સલમાન ખાન રેસ 3 ધમાકો, સામે આવી કેટલીક ખાસ ફોટો

Posted By:
Subscribe to Oneindia News

સલમાન ખાન માટે રેસ 3 ફિલ્મની આખી શૂટિંગ મુંબઈમાં શિફ્ટ કરવામાં આવી છે. હાલમાં ફિલ્મનું છેલ્લું સિડ્યુલ શરૂ થઇ ચૂક્યું છે. મુંબઈના એક સ્ટુડિયોમાં સલમાન ખાન, ડેઝી શાહ અને જેકલીન ફર્નાન્ડિઝ શૂટિંગ કરતા જોવા મળ્યા હતા. આ ફિલ્મનું છેલ્લું શૂટ અબુ ધાબીમાં થવાનું હતું. પરંતુ સલમાન ખાનના જેલમાંથી આવ્યા પછી મુંબઈમાં તેનો સેટ લગાવવામાં આવ્યો છે. સલમાન ખાનને કાળા હરણ મામલે 5 વર્ષની જેલની સજા થયી છે.

હાલમાં સલમાન ખાન 50 હજાર રૂપિયાના જામીન પર બહાર છે. તેમના કેસની આગળની સુનાવણી 7 મેં દરમિયાન થશે. માનવામાં આવી રહ્યું છે કે હાલમાં સલમાન ખાન પર 650 થી 700 કરોડ રૂપિયાનો દાવ લાગ્યો છે. જો સલમાન ખાન જેલ જશે તો બધા જ પૈસા ડૂબી જશે.

રેસ 3 ઈદ પર રિલીઝ

રેસ 3 ઈદ પર રિલીઝ

સલમાન ખાનની ફિલ્મ રેસ 3 ઈદ પર રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મ માટે સલમાન ખાન બિલકુલ અક્ષય કુમાર બની ગયા છે. સલમાન ખાને રેસ 3 ફિલ્મની શૂટિંગ ખાલી 80 દિવસમાં પુરી કરી નાખી છે. ફિલ્મની 76 દિવસની શૂટિંગ પુરી થઇ ચુકી છે. હવે ફિલ્મમાં ખાલી 4-5 દિવસની શૂટિંગ બાકી છે.

એક ઇન્ટરવ્યૂમાં અક્ષય કુમારે કહ્યું

એક ઇન્ટરવ્યૂમાં અક્ષય કુમારે કહ્યું

એક ઇન્ટરવ્યૂમાં અક્ષય કુમારે કહ્યું કે તેમને ખબર નથી પડતી કે લોકો ફિલ્મના શૂટિંગ માટે 150 થયો 200 દિવસ કઈ રીતે લઇ શકે છે. તે દરમિયાન સલમાન ખાન પ્રેમ રતન ધન પાયો ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. આ ફિલ્મનું શૂટિંગ 220 દિવસનું હતું.

300 કરોડ ક્લબ

300 કરોડ ક્લબ

આશા કરીયે કે સલમાન ખાનની ફિલ્મ રેસ 3 દર્શકોને ગમશે. કહેવામાં તો આવી જ રહ્યું છે કે રેસ 3 પણ સલમાન ખાનની બાકી ફિલ્મ જેમ 300 કરોડ ક્લબમાં શામિલ થશે.

રેસ 3

રેસ 3

આપને જણાવી દઈએ કે રેસ 3 ફિલ્મની શૂટિંગ લગભગ પુરી થઇ ચુકી છે. ખાલી 5 દિવસનું શૂટિંગ બાકી રહ્યું છે. જેને એપ્રિલના અંત સુધીમાં પૂરું કરી દેવામાં આવશે.

બિલકુલ અલગ ટીમ

બિલકુલ અલગ ટીમ

રેસ 3 પહેલી બે રેસ ફિલ્મોથી બિલકુલ અલગ છે. આ ફિલ્મમાં સલમાન ખાન સાથે જેકલીન ફર્નાન્ડિઝ, ડેઝી શાહ, બોબી દેઓલ, અનિલ કપૂર અને શાકિબ સલીમ જોવા મળશે.

ટ્રેલરની રાહ

ટ્રેલરની રાહ

રિપોર્ટ અનુસાર એપ્રિલ મહિનામાં ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવશે/ આપને જણાવી દઈએ કે રેસ 3 ઈદ પર એટલે કે 15 જૂને રિલીઝ થઇ રહી છે.

English summary
Salman Khan's Race 3 shoot was called off unceremoniously after the actor had to spend two nights in Jail. Out on a bail of Rs. 50 thousand till May 7 against a five year punishment, Salman Khan was spotted shooting for Race 3 in a Mumbai studio.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.