• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Pics : સાત-સાત પ્રેમિકાઓ છતાં વર્જિન કેમ સલમાન?

|

મુંબઈ, 27 ડિસેમ્બર : ગુજરાતીમાં એક કહેવાત છે લગ્ને-લગ્ને કુંવારો, પણ બૉલીવુડના દબંગની બાબતમાં એમ કહી શકાય કે જન્મ દિવસે-જન્મ દિવસે કુંવારો...

સલમાન ખાન દર વર્ષે 27મી ડિસેમ્બરે જન્મ દિવસ ઉજવે છે અને દર વર્ષે તેમના જન્મ દિવસનો આંકડો પણ એક-એક કરીને વધતો જાય છે, પરંતુ જે બાબતને લઈને સૌને ચિંતા અને ઉત્સુકતા છે, તે એ છે કે સલમાન ખાન લગ્ન ક્યારે કરશે? આજે તો તેઓ 48 વર્ષના થઈ ગયાં. ગયા વર્ષ તેઓ 47ના હતાં અને આવતા વર્ષે જ્યારે તેઓ 49 વર્ષના થઈ જશે, ત્યારે પણ આપણે તેમના લગ્નની જ ચર્ચા કરતા હોઇશું?

સલમાન ખાને તાજેતરમાં જ કૉફી વિથ કરણ શોમાં જણાવ્યુ હતું કે તેઓ વર્જિન છે. જોકે સલમાન ખાને કહ્યું છે, તો કદાચ તેઓ સાચું પણ બોલતા હશે, પરંતુ બૉલીવુડમાં જે રીતે તેમના અફૅર્સની ચર્ચાઓ હમેશા ચગડોળે રહી છે, તે જોતાં સલમાનની વાત ઉપર વિશ્વાસ કરવો થોડોક મુશ્કેલ થઈ જાય છે.

સૌ જાણે છે કે સલમાન ખાન અને વિવાદ હમેશા ચોલી-દામનની જેમ સાથે-સાથે ચાલતા રહ્યાં છે. બીજા પ્રકારના વિવાદો તો જવા દો, કારણ કે વાત જ્યારે લગ્ન અને વર્જિનિટીની ચાલતી હોય, તો આપણે તેમના પ્રેમ-પ્રકરણોના વિવાદો જ યાદ કરવા પડે. સલમાન ખાન બૉલીવુડમાં પોતાના લવ-અફૅર્સ માટે પણ ચર્ચામાં રહેતા આવ્યાં છે. એક, બે કે ત્રણ નહીં, પણ સાત-સાત યુવતીઓ તેમના જીવનમાં આવી અને બધી એક-એક કરીને જતી પણ રહી. આમ છતાં સલમાન ખાન કુંવારા રહી જાય, તો તેમો નસીબનો જ વાંક હશે, પરંતુ તેઓ વર્જિન પણ હશે, એ બાબતને લઈને આશ્ચર્ય થાય જ.

આવો તસવીરો સાથે બતાવીએ સલમાન ખાનની પ્રેમિકાઓ :

છોકરીઓ વચ્ચે સલમાન

છોકરીઓ વચ્ચે સલમાન

સલમાન ખાન જ્યારથી બૉલીવુડમાં આવ્યા, ત્યારથી તેઓ ચર્ચામાં રહેતા આવ્યાં છે. ઉપરાંત તેઓ સામાન્ય રીતે છોકરીઓથી ઘેરાયેલા દેખાય છે. આમ છતાં તેઓ આજ સુધી કુંવારા છે.

સલમાન-સંગીતા

સલમાન-સંગીતા

ક્રિકેટર અઝહરુદ્દીનના પત્ની અને મૉડેલ-અભિનેત્રી સંગીતા બિજલાણી એક સમયે સલમાન ખાનના પ્રેમિકા હતાં. સલમાન-સંગીતાના સંબંધો લાંબા સમય સુધી ચાલ્યાં. એક વખતે બંનેના લગ્નની અટકળો પણ લગાવાતી હતી, પરંતુ પછી બંને પોત-પોતાના રસ્તે ચાલતા થયાં.

સલમાન-ઐશ

સલમાન-ઐશ

સલમાન ખાન અને ઐશ્વર્યા રાયના સંબંધો સૌથી લાંબા અને વિવાદાસ્પદ-ચર્ચાસ્પદ રહ્યાં. આ સંબંધોનો ખુલાસો ત્યારે થયો કે જ્યારે સલમાને ઐશને મારવાની ધમકી આપી અને એક વખત હાથ પણ ઉપાડ્યો. તે પછી બંનેના રસ્તા જુદા થઈ ગયાં. હાલ ઐશ્વર્યા રાય અભિષેક બચ્ચનના પત્ની છે.

સલમાન-કૅટ

સલમાન-કૅટ

તાજેતરના વર્ષોમાં સલમાનનું નામ કૅટરીના કૈફ સાથે જોડાયું. કૅટને બૉલીવુડમાં બ્રેક આપનાર સલમાન ખાન જ હતાં. એક થા ટાઇગર ફિલ્મના શૂટિંગ દરમિયાન સલમાન-કૅટના અફૅરની અફવાઓ ઉડી, પરંતુ નસીબની બલિહારી જુઓ કે કૅટ હાલ રણબીર કપૂરની બાહોમાં છે.

સલમાન-સ્નેહા

સલમાન-સ્નેહા

ઐશ સાથે સંબંધો તુટ્યા બાદ ઘણા સમય સુધી સલમાન ઐશની યાદોમાંથી બહાર ન આવી શક્યાં. તેમાંથી ઉગરવા માટે સલમાને એક તરકીબ અજમાવી અને ઐશ જેવા દેખાતાં સ્નેહા ઉલ્લાલને લઈ આવ્યાં. તેમણે સ્નેહા સાથે લકી ફિલ્મ બનાવી. ફિલ્મ ફ્લૉપ નિવડી અને સ્નેહા ખોવાઈ ગયાં.

સલમાન-ઝરીન

સલમાન-ઝરીન

ઝરીન ખાન પણ એક સમયે સલમાનના પ્રેમિકા હતાં. અનેક અભિનેત્રીઓની જેમ ઝરીનને પણ સલમાને બ્રેક અપાવ્યુ હતું. જોકે આ સંબંધ બહુ ચર્ચામાં કે કોઈ પરિણામ સુધી ન પહોંચી શક્યો.

સલમાન-લુલિયા

સલમાન-લુલિયા

કૅટની બેવફાઈએ જ્યારે સલમાનને પરેશાન કરી, તો તેમણે લુલિયા સાથે નિકટતાઓ વધારી. આ વિદેશી અભિનેત્રી સાથે પણ સલમાનના સંબંધો લાંબા ન ટકી શક્યાં અને સલમાન હતા ત્યાં જ રહી ગયાં.

English summary
Salman Khan is celebrating his 48th Birthday today. Salman recently said in Koffee With Karan show, 'I am virjin.' But The question arises that 7 girlfriedns are came in Salman's life, than Why he is virjin.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more