માનહાનિ કેસ - સલમાન પર પડોશીનો ખોટો આરોપ- ફાર્મ હાઉસ પર લાશો દફનાવી, ડી ગેંગ સાથે સંબંધ
મુંબઈઃ સલમાન ખાનના પનવેલ ફાર્મ હાઉસને લઈને કેસ ગંભીર બની રહ્યો છે. બૉલિવુડ અભિનેતા સલમાન ખાન અને તેના પડોશી કેતન કક્કડ વચ્ચે વિવાદ એક મોટા આરોપ તરફ આગળ વધી ગયો છે. સલમાન ખાને પહેલેથી પોતાના પડોશી કેતન પર એ આરોપ લગાવ્યો હતો કે તે તેને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે. આને લઈને સલમાન ખાને હાલમાં જ પોતાના પનવેલ સ્થિત ફાર્મ હાઉસના પડોશી સામે માનહાનિ કેસ દાખલ કરાવ્યો છે. એક વેબસાઈટના રિપોર્ટ મુજબ આ બધા કેસો વચ્ચે કેતન કક્કડે એ આરોપ લગાવ્યો છે કે સલમાનના ફાર્મ હાઉસ પર ઘણા ફિલ્મ સ્ટાર્સની લાશો દફનાવવામાં આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર સલમાન ખાનના વકીલ પ્રદીપ ગાંધીએ કોર્ટ સામે બદનામી સાથે જોડાયેલા બધા આરોપોને રજૂ કર્યા છે.

'સલમાનના ફાર્મ હાઉસ પર લાશો દફનાવાય છે'
પ્રદીપ ગાંધીએ કહ્યુ છે કે પડોશી કેતને સલમાન પર ડી ગેંગ સાથે જોડાવા, કેન્દ્ર સાથે રાજ્ય સત્તાધારી પાર્ટી સાથે સંબંધ સાથે ધાર્મિક ઓળખ પર પણ ટિપ્પણી કરી છે. કેતને કોર્ટ સામે એ પણ દાવો કર્યો છે કે બાળકોની તસ્કરીનુ કામ પણ સલમાન ખાન કરે છે. સાથે જ સલમાન ખાનના પનવેલ ફાર્મ હાઉસ પર ફિલ્મ સ્ટાર્સની લાશોને દફનાવવામાં આવે છે.

બધા આરોપો માટે કોઈ પુરાવા નથી
એટલુ જ નહિ આ બધા આરોપોને કેતને વીડિયોમાં બોલ્યા છે કે જે ઈન્ટરનેટ પર વાયરલ થયા છે. જેને હટાવવાની માંગ પણ સલમાન ખાને કોર્ટને કરી છે. બીજી તરફ કોર્ટ સામે સલમાનના વકીલ પ્રદીપ ગાંધીએ પક્ષ રાખીને કહ્યુ છે કે આ બધા આરોપો માટે કોઈ પુરાવા નથી. આ માત્ર એક્ટરની પ્રતિષ્ઠાને ખરાબ કરવા માટે કરવામાં આવી રહ્યુ છે.

એક પ્રોપર્ટી મુદ્દે મારી અંગત પ્રતિષ્ઠા ખરાબ કરી - સલમાન ખાન
સલમાન ખાને પોતાનો પક્ષ રાખીને કોર્ટ સામે વકીલ દ્વારા કહ્યુ છે કે એક પ્રોપર્ટી મુદ્દે મારી અંગત પ્રતિષ્ઠાને ખરાબ કેમ કરવામાં આવી રહી છે, મારા ધર્મને વચમાં લાવવામાં આવી રહ્યો છે. મા હિંદુ અને પિતા મુસલમાન હોવાની વાત ક્યાંથી આવે છે.

ઈન્ટરવ્યુમાં એક્ટર પર ગંભીર અને ખોટા આરોપ
સલમાન ખાને કહ્યુ છે કે સોશિયલ મીડિયા પર પોતાની ભડાશ કાઢવી સરળ છે. મારી રાજકારણમાં જવાની કોઈ ઈચ્છા નથી. તમને જણાવી દઈએ કે સલમાન ખાનની કોર્ટમાં દાખલ અરજીમાં કહેવામાં આવ્યુ છે કે કેતન કક્કડે એક યુટ્યુબરને આપેલા ઈન્ટરવ્યુમાં એક્ટર પર ખોટા અને ગંભીર આરોપ લગાવ્યા છે.

બ્લૉક કરીને હટાવવાનો આદેશ જાહેર
સલમાને કોર્ટ સામે એ માંગ કરી છે કે તેમની સામે અપમાનજનક કન્ટેન્ટને દરેક વેબસાઈટ પરથી બ્લૉક કરીને હટાવવાના આદેશ જાહેર કરવામાં આવે. તમને જણાવી દઈએ કે સલમાન ખાન ઘણી વાર પરિવાર અને દોસ્તો સાથે પનવેલ ફાર્મ હાઉસ પર જાય છે. સલમાન ખાને લૉકડાઉનમાં આખો સમય ફાર્મ હાઉસ પર પસાર કર્યો. ત્યાં ખેતી કરી. સાથે જ જન્મદિવસ પહેલા સલમાન ખાનને પનવેલ ફાર્મ હાઉસ પર જ સાપ કરડ્યો હતો.