સલમાન ખાન છે ભારતીય જેમ્સ બૉન્ડ : કબીર ખાન
મુંબઈ, 1 નવેમ્બર : જેમ્સ બૉન્ડની એક નવી ફિલ્મ સ્કાયફૉલ સાથે જ જેમ્સ બૉન્ડની લોકપ્રિયતાના પચાસ વરસ પૂરાં થઈ જશે. આ પ્રસંગે એક બાજુ લોકો જેમ્સ બૉન્ડની ફિલ્મો યાદ કરી રહ્યાં છે, તો બીજી બાજું ભારતનાં નિર્માતા-દિગ્દર્શકો સલમાન ખાનને ભારતના જેમ્સ બૉન્ડ સાબિત કરવાની જિદે ચડ્યાં છે.
એક થા ટાઇગર ફિલ્મના દિગ્દર્શક કબીર ખાને જણાવ્યું છે કે સલમાનની અંદર તે વસ્તુ છે કે જે જેમ્સ બૉન્ડમાં હોય છે. તેથી હિન્દી સિનેમાનો કોઈ હીરો જો જેમ્સ બૉન્ડ બની શકતો હોય, તો તે એકમાત્ર સલમાન ખાન છે.
કબીર ખાને જણાવ્યું - સલમાન જેમ્સની જેમ હૅન્ડસમ, ડૅશિંગ, સ્માર્ટ તેમજ સૌથી ચડિયાતી વાત બહુ સારા અભિનેતા છે કે જેમને લોકો ખૂબ પસંદ કરે છે. તેમની એક્શન ફિલ્મો સતત હિટ થઈ રહી છે, પરંતુ ભારતમાં જેમ્સ બૉન્ડ જરૂર નથી. જો મારી દૃષ્ટિએ જોઇએ તો સલમાન જ જેમ્સ બૉન્ડ બનવા યોગ્ય છે.
જોકે આપને જણાવી દઇએ કે આ અગાઉ ભારતનીય ફિલ્મ જગતમાં જિતેન્દ્રને જેમ્સ બૉન્ડ તરીકે ઓળખાતા હતાં, કારણ કે તેમની પ્રથમ ફિલ્મ ફર્જ હતી કે જેમાં તેમણે જેમ્સ બૉન્ડની જેમ જાસૂસની ભૂમિકા ભજવી હતી.