સુશાંતસિંહ સુસાઈડ કેસઃ સલમાન ખાનની પૂર્વ મેનેજર રેશ્મા શેટ્ટીની 5 કલાક પૂછપરછ
સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસની ગુત્થીને ઉકેલવા માટે હવે મુંબઈ પોલિસ સલમાન ખાનની પૂર્વ મેનેજર રેશ્મા શેટ્ટી સુધી પહોંચી ગઈ છે. શુક્રવારે બાંદ્રા પોલિસે રેશ્મા શેટ્ટીની પણ પૂછપરછ કરવા માટે બોલાવી હતી. માહિતી મુજબ પોલિસે રેશ્મા શેટ્ટીની પાંચ કલાક પૂછપરછ કરી અને તેનુ નિવેદન નોંધી લીધુ છે. તમને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં પોલિસ અત્યાર સુધી 35 લોકોના નિવેદન નોંધી ચૂકી છે. આ સપ્તાહે બૉલિવુડના ફિલ્મ નિર્દેશક સંજય લીલા ભણશાળીની પણ પૂછપરછ કરવામાં આવી હતી.

સેલિબ્રિટી મેનેજર રેશ્મા શેટ્ટીની 5 કલાક પૂછપરછ
ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કેમ કરી આ સવાલનો જવાબ હજુ સુધી શોધી શકાયો નથી. સુશાંત સિંહના મોત મામલે પોલિસ સતત ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને અભિનેતાના નજીકના લોકોની પૂછપરછ કરી રહી છે. શુક્રવારે પોલિસે બાંદ્રા પોલિસે સેલિબ્રિટી મેનેજર રેશ્મા શેટ્ટીની 5 કલાક સુધી પૂછપરછને નિવેનદ તરીકે નોંધ્યુ છે. તમને જણાવી દઈએ કે રેશ્મા શેટ્ટી બૉલિવુડ એક્ટર સલમાન ખાનની એક્સ મેનેજર રહી ચૂકી છે.

આ ફિલ્મી હસ્તીઓ સાથે કરે છે રેશ્મા
પોલિસ સુશાંતની આત્મહત્યા કરવાનુ કારણ શોધી રહી છે જેા કારણે અત્યાર સુધી 35 લોકોની પૂછપરછ કરવામાં આવી ચૂકી છે. તમને જણાવી દઈએ કે સેલિબ્રિટી મેનેજર રેશ્મા શેટ્ટી ઈન્ડસ્ટ્રીમાં એક ખૂબ જ ફેમસ ટેલેન્ટ મેનેજર છે અને મેટ્રિક્સ કંપનીની પ્રમુખ છે. રેશ્મા શેટ્ટી બૉલિવુડ અભિનેત્રી કેટરીના કૈફ, આલિયા ભટ્ટ અને અભિનેતા અક્ષય કુમાર સાથે કામ કરે છે. આ ઉપરાંત મુખ્ય સેલિબ્રિટી જાહેરાતોના સોદા પણ તે જ હેન્ડલ કરે છે.

એક-બે નહિ,12 ફિલ્મો એક સાથે ઑફર થઈ હતી
ભણશાળીએ એક નિવેદનમાં કહ્યુ હતુ કે તેમણે સુશાંત સિંહ રાજપૂતને તેમની છેલ્લી 3 ફિલ્મોમાંથી બે ફિલ્મો માટે લીડ રોલ ઑફર કર્યો હતો. સુશાંતે એક ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો હતો કે કેદારનાથની સફળતા બાદ સુશાંત સિંહ રાજપૂતની કિસ્મત ચમકી ગઈ. તેમણે એક-બે નહિ પરંતુ 12 ફિલ્મો એકસાથે ઓફર થઈ છે. મુંબઈ મિરર સાથે વાત કરીને સુશાંતે કહ્યુ હતુ, મને અત્યારે 12 ફિલ્મો માટે નિર્માતાઓએ અપ્રોચ કર્યુ છે.

બિલ્ડીંગના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે પોલિસ
મુંબઈ પોલિસે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા સાથે જોડાયેલ કેસમાં તેમની બિલ્ડિંગમાં લાગેલા સીસીટીવી કેમેરાના રેકોર્ડિંગને કબ્જામાં લઈને તપાસ માટે મોકલ્યા છે. અભિષેક ત્રિમુખે ડીસીપીને જણાવ્યુ કે સુશાંત સિંહ રાજપૂત જ્યાં રહેતા હતા એ બિલ્ડિંગના સીસીટીવી રેકોર્ડિંગને પોલિસે પોતાના કબ્જામાં લીધા છે અને ફોરેન્સિક લેબમાં મોકલ્યા છે. આગળની તપાસ માટે રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. પોલિસે જણાવ્યુ કે રાજપૂતના ઘરે કોઈ સીસીટીવી કેમેરા નહોતો.
મુકેશ અંબાણી બન્યા દુનિયાના 7માં સૌથી અમીર વ્યક્તિ, વૉરેન બફેટને પછાડ્યા