For Quick Alerts
For Daily Alerts
સલમાન ખાને શેર કર્યો લેટેસ્ટ વીડિયો, પુલમાં મારી દીધી ઉલટી ગુલાટી
સલમાન ખાન કેટલા મસ્તમૌલા વ્યક્તિ છે એ તો બધા જાણે છે. હવે સલમાન ખાનનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે જ્યાં સલમાન ખાન એક સ્વિમિંગ પુલમાં બેકફ્લિપ ડાઈવ કરતા જોવા મળી રહ્યા છે. 53 વર્ષની ઉંમરમાં પણ સલમાન ખાન કેટલા ફિટ છે એ જોઈને ફેન્સને મજા આવી ગઈ. વળી, બેકગ્રાઉન્ડમાં જગ ઘુમિયા પણ વાગતુ સંભળાઈ રહ્યુ છે.
રસપ્રદ વાત એ છે કે સલમાન ખાને પોતે જ આ વીડિયો શેર કર્યો છે. સલમાન ખાને જ્યારથી વૉન્ટેડ સાથે પોતાની ઈમેજ બદલી છે, ફેન્સ આમ પણ તેમના દબંગ અવતારના કાયલ થઈ ચૂક્યા છે. તેમની એક્શનનો અંદાજ ફેન્સને હંમેશા ગમે છે.
આ પણ વાંચોઃપાકિસ્તાનથી આવી રહ્યા છે વૉટ્સએપ કૉલ, ભૂલથી પણ ના ઉપાડતા નહિતર બેંક ખાતુ થશે ખાલી