For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સલમાન સાથે કેટરીનાએ કેવી રીતે ઉતારી ગણેશ આરતી, Video વાયરલ

દર વર્ષની જેમ આ વર્ષે પણ સુપરસ્ટાર સલમાનની બહેન અર્પિતાના ઘરે ગણેશની સ્થાપના થઈ. તમને જણાવી દઈએ કે સલમાન ઉપરાંત કેટરીના કેફ પણ ત્યાં હાજર હતી.

|
Google Oneindia Gujarati News

બોલિવુડમાં ગણેશ મહોત્સવની એક અલગ જ ધૂમ જોવા મળે છે અને મોટાભાગના સ્ટાર્સ આ મહોત્સવમાં શામેલ જરૂર થાય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સુપરસ્ટાર સલમાનની બહેન અર્પિતાના ઘરે ગણેશની સ્થાપના થઈ. તમને જણાવી દઈએ કે સલમાન ઉપરાંત કેટરીના કેફ પણ ત્યાં હાજર હતી અને તેણે પણ આમાં ભાગ લીધો. તમને જણાવી દઈએ કે એક વીડિયો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહ્યો છે જેમાં સલમાન ખાન અને કેટરીના કૈફ ગણેશ આરતી કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને અતુલ અગ્નિહોત્રીએ પોસ્ટ કર્યો છે.

સલમાને કરી આરતી

સલમાને કરી આરતી

તેમાં માત્ર સલમાન ખાન જ નહિ પરંતુ તેમની બહેનો અરબાઝ-સોહેલ પણ જોવા મળી રહ્યા છે. આ પ્રસંગે સલમાન ખાનથી માંડીને શાહરુખ ખાન સુધી અને આમિર ખાનથી લઈને ઋતિક રોશન સુધી બધા ગણેશ ઉત્સવમાં વ્યસ્ત જોવા મળ્યા.

આ પણ વાંચોઃબોલિવુડ સ્ટાર્સ બાપ્પાને લાવ્યા ઘરે, અલગ અંદાજમાં મનાવી ગણેશ ચતુર્થીઆ પણ વાંચોઃબોલિવુડ સ્ટાર્સ બાપ્પાને લાવ્યા ઘરે, અલગ અંદાજમાં મનાવી ગણેશ ચતુર્થી

અર્પિતા ખાનના ઘરે ગણપતિ

અર્પિતા ખાનના ઘરે ગણપતિ

એક તરફ જ્યાં સલમાન ખાન પોતાના પૂરા પરિવાર સાથે અર્પિતા ખાનના ઘરે ગણપતિ મનાવતા જોવા મળી રહ્યા છે તો બીજી તરફ શાહરુખ ખાન, આમિર ખાન સહિત બોલિવુડ સિતારાઓ મુકેશ અંબાણીના ઘર એન્ટિલામાં ગણપતિ મનાવતા જોવા મળ્યા. તમને જણાવી દઈએ કે દર વર્ષે આ ઉત્સવ પર સમગ્ર બોલિવુડ જશ્ન મનાવે છે અન ખાસ કરીને સલમાન ખાનનું ઘર વધુ ચર્ચામાં રહે છે. તેમના ઘરના લોકોને ગણપતિ મહોત્સવ ખૂબ જ પ્રિય છે.

આરતીમાં કેટરીના કેફ પણ શામેલ

સલમાન હાલમાં ફિલ્મ ભારત માટે ખૂબ જ બિઝી છે અને આ ફિલ્મમાં તેમની સાથે કેટરીના કેફ પણ જોવા મળવાની છે. સલમાન ખાને ગણપતિ મહોત્સવ માટે પોતાનુ શૂટિંગ થોડુ ટાળી દીધુ હતુ. સલમાન દર વર્ષે આ પ્રસંગે બધુ છોડીને જરૂર શામેલ થાય છે. જુઓ આ વીડિયો જેમાં સલમાન આરતી કરતા જોવા મળી રહ્યા છે. જો કે આરતીમાં કેટરીના કેફ પણ શામેલ થઈ. પરંતુ આપ જોઈ શકો છો કે કેટરીના ઉલટી આરતી કરી રહી છે જેના માટે તે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ ગઈ. આના માટે સલમાનના પરિવારના કોઈ સભ્યએ તેને ટોકી પણ નહિ.

આ પણ વાંચોઃ ભારત-બ્રિટન શિખર સંમેલનમાં શાહરુખ ગેમ ચેન્જરના ખિતાબથી સમ્માનિતઆ પણ વાંચોઃ ભારત-બ્રિટન શિખર સંમેલનમાં શાહરુખ ગેમ ચેન્જરના ખિતાબથી સમ્માનિત

English summary
Salman khan and Katrina kaif performing Ganesh arti at Arpita khan sharma home. here is the video gone viral.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X