For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : અર્પિતાના ઘરે બિરાજ્યાં દુંદાળા દેવ, સલ્લુ બોલ્યાં ગણપતિ બાપ્પા મોરયા

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 10 સપ્ટેમ્બર : હંમેશા મુજબ આ વખતે પણ ગણપતિ બાપ્પા સલમાન ખાનના ઘરે બિરાજ્યાં છે. જેમ કે સૌને ખબર છે કે સલમાન ખાન છેલ્લા 20 વર્ષોથી હિન્દુઓનો પ્રમુખ તહેવાર ગણેશ ચતુર્થી ખૂબ જ મન અને પવિત્રતાથી ઉજવે છે.

દર વર્ષની જેમ આ વખતે પણ સલમાન ખાન ભગવાન લંબોદરની ભક્તિમાં રંગાઈ ગયાં છે, પરંતુ આ વખતે ગણપતિ સલમાનના ઘરે નહીં, પણ સલમાનના બહેન અર્પિતાના ઘરે બિરાજ્યાં છે, કારણ કે સલમાનના મુંબઈ ખાતેના ઘરે રંગાઈ કામ ચાલી રહ્યું છે. સલમાન ખાન માટે આ પ્રસંગે તેમના અને તેમના પરિવાર ઉપરાંત કેટલાંક નજીકના મિત્રો અને સંબંધીઓ હાજર હતાં.

સામાન્ય રીતે લોકોને આશ્ચર્ય થાય છે કે સલમાન ખાન એક મુસ્લિમ હોવા છતાં પણ આ તહેવાર આટલી ધૂમધામથી કેમ ઉજવે છે, તો તેની પાછળ કારણ એ છે કે સલમાનના માતા ડોંગરા હિન્દૂ છે. તેથી ડોંગરા અને સલીમ ખાનના પુત્ર સલમાન ખાન અડધા હિન્દૂ અને અડધા મુસ્લિમ છે. તેથી જો સલમાન ખાન ઈદ ઉજવતા હોય, તો શિવરાત્રિ તેમજ ગણેશોત્સવ પણ ઉજવે છે.

આવો તસવીરોમાં જોઇએ સલમાનના ગણપતિ :

સલ્લુ બોલ્યાં ગણપતિ બાપ્પા

સલ્લુ બોલ્યાં ગણપતિ બાપ્પા

ગણેશ સ્થાપના પ્રસંગે ભજનનો આનંદ માણતાં બૉલીવુડના હૅન્ડસમ દબંગ સલમાન ખાન. સલમાન દર વર્ષે ગણેશોત્સવ ધામધૂમપૂર્વક ઉજવે છે.

માતાના કારણે ઉજવણી

માતાના કારણે ઉજવણી

પોતાના માતા ડોંગરાના કારણે સલમાન ખાન દર વર્ષે ગણેશોત્સવ ઉજવે છે.

ગણપતિ પ્રત્યે શ્રદ્ધા

ગણપતિ પ્રત્યે શ્રદ્ધા

ગણેશ સ્થાપના પ્રસંગે પૂજા-અર્ચના માટે વાતચીત કરતાં સલમાન. સલમાન પણ ગણેશજી પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા ધરાવે છે.

હેલન પણ હાજર

હેલન પણ હાજર

ગણેશ સ્થાપના પ્રસંગે સલમાનના સાવકા માતા હેલન પણ હાજર હતાં. તેમણે પણ સલમાન સાથે પૂજામાં ભાગ લીધો.

પરિવારની હાજરી

પરિવારની હાજરી

પોતાના ભત્રીજા-ભત્રીજીઓ સાથે ગણેશ પૂજાનો આનંદ માણતાં સલમાન ખાન. સાચે જ સલમાન હૃદયપૂર્વક સ્મિત કરતાં ખૂબ જ સારાં લાગે છે.

English summary
Salman Khan welcomed Lord Ganesh at his sister Arpita's apartment in Bandra on September 9, 2013. He Celebrates Ganesh Chaturthi With Family, Love and Joy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X