તે સાંભળીને આમિર બસ રડી પડ્યાં. અને પછી સલમાન ગુસ્સામાં પાર્ટી છોડીને ત્યાંથી જતા રહ્યાં. જાણો આમિરની કઇ વાત પર સલમાન ખાન ભડકી ઉઠ્યા.
આમિરે કહ્યું બેજવાબદાર
આમિરે સલમાનને પોતાના કરિયર પ્રત્યે બેજવાબદાર કહ્યો. આમિરે કહ્યું કે સલમાનને લાગે છેકે તેના નામથી ફિલ્મો ચાલી જાય છે.
મહેનત નથી કરતો
આમિર આટલેથી જ નથી અટક્યા, આમિરે કહ્યું કે સલમાને પોતાના કરિયરમાં કોઇ રોલ માટે મહેનત નથી કરી.
સલમાન ચૂપ ન રહ્યાં
સલમાન આ બધુ સાંભળીને ચૂપ ન રહ્યાં, સલમાન આમિરને FAKE કહીને રડતો છોડીને પાર્ટીમાંથી જતા રહ્યા હતા.
INSECURE
બધાને ખબર છેકે આમિર પહેલેથી જ INSECURE રહ્યાં છે. અને પહેલા પણ આવી હરકત કરી ચૂક્યા છે.
પહેલા મને જણાવ્યુનું ગાણુ
જ્યારે શાહરૂખ અને સલમાન વચ્ચેની લડાઇ પૂરી થઇ અને અર્પિતાના લગ્નમાં તેઓ એકબીજાને ભેટ્યા ત્યારે પણ આમિરે ગાણુ ગાયુ હતુ કે આ અંગે બંનેએ પહેલા મને કહ્યું હતુ.
Khansનું આવવુ નાટક હતુ
જ્યારે આપ કી અદાલતમાં ત્રણેય ખાનને એકસાથે જોયા ત્યારે બધાને મજા આવી ગઇ પરંતુ આ એક નાટક હતુ. આમિરે આ અંગે સ્પષ્ટ ના કહીં હતી પણ સલમાને જબરજસ્તી બોલાવ્યા હતા.
સલમાને ઉડાવી મજાક
આમિર આપ કી અદાલતના તે જોકનો હિસ્સો ન હોતા બનવા માંગતા કારણ કે તે તેમની સત્યમેવ જયતેની ઇમેજની વિરૂદ્ધમાં હતુ. પછી સલમાને શાહરૂખની સાથે આ વાતની ઘણી મજાક ઉડાવી હતી.
બંને એકસાથે ફરી ના જોવા મળ્યા
આ કારણે જ ત્રણેય ખાન ફરી ક્યારેય એકસાથે ન હોતા જોવા મળ્યા. બજરંગી ભાઇજાન માટે પણ નહીં અને ઇદ માટે પણ નહીં.
સલમાનના કેસમાં આમિરની ગેરહાજરી
સલમાન ખાનના કેસની સુનાવણી પહેલા શાહરૂખ ખાન સલમાનને મળવા પહોંચ્યા હતા. પરંતુ આમીર આ બધાથી દૂર રહ્યાં. આમિર સલમાનને મળવા પહોંચ્યા હતા પણ કોર્ટનો નિર્ણય આવી ગયા પછી.
ટ્વિટર રીવ્યુ નહીં
આમિર ખાનનો ફિલ્મ દીલ ધડકને દો માટે ટ્વિટર રીવ્યું જોઇને કોઇ પણ પાગલ થઇ જશે. પણ બજરંગી ભાઇજાન જોતા જોતા આમિર ખાન ઘણું રડ્યા બાદ પણ તેમણે કંઇ નથી લખ્યુ.