For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સલમાન-કબીર ફરી સાથે, તૂટશે એક થા ટાઇગરનો રેકૉર્ડ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 1 નવેમ્બર : ફરી એક વાર પડદા ઉપર 2011નો ઇતિહાસ રચાઈ શકે છે. આપ વિચારતા હશો કે આ અમે શું કહીએ છીએ? તો સાંભળો અમે વાત કરીએ છીએ દિગ્દર્શક કબીર ખાનની કે જેમણે તાજેતરમાં જ જણાવ્યું કે તેઓ અને સલમાન ખાન ફરી એક સાથે કામ કરવાના છે.

salman
હા જી, આ એ જ કબીર ખાન છે કે જેમણે એક થા ટાઇગર જેવી ફિલ્મ બનવાવી સિલ્વર સ્ક્રીન ઉપર કરિશ્મો કર્યો હતો. 2011ની સૌથી વધુ કમાણી એટલે કે 200 કરોડની કમાણી કરનાર આ ફિલ્મમાં સલમાન ખાન અને કૅટરીના કૈફની જોડી હતી. કહે છે કે કબીરે સલમાન ખાન માટે ખાસ પટકથા લખી છે. તે સાંભળ્યા બાદ સલમાને ફટાકથી હા કહી નાંખી અને બધુ પ્લાન મુજબ થાય, તો ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે શરૂ થઈ જશે, પણ ફિલ્મમાં સલમાન સાથે કૅટરીના કૈફ નજરે પડશે કે કેમ, તે અંગે હજી કંઈ કહેવાયુ નથી.

નોંધનીય છે કે કબીર ખાનના દિગ્દર્શન હેઠળ સલમાને પહેલી વાર યશ રાજ બૅનર સાથે કામ કર્યુ હતું અને ઈટીટીએ ઇતિહાસ રચ્યો હતો. તેથી કબીર-સલમાનની જોડી પાસે આ વખતે પણ ઘણી આશાઓ સેવાય છે. જોઇએ કે આ આશાઓ કેટલી હદે પૂરી થાય છે.

English summary
Kabir Khan is ready with a new project, and this time again he wants Sallu as his film's lead actor. Reportedly, Kabir Khan has prepared a very special script for Salman Khan and the two wants this film to break Ek Tha Tiger's record.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X