
કેટરીના કૈફ વિકી કૌશલના લગ્નઃ સલમાન, રણબીર અને ઋતિકે મોકલી કરોડોની ગિફ્ટ
મુંબઈઃ રાજસ્થાનના રજવાડામાં વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્ન 9 ડિસેમ્બરે થયા. લગ્ન બાદ વિકી કૌશલે પોતાની હલ્દી, મહેંદી અને સંગીત સાથે લગ્નના ઘણા ફોટા શેર કર્યા છે. આ બધા ફોટાને વિકી કૌશલ અને કેટરીના કૈફનો પરિવાર જોવા મળી રહ્યો છે પરંતુ કોઈ મોટો બૉલિવુડ ચહેરો નથી દેખાઈ રહ્યો. વિકી કૌશલ અને કેટરીના કૈફે જ્યારે સોશિયલ મીડિયા પર પોતાના ફોટા શેર કર્યા તો તેની પ્રશંસા દરેક જગ્યાએ થવા લાગી. વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્નના ફોટાને બૉલિવુડમાંથી અઢળક પ્રેમ મળ્યો. સાથે જ આ કપલને આશીર્વાદ પણ આપ્યા.

કેટ-વિકીને મળી મોંઘી ગિફ્ટ
હવે એ વાતની ચર્ચા થઈ રહી છે કે છેવટે વિકી કૌશલ અને કેટરીના કૈફને તેમના લગ્નમાં શું ગિફ્ટ મળી છે. મીડિયા રિપોર્ટ મુજબ વિકી કૌશલ અને કેટરીના કૈફને તેમના લગ્ન માટે મોંઘી ગિફ્ટ મળી છે. સલમાન ખાન અને રણબીર કપૂરે પણ વિકી અને કેટરીનાના લગ્નમાં એક ખાસ ગિફ્ટ મોકલી છે.

સલમાન ખાને મોકલી કરોડોની ગિફ્ટ
એક વેબસાઈટના રિપોર્ટ અનુસાર વિકી કૌશલ અને કેટરીના કૈફને સલમાન ખાને 3 કરોડની કિંમત આસપાસની રેંજ રોવર કાર ગિફ્ટમાં આપી છે. સલમાન ખુદ આ લગ્નનો હિસ્સો બન્યા નહોતા. ફેન્સ એ વાતની રાહ જોઈ રહ્યા છે કે સલમાન વિકી અને કેટરીનાના લગ્ન પર શું રિએક્શન આપશે.

રણબીર કપૂર અને શાહરુખ ખાને આપી આ ગિફ્ટ
આ સાથે વિકી કૌશલના ખાસ દોસ્ત રણબીર કપૂરે અઢી કરોડ આસપાસની ડાયમંડની કોઈ ખાસ ગિફ્ટ વિકી અને કેટરીના માટે મોકલી છે. જબ તક હે જાનમાં શાહરુખ ખાન સાથે પોતાની જોડી હિટ કરાવી ચૂકેલી કેટરીના કૈફને કિંગ ખાને ગિફ્ટમાં લાખોની કિંમતની પેઈન્ટિંગ મોકલી છે.

ઋતિક રોશન, તાપસી પન્નૂ અને આલિયાએ આપી આ ગિફ્ટ
ઋતિક રોશન તરફથી વિકી કૌશલ અને કેટરીના કૈફને લાખોની એક ખાસ બાઈક ગિફ્ટમાં આપવામાં આવી છે. તાપસી પન્નીએ પણ પોતાના દોસ્ત વિકી કૌશલના લગ્નમાં તેને લાખોનુ બ્રેસલેટ ગિફ્ટ કર્યુ છે. આલિયા ભટ્ટે પણ પોતાની દોસ્ત કેટરીના કૈફ અને વિકી કૌશલને લાખો રૂપિયાનુ પરફ્યુમ ગિફ્ટમાં આપ્યુ છે.

વિકી કૌશલે પોતાની પત્ની કેટરીનાને આપી આ ગિફ્ટ
એ પણ માહિતી સામે આવી છે કે વિકી કૌશલે કેટરીના કૈફને લગ્નના પ્રસંગે દોઢ કરોડ આસપાસની ડાયમંડ રિંગ ગિફ્ટમાં આપી છે. સાથે જ કેટરીના કૈફ અને વિકી કૌશલે સાથે મળીને 15 કરોડનુ આલીશાન ઘર મુંબઈના પૉશ વિસાતારમાં લીધુ છે જ્યાં હવે બંને સાથે રહેશે.

વિકી અને કેટરીનાની રિસેપ્શન પાર્ટી
જો કે એ વાતની અધિકૃત માહિતી નથી આવી કે કયા બિગ સ્ટાર્સે કેટરીના કૈફ અને વિકી કૌશલને લગ્ન પર શું ખાસ ગિફ્ટ આપી છે. લેટેસ્ટ માહિતી મુજબ વિકી કૌશલ અને કેટરીના કૈફ બૉલિવુડ અને ઈન્ડસ્ટ્રીના ખાસ દોસ્તો માટે એક રિસેપ્શન પાર્ટીનુ પણ આયોજન ટૂંક સમયમાં કરશે કે જે આ મહિનાના અંતમાં હોઈ શકે છે.