• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આમિરની "દંગલ" માટે સલમાને બદલ્યુ "સુલતાન"......

|

ઘણાં લાંબા સમયથી સલમાનની સુલતાન અને આમીરની દંગલને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે કે બંને ફિલ્મમાં ઘણી સમાનતા છે. થોડા દિવસ પહેલા એવી પણ ખબર હતી કે સુલતાનનું શુટીંગ હરિયાણામાં થવાનું છે, જેનાથી આમિરની ચિંતામાં વધારો થઈ ગયો કારણ કે દંગલનું શુટીંગ પણ ત્યાં જ થવાનુ હતુ.

જો કે સલમાન ખાને સાબિત કરી દીધુ છે કે સલમાન અને આમીરની દોસ્તી જેવીતેવી નથી. તમને જાણીને આશ્ચર્ય થશે કે હવે સુલતાનનું શુટીંગ હરિયાણામાં નહીં પરંતુ મહારાષ્ટ્રમાં થવાનું છે. જી હા, બંને ફિલ્મના લોકેશનમાં સમાનતા ન થાય તે માટે સલમાનની ફિલ્મનું શુટીંગ હરિયાણા અને પંજાબમાં નહીં થાય.

સલમાન ખાન

સલમાન ખાન

ફિલ્મ સુલતાનમાં સલમાનનું હોવું જ ફિલ્મને ખાસ બનાવી દે છે. બજરંગી ભાઈજાન અને પ્રેમ રતન ધન પાયોમાં શાંત ભૂમિકામાં નજરે પડનાર સલમાન સુલતાનમાં દબંગ ભૂમિકામાં નજરે પડશે.

એક્શન

એક્શન

ફિલ્મમાં ધમાકેદાર એક્શન હશે. આ ફિલ્મમાં ઈન્ટનેશનલ ફાઈટ કોરિયોગ્રાફર એક્શન સીન્સ કોરિયોગ્રાફ કરશે.

સુલતાન માટે કાંઈ પણ

સુલતાન માટે કાંઈ પણ

સલમાન ખાન સુલતાન માટે ઘણી મહેનત કરી રહ્યાં છે. બોડી શેપ અને ઉંમરને પરફેક્ટ બતાવવા ઘણું ધ્યાન આપી રહ્યાં છે.

શુટીંગના લોકેશન

શુટીંગના લોકેશન

ફિલ્મના લોકેશન ઓરીજન બતાવવા માટે પંજાબ અને હરિયાણામાં શુટીંગ હતા, પરંતુ હવે ખબર આવી રહી છે કે આમિરની દોસ્તીને ખાતર સલમાન લોકેશન ચેન્જ કરી રહ્યાં છે.

 ઈદ રિલીઝ

ઈદ રિલીઝ

દર વર્ષે સલમાન તરફથી ફિલ્મના રૂપમાં ઈદની એક ભેટ હોય છે. સલમાનની સુલતાન 2016ની ઈદ પર રિલીઝ થશે.

English summary
According to source, Salman Khan changed Sultan shooting place for Aamir Khan's Dangal to avoid repetition.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X